પેરોલ જમ્પ કરીને આ આરોપીએ ઢગલાબંધ કારખાના અને શો-રૂમ ફેંદી કાઢ્યાં, પોલીસ ગોથે ચઢી!

નડિયાદ જિલ્લા જેલના છેલ્લા બે વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર આરોપીને ATM ચોરી તથા ઘરફોડ ચોરી સહિતના 15 ગુનાનો ભેદ ઉકેલી રાજકોટ LCB ઝોન 2 પોલીસે ધરપકડ કરી અલગ અલગ દેશની વિદેશી ચલણી નોટો સહીત કુલ 5.71 લાખનો મુદામાલ કબ્જે કરી.

પેરોલ જમ્પ કરીને આ આરોપીએ ઢગલાબંધ કારખાના અને શો-રૂમ ફેંદી કાઢ્યાં, પોલીસ ગોથે ચઢી!

દિવ્યેશ જોશી/રાજકોટ: નડિયાદ જિલ્લા જેલમાં સજા ભોગવી રહેલ આરોપી પેરોલ જમ્પ કરી છેલ્લા બે વર્ષથી ફરાર હતો અને આ સમયગાળા દરમિયાન તેને રાજકોટ શહેરના કેટલાય કારખાના તેમજ શો-રૂમને ટાર્ગેટ કર્યા હતા. જ્યારે રાજકોટ એલસીબીએ આરોપીને પકડી પાડ્યો ત્યારે તેના પાસેથી અલગ અલગ દેશની ચલણી નોટો પણ મળી આવી હતી. તેમજ તેનો ચોરીનો આંક જાણી તમે પણ ચોકી ઉઠશો. તો જાણીએ કે આ આરોપી પેરોલ જમ્પ કરી કેટલી ચોરીને અંજામ આપ્યો છે તેમજ કઈ રીતે ચોરી કરતો હતો??

15થી વધુ ચોરીની ઘટનાને અંજામ આપ્યો.
નડિયાદ જિલ્લા જેલના છેલ્લા બે વર્ષથી પેરોલ જમ્પ કરી ફરાર આરોપીને ATM ચોરી તથા ઘરફોડ ચોરી સહિતના 15 ગુનાનો ભેદ ઉકેલી રાજકોટ LCB ઝોન 2 પોલીસે ધરપકડ કરી અલગ અલગ દેશની વિદેશી ચલણી નોટો સહીત કુલ 5.71 લાખનો મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપી રાત્રી દરમિયાન ડિસમિસ અને ગ્રાઈન્ડર મશીનનો ઉપયોગ કરી શોરૂમ તેમજ ATM ચોરીને અંજામ આપતો હતો. જયારે પોલીસ તપાસમાં આરોપી વિરુધ્ધ અગાઉ 29 જેટલા ગુના નોંધાઇ ચુક્યા હોવાનું સામે આવ્યું છે.

અલગ અલગ દેશની કુલ 5.71 લાખની ચલણી નોટ મળી આવી..
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી શોરૂમ ને ટાર્ગેટ બનાવી ચોરી કરવાની ઘટનામાં સીસીટીવી ફૂટેજના આધારે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. દરમિયાન રાજકોટ શહેર LCB ઝોન 2 ની ટિમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમી મળેલ કે ગોંડલ ચોક પાસે મહિન્દ્રા માર્શલ ટ્રેડિંગ કંપનીના શોરૂમ માં થયેલ 8.79 લાખની ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી અજય જગદીશભાઈ નાયકા (ઉ.વ.32) નહેરુનગર ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ઓરડીમાં ભાડેથી રહે છે.

જેથી તેને ઝડપી પાડી અટકાયત કરી પુછપરછ કરતા તેને કબૂલાત આપી હતી કે તે છેલ્લા બે વર્ષથી નડિયાદ જિલ્લા જેલમાં પેરોલ જમ્પ કરી નાસ્તો ફરે છે અને બે વર્ષ રાજકોટ શહેર જિલ્લામાં 15 ચોરીને અંજામ આપ્યો છે. તેની અટકાયત કરી ઊંડાણ પૂર્વક તપાસ કરતા આરોપી પાસેથી અલગ અલગ દેશની વિદેશી 38 ચલણી નોટ તેમજ ઇન્ડિયન કરન્સી મળી કુલ 5.71 લાખ મળી આવતા કબ્જે કરી હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news