રાજકોટ સિવિલનું વિચિત્ર ફરમાન : લીલા નારિયેળ લઈને વોર્ડમાં આવવુ નહિ

દર્દી બીમાર પડે તો ડોક્ટર સૌથી પહેલા ફ્રુટ ખાવાની સલાહ આપે છે. તેમાં પણ લીલા નારિયેળ પીવાની ખાસ સલાહ આપે છે. પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કરાયેલા એક અજીબોગરીબ નિર્ણયથી દર્દીઓનું નારિયેળ પાણી પીવાનું બંધ થયુ છે. રાજકોટ સિવિલમાં લીલા નારિયેળ પર પ્રતિબંધ મૂકાયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બહાર બોર્ડ લગાવાયુ છે કે, ‘લીલા નારિયેળ અંદર લાવવા નહીં’. જો લીલા નારિયેળ અંદર લઈ જવાય તો નર્સિંગ સ્ટાફ અથવા તો સુરક્ષા કર્મીઓ અટકાવશે પણ ખરા. 

રાજકોટ સિવિલનું વિચિત્ર ફરમાન : લીલા નારિયેળ લઈને વોર્ડમાં આવવુ નહિ

ઝી મીડિયા/બ્યૂરો :દર્દી બીમાર પડે તો ડોક્ટર સૌથી પહેલા ફ્રુટ ખાવાની સલાહ આપે છે. તેમાં પણ લીલા નારિયેળ પીવાની ખાસ સલાહ આપે છે. પરંતુ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં કરાયેલા એક અજીબોગરીબ નિર્ણયથી દર્દીઓનું નારિયેળ પાણી પીવાનું બંધ થયુ છે. રાજકોટ સિવિલમાં લીલા નારિયેળ પર પ્રતિબંધ મૂકાયો છે. રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરની બહાર બોર્ડ લગાવાયુ છે કે, ‘લીલા નારિયેળ અંદર લાવવા નહીં’. જો લીલા નારિયેળ અંદર લઈ જવાય તો નર્સિંગ સ્ટાફ અથવા તો સુરક્ષા કર્મીઓ અટકાવશે પણ ખરા. 

રાજકોટ સિવિલની બહાર લગાવાયેલા આ બોર્ડ પાછળ પણ સત્તાધીશો વિચિત્ર કારણ આપી રહ્યાં છે. આ વિશે સિવિલ હોસ્પિટલના સત્તાધીશોએ કારણ આપ્યું કે, નારિયેળ હેલ્ધી છે પણ હેવી વસ્તુ છે, વોર્ડમાં કોઇની ઉપર પડે, કોઇ ફેંકે તો ઈજા થઈ શકે. આ કારણે દર્દીઓની સુરક્ષાને ધ્યાને લઈને લીલા નારિયેળ ન લઈ જવા કહેવાયું છે.

હવેથી રાજકોટ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં જે દર્દી લીલા નારિયેળ લઈને અંદર જાય છે તો તેને અટકાવવામાં આવે છે. આવામાં દર્દી બિચારા અટવાયા છે. સ્વજનો સત્તાધીશોના આ નિર્ણય પર સવાલો કરી રહ્યાં છે. શુ હવે દર્દીઓને નારિયેળ પીવા પર પણ પ્રતિબંધ મૂકવાનો. અધિકારીઓનું એમ પણ કહેવુ છે કે, લીલા નારિયેળ કોઈ બીજા પર ફેંકીને મારી પણ શકે છે. દર્દીઓ માટે નારિયેળ ન લઈ આવુ કારણ ધરી દેવુ એ મૂર્ખામીભરી વાત છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news