હરભજન સિંહે કહ્યુ- 2008ની સિરીઝમાં ખુદને અમ્પાયર સમજી રહ્યો હતો પોન્ટિંગ
ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે 2008માં રમાયેલી સિડની ટેસ્ટ (Sydney Test) ઘણા કારણોથી વિવાદોમાં રહી હતી. મેદાન પર જ્યાં અમ્પાયરિંગની ભૂલ, ખેલાડીઓ વચ્ચે બોલાચાલી જોવા મળી હતી, પરંતુ સૌથી મોટો વિવાદ મંકીગેટ (monkeygate scandal 2008) હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ભારત અને ઓસ્ટ્રેલિયા (IND vs AUS) વચ્ચે 2008માં રમાયેલી સિડની ટેસ્ટ (Sydney Test) ઘણા કારણોથી વિવાદોમાં રહી હતી. મેદાન પર જ્યાં અમ્પાયરિંગની ભૂલ, ખેલાડીઓ વચ્ચે બોલાચાલી જોવા મળી હતી, પરંતુ સૌથી મોટો વિવાદ મંકીગેટ (monkeygate scandal 2008) હતો, જેમાં ભારતીય ઓફ સ્પિનર હરભજન સિંહ (harbhajan singh) અને ઓસ્ટ્રેલિયાના એંડ્રયૂ સાઇમન્ડ્સ (andrew symonds) સામેલ હતા. તે મેચને યાદ કરતા હરભજન સિંહે કહ્યુ કે, તત્કાલીન ઓસ્ટ્રેલિયન કેપ્ટન રિકી પોન્ટિંગ ખુદ અમ્પાયરની જેમ વ્યવહાર કરી રહ્યો હતો.
હરભજને ભારતીય ટેસ્ટ ટીમના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન આકાશ ચોપડાના યૂટ્યૂબ શો આકાશવાણી પર કહ્યુ, જ્યારે હું 2008 સિડની ટેસ્ટની વાત કરુ છું તો મને લાગે છે કે પોન્ટિંગ ખુદ અમ્પાયર બની ગયો હતો. તે કેચ પકડવાનો દાવો કરી રહ્યો હતો અને ખુદ નિર્ણય આપી રહ્યો હતો.
હરભજને કહ્યુ, ઓસ્ટ્રેલિયન કહે છે કે જે મેદાન પર થયું તેને મેદાન પર છોડી દેવું જોઈએ, પરંતુ જે વિવાદ મારા અને સાઇમન્ડ્સ વચ્ચે થયો, તે મેદાન બહાર ચાલ્યો ગયો હતો. ઓસ્ટ્રેલિયાએ તે મેચમાં ભારતને છેલ્લા દિવસે 122 રનથી પરાજય આપ્યો હતો. તે મેચમાં પાંચ સદી બની હતી. સાઇમન્ડ્સે તે મેચમાં અણનમ 162 રન બનાવ્યા હતા.
ધોનીના કોચે જણાવ્યુ- સુશાંત કઈ રીતે શીખ્યો હતો માહીનો 'હેલિકોપ્ટર શોટ'
હરભજને કહ્યુ, હું અને સાઇમન્ડ્સ એકબીજાની ખુબ નજીક હતા અને અમારી પાસે સચિન તેંડુલકર હતા. જ્યારે સૂનાવણી શરૂ થઈ તો મેથ્યૂ હેડન, એડમ ગિલક્રિસ્ટ, માઇકલ ક્લાર્ક અને રિકી પોન્ટિંગ ચારેયે કહ્યુ કે, અમે ભજ્જીને સાઇમન્ડ્સને કંઇ કહેતા સાંભળ્યો છે.
તેણે કહ્યુ, હું વિચારી રહ્યો હતો કે તમે લોકો તો પાસે નહતા, જ્યાં સુધી કે સચિન પણ જાણતો નહતો કે શું થયું છે. માત્ર હું અને સાઇમન્ડ્સ જાણતા હતા કે શું થયું છે. ઓફ સ્પિનરે કહ્યુ, હું વિવાદોમાં ફસાયો સુનાવણી થઈ અને હું ખુબ ડરેલો હતો કે મારી સાથે શું થઈ રહ્યુ છે. ઓસ્ટ્રેલિયન મીડિયાએ મને માઇકલ જેક્સન બનાવી દીધો હો. મારી પાછળ હંમેશા કેમેરો રહેતો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે