રાજપૂતોના કુળદેવી માતા હરસિદ્ધી 443 વર્ષ પૂર્વે ઉજ્જૈનથી રાજપીપળા આવ્યાં હતા, નવરાત્રિએ છે ખાસ મહત્વ

Navratri 2022 : નવરાત્રિ દરમિયાન રાજપીપળામાં માતા હરસિદ્ધિના દરબારમાં લાખો ભાવિકો શિશ ઝુકાવવા આવે છે 

રાજપૂતોના કુળદેવી માતા હરસિદ્ધી 443 વર્ષ પૂર્વે ઉજ્જૈનથી રાજપીપળા આવ્યાં હતા, નવરાત્રિએ છે ખાસ મહત્વ

અમદાવાદ :માં શક્તિ આરાધનાનો પર્વ આસો નવરાત્રિનો પ્રારંભ થઈ ગયો છે. આજે નવરાત્રિનું ત્રીજુ નોરતું છે. નર્મદા જિલ્લાના રાજપીપળામાં આવેલ માતા હરસિદ્ધી મંદિરમાં નવરાત્રિ દરમિયાન ભક્તોની ભીડ ઉમટે છે. લાખો શ્રદ્ધાળુઓ હરસિદ્ધી માતાના દરબારમાં શિશ ઝૂકવવા આવે છે. કહેવાય છે કે, હરસિદ્ધી માતા સૌની મનોકામના પૂર્ણ કરે છે. 

પ્રથમ દિવસે માતાને સોનાનો શણગાર કરાય છે 
443 વર્ષ પહેલા માતા હરસિદ્ધિ રાજપાળીના રાજવી રાજા વેરીસાલ સાથે ઉજ્જૈનથી સાક્ષાત પધાર્યા હતા અને એ દિવસ હતો સંવત 1657 ની આસો સુદ. એટલે કે નવરાત્રિનો દિવસ. નવરાત્રિના પ્રથમ દિવસથી રાજપીપળામાં મા હરસિદ્ધિના દરબાર માં લાખો ભાવિકો શિશ ઝુકાવવા આવે છે. કહેવાય છે કે, માતા સૌની મનોકામના પૂરી કરે છે. એટલું જ નહિ, વર્ષોથી ચાલી આવતી પરંપરા અને ઈતિહાસમાં વર્ણવ્યા મુજબ, માં હરસિદ્ધિ સાક્ષાત વાઘ પર બિરાજમાન થઈને રાજપીપળા આવ્યા હતા. તેથી આ મંદિરે આજે પણ માતા હરસિદ્ધિને નવરાત્રિના પ્રથમ દિવસે સિંહ પર બેસાડવામાં આવે છે અને રજવાડી સમયના સોનાના શણગાર પણ માતાને પહેરાવવામાં આવે છે. તેથી નવરાત્રિના પ્રથમ દિવસની સવારની આરતીમાં ભક્તોની ભીડ જામે છે. રાજ પરિવાર પણ આરતીમાં સામેલ થાય છે. આ કારણે માતાના દ્વારે આવતા ભક્તો આવતા પોતાની ઈચ્છા માતાને રજૂ કરે છે, અને તે પૂરી કરવા માટે મનોકામના રાખે છે.

9 દિવસ મેળો ભરાય છે
માતા હરસિદ્ધિના આ પૌરાણિક મંદિરે નવ દિવસ મેળો ભરાય છે. જ્યાં દૂર દૂરથી ભક્તો આવે છે. આ મંદિર આમ તો બારેમાસ ખુલ્લુ હોય છે, પણ નવરાત્રિમાં અહીંની રંગત બદલાઈ જાય છે. લોકો અહી બાધા આખડી પૂરી કરવા આવે છે. 

રાજપૂતોના કુળદેવી છે માતા હરસિદ્ધી
માતા હરસિદ્ધી રાજપૂતોના કુળદેવી છે. તેથી આસો સુદ છઠે તલવારબાજી કરીને માતાજીની આરતી કરે છે. રાજપૂતોના શૌર્ય સમી તલવારબીજીની આરતી કરી લોકોને દંગ કરે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news