રાજકોટ : ફેંકી દેવાના ભાવ મળતા ખેડૂતોએ સાચે જ શાકભાજી રસ્તા પર ફેંકી દીધી

રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ છ દિવસ બંધ રહ્યા બાદ આજે પુનઃ ધમધમતા થયા હતા અને રાત્રિથી જ ખેડૂતો દ્વારા જણસી ભરેને આવી પહોચ્યા હતા. સવારથી વહનોની કતારો લાગી હતી. પરંતુ છ દિવસ બાદ ખૂલેલા માર્કેટમાં ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે, શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સાવ નાંખી દેવાય તેવા ભાવે મહેનતથી ઉગાડેલી શાકભાજી વેચાઈ હતી. યાર્ડમાં દૂધી 1 રૂપિયે કિલો તથા ટિંડોળા, ગલકાં, કારેલા, ભીંડા, કોબીજ અને રીંગણા સસ્તા ભાવે વેચાયા હતા.
રાજકોટ : ફેંકી દેવાના ભાવ મળતા ખેડૂતોએ સાચે જ શાકભાજી રસ્તા પર ફેંકી દીધી

નવનીત લશ્કરી/રાજકોટ :રાજકોટ સહિતના સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ છ દિવસ બંધ રહ્યા બાદ આજે પુનઃ ધમધમતા થયા હતા અને રાત્રિથી જ ખેડૂતો દ્વારા જણસી ભરેને આવી પહોચ્યા હતા. સવારથી વહનોની કતારો લાગી હતી. પરંતુ છ દિવસ બાદ ખૂલેલા માર્કેટમાં ખેડૂતોને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે, શાકભાજીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. સાવ નાંખી દેવાય તેવા ભાવે મહેનતથી ઉગાડેલી શાકભાજી વેચાઈ હતી. યાર્ડમાં દૂધી 1 રૂપિયે કિલો તથા ટિંડોળા, ગલકાં, કારેલા, ભીંડા, કોબીજ અને રીંગણા સસ્તા ભાવે વેચાયા હતા.

જન્માષ્ટમીનો તહેવાર હોવાથી પાંચ દિવસથી માર્કેટ યાર્ડ બંધ હતા. જે ખુલતાની સાથે શાકભાજીની ધૂમ આવક થવા સાથે તેના ભાવમાં પણ કડાકો બોલાયો છે. આજે રાજકોટ યાર્ડમાં દૂધી રૂપિયા 1 થી 3 ના કિલોના ભાવે વેચાયા. તો કોબીજ, ભીંડા, ટીંડોળા, કારેલા, ગલકા, લીલી મકાઈ વગેરે પ્રતિ 20 રૂપિયા કિલોથી 100 રૂપિયાથી નીચા ભાવે વેચાયા હતા. એકંદરે શાકભાજી ૩થી ૮ રૂપિયાના કિલોના લેખે સોદા થયા હતા. જો કે શાકભાજી જ્યારે ફેરિયા દ્વારા માર્કેટમાં પહોંચે ત્યારે તે અનેકગણા ભાવ કરી દેતા હોય છે. 

રીંગણા - 1 થી 2 રૂપિયા કિલો
દૂધી - 2 રૂપિયા કિલો
ગવાર - 5 થી 7 રૂપિયા કિલો
કારેલા - 1 રૂપિયા કિલો
મરચા - 2 થી 5 રૂપિયા કિલો
ફ્લાવર - 10 થી 30 રૂપિયા કિલો

શાકભાજીના ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા રોષ જોવા મળ્યો હતો. જેથી જૂના માર્કેટ યાર્ડમાં ખેડૂતોને ઓછો ભાવ મળતા શાકભાજી ફેંકી દેવી પડે તેવી સ્થિતિ સામે આવી હતી. જૂના માર્કેટ યાર્ડમાં ખેડૂતોએ શાકભાજી રસ્તા પર ફેંકી દીધા હતા. એક તરફ શાકભાજીની પુષ્કળ આવક થઈ છે, તો બીજી તરફ તેની સામે ખેડૂતોને પૂરતો ભાવ નથી મળી રહ્યો. શાકભાજી 1 થી 2 રૂપિયે પ્રતિ કિલો વેચાતા હોવાથી ખેડૂતોમાં ભારોભાર રોષ છે.

ઉલ્લેખનીય છે કે, ખેડૂતોને શાકભાજીના યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે. પરંતુ વાસ્તવિકતા એ છે કે જ્યારે ખેડૂતો પાસેથી 2 કે 4 રૂપિયે 1 કિલોના ભાવે ખરીદેલું શાક જ્યારે શહેરોના માર્કેટમાં આવે છે ત્યારે તેની કિંમત 20 રૂપિયા નું 250 ગ્રામ થઈ જાય છે. શાકના 10 ગણા કરતા પણ વધારે ભાવ વધી જાય છે. શાક ખરીદવા આવનાર ગ્રાહકનું પણ કહેવું છે કે શાકભાજીના ભાવ વધારે છે અને હવે તે મોંઘા બની ગયા છે. જ્યારે વેપારીઓ પણ કહી રહ્યા છે કે તેમને શાક મોંઘું પડી રહ્યું છે. સાથે જ શાકની શૉટેજ છે. પરંતુ વાસ્તવિકતા તો એ છે વચેટિયાઓને ફાયદો થઈ રહ્યો છે. વચેટિયાઓના કારણે ખેડૂતો અને ગ્રાહકોને નુકસાન થઇ રહ્યું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news