પિતાએ પુત્રને કોઇપણ સંજોગોમાં ભણાવવાનું સપનું જોયું, પુત્રએ મેળવ્યા 99.99 PR
રાજકોટ જિલ્લાનું 79.14 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ગત વર્ષે 79.59% હતું. એટલે કે આ વર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામમાં થોડો ઘટાડો થયો છે.
Trending Photos
રક્ષિત પંડ્યા, રાજકોટ: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) ના ધોરણ 12 સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ઉ.બુનિયાદી પ્રવાહી અને સંસ્કૃત માધ્યમનું પરિણામ આજે વહેલી સવારે 5 વાગે બોર્ડની વેબસાઈટ પર પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જીએસઇબીનું પરિણામ 76.29 ટકા પરિણામ જાહેર થયું છે.
3.71 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જેમાંથી 2.83 લાખ વિદ્યાર્થીઓ પાસ થયા છે. ત્યારે રાજકોટ જિલ્લાનું 79.14 ટકા પરિણામ આવ્યું છે. જ્યારે ગત વર્ષે 79.59% હતું. એટલે કે આ વર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામમાં થોડો ઘટાડો થયો છે.
જેમા A1 ગ્રેડમાં 108 અને A2 ગ્રેડમાં 1551 વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. સૌરાષ્ટ્રમાં સૌથી વધુ રાજકોટ જિલ્લાનું પરિણામ અને સૌથી ઓછું જુનાગઢ જિલ્લાનું 58.26 ટકા પરિણામ આવ્યું છે. મહત્વનું છે કે ગત વર્ષે રાજકોટ જિલ્લાનું પરિણામ 79.59 ટકા આવ્યું હતું.
રાજકોટના પ્રતિક ચૌહાણે 99.99 PR મેળવ્યા છે. પ્રતિક ચૌહાણાના પિતા વાહનોમાં સીટ કવર નાંખી મજૂરી કામ કરે છે. પ્રતિકના પિતાનું સપનું પ્રતિકના પિતાનું સ્વપ્ન હતું કે કોઇ પણ સંજોગોમાં પુત્રને સારો અભ્યાસ કરાવવો છે.
પ્રતિકે સ્ટેટ વિષયમાં 100માંથી 99 અને એકાઉન્ટમાં 100માંથી 99 માર્ક મેળવ્યા છે. ધોરણ 10માં 82 ટકા આવ્યા બાદ પ્રતિક રૂમ બંધ કરી રડતો હતો. પ્રતિક રોજ પાંચથી સાત કલાક વાંચન કરતો હતો. તેને CA બનવાનું સપનું છે.
જ્યારે રાજકોટના દીપ હિંગરાજીયાએ 99.98 PR પ્રાપ્ત કર્યા છે. દીપના પિતાનું સપનું છે કે મારે ભલે રીક્ષા ચલાવવી પડે પણ મારા દિકરાને ઉચ્ચ અભ્યાસ કરાવવો છે. દીપએ સ્ટેટ વિષયમાં 100માંથી 100 અને એકાઉન્ટમાં 100માંથી 94 માર્ક પ્રાપ્ત કર્યા છે. જ્યારે રાજકોટમાં વાહનોમાં સીટ કવર નાંખી મજૂરી કરનારના પુત્રએ 99.99 PR મેળવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે