રાજકોટ : મહિલા કોર્પોરેટરનો નાગરિક સાથેના ઉદ્ધતાઈભર્યા વર્તનનો ઓડિયો વાયરલ

રાજકોટ મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ભાજપના મહિલા કોર્પોરેટરનો વાયરલ થયેલો ઓડિયો (audio viral) નો મુદ્દો ચર્ચાયો હતો. રાજકોટ મનપાના જનરલ બોર્ડ પહેલા ભાજપના કોર્પોરેટરનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ મુદ્દે હોબાળો થતા તેમણે માફી માંગી હતી. 
રાજકોટ : મહિલા કોર્પોરેટરનો નાગરિક સાથેના ઉદ્ધતાઈભર્યા વર્તનનો ઓડિયો વાયરલ

ઝી મીડિયા/બ્યૂરો :રાજકોટ મહાનગરપાલિકાની આજે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં ભાજપના મહિલા કોર્પોરેટરનો વાયરલ થયેલો ઓડિયો (audio viral) નો મુદ્દો ચર્ચાયો હતો. રાજકોટ મનપાના જનરલ બોર્ડ પહેલા ભાજપના કોર્પોરેટરનો ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી. આ મુદ્દે હોબાળો થતા તેમણે માફી માંગી હતી. 

સભા બાદ માફી માંગી 
વર્ષા રાણપરા રાજકોટના વોર્ડ નં. 14 ના કોર્પોરેટર છે. તેમની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. સ્થાનિકોના પ્રજાના પ્રશ્નો બાબતે મહિલા કોર્પોરેટરની ગેરવર્તણૂંક સામે આવી છે. તમારા વિસ્તારમાંથી મત મળ્યા ન હોવાથી કામ નહિ થાય તેવી વર્ષા રાણપરાએ સ્થાનિકોને ધમકી આપી હતી. જોકે, ઓડિયો ક્લિપ વાયરલ થતા કોર્પોરેટર વર્ષા રાણપરાએ માફી માંગી હતી. તેમણે સભા બાદ રડતા રડતા કહ્યું હતું કે, પ્રજાના કામ કરવાના જ હોઈ, ભલે મત ન મળ્યા હોય. તેમણે કહ્યુ હતુ કે, આ વાયરલ થયા બાદ મને અનેક ફોન આવ્યા હતા. આ મને બદનામ કરવાનું કાવતરુ છે.

વર્ષા રાણપરાનું ઉદ્ધતાઈભર્યુ વર્તન
ઉલ્લેખનીય છે કે, વર્ષાબેને એક મહિલાએ ફરિયાદ પર ફોન કર્યા બાદ ઉદ્ધતાઈભર્યુ વર્તન કર્યું હતું. તેમણે મહિલા નાગરિકને જણાવ્યું હતુ કે, જા ને હવે, તમારા વિસ્તારમાંથી એક પણ મત નથી મળ્યો, હવે મને ફોન નહીં કરતી. આટલું કહીને ફોન કટ કરી નાખ્યો હતો.

રાજકોટ મનપાની આજે સામાન્ય સભા મળી હતી. જેમાં 16 સભ્યોએ 34 પ્રશ્નો રજૂ કર્યા હતા. લાયબ્રેરીના પ્રશ્નોથી સામાન્ય સભા શરૂ થઈ હતી. વેક્સિનની અછત, ટીપરવાન, છેલ્લા 2 વર્ષનો ખર્ચ, રાત્રિ સફાઈ, બ્રિજના કામની મંજૂરી સહિતના પ્રશ્નોની સભામાં ચર્ચા થઈ હતી. જોકે, મનપાની સામાન્ય સભા શરૂ થાય તે પહેલાં જ વિપક્ષનો વિરોધ સામે આવ્યો હતો. મોંઘવારી મુદ્દે વિપક્ષે બેનરો પહેરી વિરોધ કર્યો હતો. ત્યારે વિજિલન્સ દ્વારા વિપક્ષ પાસેથી બેનરો આંચકી લેવામાં આવ્યા હતા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news