રાજકોટ: ક્યાં ખબર હતી કે બીજા લગ્ન બનશે મોતનું કારણ, 48 કલાકમાં લગ્ન જીવનનો અંત! જીવ પણ ખોયો

રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નવાગામની ગત રાત્રિ તારીખ 16ના રોજ ગામમાં જ રહેતો કમલેશ ચાવડાની હત્યા કરવામાં આવી હતી. ગત 16 તારીખના રોજ કમલેશ રાત્રે પરિવાર સાથે રાત્રી ભોજન પતાવીને બજારમાં પાન માવો ખાઈને ઘરે આવ્યો હતો.

રાજકોટ: ક્યાં ખબર હતી કે બીજા લગ્ન બનશે મોતનું કારણ, 48 કલાકમાં લગ્ન જીવનનો અંત! જીવ પણ ખોયો

નરેશ ભાલિયા/રાજકોટ: કહેવાય છે કે પ્રેમમાં વ્યક્તિ ગમે તે કરે છે, આવીજ ઘટના રાજકોટ જિલ્લામાં બની કે જ્યાં એક પ્રેમીએ પ્રેમિકાને પામવા માટે પ્રેમિકાના પતિને મોતને ઘાટ ઉતાર્યો છે. પ્રેમિકાને પામવા માટે એક હત્યાને અંજામ આપ્યો છે અને પ્રેમિકાને મળવાનું તો દૂર રહ્યું હાલ પ્રેમીને જેલ મળી છે. આ ઘટના છે રાજકોટ જિલ્લાના જસદણના નવાગામની કે જ્યાં પ્રમિકાને પામવા માટે કે પ્રેમીએ તેના પ્રેમીને મોતને ઘાટ ઉતારીને હત્યાને અંજામ આપ્યો છે, જયારે પ્રેમિકાએ માત્ર 1 દિવસના લગ્ન જીવનનો અંત આવ્યો હતો.

શું છે ઘટના?
રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના નવાગામની ગત રાત્રિ તારીખ 16ના રોજ ગામમાં જ રહેતો કમલેશ ચાવડાની હત્યા કરવામાં આવી હતી. ગત 16 તારીખના રોજ કમલેશ રાત્રે પરિવાર સાથે રાત્રી ભોજન પતાવીને બજારમાં પાન માવો ખાઈને ઘરે આવ્યો હતો અને તે બાદ રાત્રે 10 પછી તે તેના રૂમમાં તેની પત્ની બંને સુવા ચાલ્યા ગયા હતો. તે દરમિયાન તેના મકાનમાં ડેલો ખખડાવતા જતા જ વાડિયાના રહેવાસી એવા યશવંત ઉર્ફે અશ્વિન મહેશભાઈ મકવાણા રાત્રે સાડા અગિયારથી પોણાબાર વાગ્યા આસપાસ ઘૂસી આવ્યો હતો અને છરીથી તેણે કમલેશ ઉપર હુમલો કર્યો હતો. 

જેમાં છરીના 5 જેટલા ઘા માર્યા હતા, એક ઘા છાતીમાં હૃદય પાસે, એક ગાળાના ભાગે, પગમાં એક અલગ અલગ જગ્યાએ ઘા મારતા કમલેશેભાઇએ ચીસો પાડવા માંડ્યા હતા. જેને લઈને તેના ઘરે આવેલ તેના બનેવી અને મહેમાનો અને તેના ભાઈઓ જાગી ગયા હતા, અને દોડી આવ્યા હતા. જેમાં કમલેશ ઉપર કે અજાણીયો વ્યક્તિ છરીથી હુમલો કરતો જોવા મળ્યો હતો. જેમાં કમલેશના ભાઈએ લાકડાનો ડંડો લેતા હુમલો કરનાર યશવંત ઉર્ફે અશ્વિન વળતો હુમલો કરીને નાશી છૂટ્યો હતો. હુમલાખોર યસવંત નાશી છૂટતી વખતે તે તેનું પાકીટ અને છરી ત્યાં મૂકીને નાસી છૂટ્યો હતો. 

શા માટે કરી હત્યા?
મૃતક કમલેશ ચાવડાનું હજી તો 24 કલાક પહેલા એટલે કે 15 ઓગસ્ટના રોજ વાડિયાની રહેવાસી અને તેની જ જ્ઞાતિની છોકરી કોમલબેન લાખાભાઇ પરમાર સાથે લગ્ન થયા હતા અને કમલેશની હત્યા કરનાર યસવંત ઉર્ફે અશ્વિન મકવાણાએ કોમલબેનનો પ્રેમી હતો. જેનાથી કોમલબેને જે કમલેશ સાથે લગ્ન કર્યા તે ન જોવાતા ખાર રાખી તેણે કમલેશ ચાવડાને મોતને ઘાટ ઉતારી દીધો હતો. વાડિયાના રહેવાસી એવા કોમલબેન પરમારને ગામના જ યસવંત ઉર્ફે અશ્વિન સાથે પ્રેમ સબંધ હતો. તે યસવંત ઉર્ફે અશ્વિન સાથે ભાગી ગઈ હતી. હજુ તો થોડા દિવસ પહેલા જ કોમલબેન યસવંતથી છૂટી પડીને તેના પિતાના ઘરે પરત ફરી હતી. કોમલબેન મરનાર કમલેશભાઈના માસીયાઈ ભાઈના સાળી થાય છે અને નજીકના સબંધી છે. અનેક પ્રસંગોમાં અવાર નવાર તેઓ મળતા હતા. મરનાર કમલેશભાઈને કોમલબેન ગમતા હતા, જેને લઈને કમલેશે તેની સાથે બીજા લગ્ન કર્યા હતા, મરનાર કમલેશના આ બીજા લગ્ન હતા, આ પહેલા તેના પ્રથમ લગ્ન થયા હતા અને તેના પ્રથમ લગ્ન પહેલા કમલેશભાઈને એક દીકરી પણ છે. પરંતુ કમલેશભાઈને પ્રથમ લગ્નમાં તેની પત્ની સાથે અણ બનાવ થતા છૂટાછેડા લીધા હતા. તે બાદ તેના બીજા લગ્ન વડીયાના કોમલબેન સાથે થયા હતા. 

માત્ર 48 કલાકમાં જ નવા લગ્ન જીવનનો અંત સાથે જીવ પણ ખોયો
મરનાર કમલેશને ક્યાં ખબર હતી કે તેના બીજા લગ્ન એ તેમના મોતનું કારણ બનશે, કારણ કે કમલેશે કોમલબેન સાથેના બીજા લગ્નના માત્ર 24 કલાકમાં જ જીવ ગુમાવો પડ્યો હતો. કોમલબેન તેને પ્રેમી યસવંત સાથે ભાગીને માત્ર થોડા દિવસોમાં પરત ઘરે આવી ગઈ હતી અને તેના પિતા સાથે રહેતી હતી. કોમલબેનના જેવા બીજા લગ્ન થયા કે તેના પ્રેમી યસવંતથી જોવાણું નહિ અને તે કોમલબેન તેનાથી દૂર જતી રહેશે અને કાયમ માટે કોઈની બને તે સહન ના કરી શક્યો. જેના હિસાબે તેને ગુસ્સો આવ્યો હતો. તેણે વડિયાથી જસદણના નવાગામ આવીને તેની પ્રેમિકાના થયેલ પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

કોણ છે હત્યારો શું છે તેની ઓળખ?
પોતાની પ્રેમિકા કોમલને લઈ જનાર કમલેશ ચાવડાની માત્ર 24 કલાકમાં હત્યા કરનાર યસવંત ઉર્ફે અશ્વિન મકવાણા અમરેલી જિલ્લાના કુંકાવાવ તાલુકાના મોટા વડિયા ગામનો રહેવાસી છે અને તે અહીં મજૂરી કરીને રહે છે, આમ તો તેનો કોઈ જાતનો ગુનાહિત ઇતિહાસ નથી અને તે કોળી સમાજમાંથી આવે છે, પોલીસ દ્વારા આ અશ્વિનની સઘન તપાસ ચાલી રહી છે અને તેના ગુનાહિત ઇતિહાસની માહિતી શોધી રહી છે.

હાલ તો પ્રેમીએ તેની પ્રમિકાને પામવા માટે પ્રેમિકાના પતિની હત્યા કરીને તેની પ્રેમિકાને વિધવા કરી છે, અને પોતે જેલમાં ગયો છે. પ્રેમમા અંધ પ્રેમીને તેના પ્રેમ માટે ના તો તેની પ્રેમિકા મળી કે ના તો પ્રેમ, મળી તો આખી જિંદગીની જેલ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news