ભેળસેળિયો દારૂ : રાજકોટના આ બુટલેગરનું પરાક્રમ સાંભળીને તમે દારૂ પીવાનું છોડી દેશો

Rajkot News : રાજકોટના રામાપીર ચોકડી પાસેના ધર્મનગર-૨ માં આવેલા બે માળના મકાનમાં દારૂની ફેક્ટરી ચાલતી હોવાની પોલીસને બાતમી મળી હતી. ક્રાઇમ બ્રાંચને મળતા સ્થળ પર જઇ તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઊઠી 
 

ભેળસેળિયો દારૂ : રાજકોટના આ બુટલેગરનું પરાક્રમ સાંભળીને તમે દારૂ પીવાનું છોડી દેશો

Bootlegar In Rajkot દિવ્યેશ જોશી/રાજકોટ : અત્યાર સુધી તમે સાંભળ્યું હશે ખાણીપીણીના ધંધાર્થીઓ વધુ રૂપિયા કમાવવાની લાલચે ભેળસેળ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા હોય છે ત્યારે બુટલેગર પણ કેમ પાછળ રહે. રાજકોટના શાતિર બુટલેગર કે જે હલકી કક્ષાના દારૂને પ્રીમિયમ બોટલમાં ભરીને વેચતા હતા. ત્યારે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે બે દિવસ પૂર્વે દરોડા પાડી આ ભેળસેળિયા બે બુટલેગરને ઝડપી પાડ્યા હતા. જ્યારે હજી એકને પકડવાનો બાકી છે. આ ભેળસેળિયા બુટલેગરનો દારૂ વેચવાનો કીમિયો જાણી તમે પણ દંગ રહી જશો. આ બુટલેગર ક્યાંથી નબળી કક્ષાનો દારૂ લાવતો હતો અને તે પ્રીમિયમ બોટલોમાં ભરી રાજકોટમાં કેવી રીતે તેનું વેચાણ કરતો હતો. 

હલકી ગુણવત્તાનો કે જે પીવા લાયક ના હોય તેવો દારૂ અલગ-અલગ પ્રીમિયમ બોટલમાં ભરીને વેચાતો
ઈલેક્ટ્રીક વોલ્ટેજના પેનલના બોક્સમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી
હલકી કક્ષાનો દારૂ સેલવાસથી મંગાવવામાં આવતો હતો 
બોટલમાં લગાવવા માટેના પ્રીમિયમ સ્ટીકર સુરતના વેપારી પાસેથી મંગાવવામાં આવતા ​ 

રાજકોટના રામાપીર ચોકડી પાસેના ધર્મનગર-૨ માં આવેલા બે માળના મકાનમાં દારૂની ફેક્ટરી ચાલતી હોવાની પોલીસને બાતમી મળી હતી. ક્રાઇમ બ્રાંચને મળતા સ્થળ પર જઇ તપાસ કરતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. પોલીસને સ્થળ પરથી ૮૮ બોટલ દારૂ અને બે લિટર પ્રવાહી મળી આવ્યું હતું. દારૂ અને પ્રવાહી મિશ્રિત કરી ખાલી બોટલમાં દારૂ ભરવામાં આવતો હતો અને તેમાં અલગ અલગ બ્રાંડના સ્ટિકર લગાવી બ્રાન્ડેડ દારૂના નામે તેનું વેચાણ થતું હતું. દારૂ અને તેને બનાવવાના મિશ્રણ ઉપરાંત સ્થળ પરથી પોલીસે ઇલેક્ટ્રિક વોલ્ટેજ પેનલની પેટીના ૫૬ બોક્સ સહિત રૂ.૧.૮૫લાખનો મુદ્દામાલ જપ્ત કરી સ્થળ પર હાજર કિશન પાટડિયા (ઉ.વ.26) અને તૌફિક મહેબૂબ બુખારી (ઉ.વ.22)ની ધરપકડ કરી હતી. અને આ બન્ને એ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે હલકી કક્ષાનો દારૂ અને તેમાં પાણી મિક્સ કરી તેના પર સ્ટીકર લગાવી તેને પ્રીમિયમ બોટલ તરીકે છેલા બે મહિનાથી વેચતા હતા. 

રાજકોટનો વતની અને હાલમાં સેલવાસ સ્થાયી થયેલા હસીમ હનિફ પરમારે દારૂની ફેક્ટરી ચાલુ કરી હતી, હસીમ સેલવાસથી ઇલેક્ટ્રિક વોલ્ટેજ પેનલના બોક્સમાં દારૂની બોટલ ઉપરાંત ખાલી બોટલ, સ્ટિકર સહિતનો માલસામાન ટ્રાન્સપોર્ટ મારફત મોકલતો હતો, બોક્સની સાથે ખોટા બિલ, ખોટા સરનામાનો ઉપયોગ થતો હતો બસ મારફતે ઈલેક્ટ્રીક વોલ્ટેજના પેનલ બોક્સમાં દારૂની હેરાફેરી કરવામાં આવતી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ પણ વ્યક્તિને ખ્યાલ પણ ન આવે કે ઈલેક્ટ્રીક બોક્સમાં દારૂની હેરાફેરી થઈ રહી છે.

આરોપી કિશન પાટડીયા અને તોફીક બુખારીએ પોલીસ સમક્ષ કબુલાત આપી હતી કે, પોતે આ ફેક્ટરીમાં દારૂ મિશ્રિત કરવાનું કામ કરતા હતા. અગાઉ રાજકોટના કોઠારિયા રોડ વિસ્તારમાં અને હાલમાં વાપી-સેલવાસ રહેતા હસીમ પરમારે આ મકાન ભાડે રાખ્યું હતું અને હસીમ સેલવાસથી ટ્રાન્સપોર્ટમાં લોખંડની ઇલેક્ટ્રિક વોલ્ટેજ પેનલના બોક્સમાં દારૂ મોકલતો હતો અને તે દારૂ અહીં આવ્યા બાદ તેમાં પ્રવાહી મિશ્રિત કરવામાં આવતું હતું. હસીમ જ દારૂની સાથે ખાલી બોટલ, દારૂની અલગ અલગ બ્રાંડના સ્ટિકર સહિતનો મુદ્દામાલ મોકલતો હતો. હસીમને પકડી લેવા પોલીસે વિવિધ દિશામાં ટીમ દોડાવી છે, હસીમ હાથ આવ્યા બાદ મિશ્રિત દારૂને બ્રાંડેડ બનાવી તેને વેચવાના નેટવર્કનો પર્દાફાશ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news