રાજકોટ : Paytmથી ઓનલાઇન ચીટિંગ કરતી ઝારખંડની જમતારા ગેંગનો થયો પર્દાફાશ

ઓનલાઇન ચિટીંગ માટે કુખ્યાત એવા ઝારખંડના જમતારા કનેક્શનનો રાજકોટ રૂરલ એલસીબીએ પર્દાફાશ કર્યો છે. રાજકોટમાં રહેતા એક વેપારી સાથે પેટીએમના નામથી છેતરપિંડી થઇ હતી. જોકે વેપારીની સમયસૂચકતાને કારણે શાપરથી જમતારાના કનેકશનનો પર્દાફાશ થયો છે. 
રાજકોટ : Paytmથી  ઓનલાઇન ચીટિંગ કરતી ઝારખંડની જમતારા ગેંગનો થયો પર્દાફાશ

રક્ષિત પંડ્યા/રાજકોટ :ઓનલાઇન ચિટીંગ માટે કુખ્યાત એવા ઝારખંડના જમતારા કનેક્શનનો રાજકોટ રૂરલ એલસીબીએ પર્દાફાશ કર્યો છે. રાજકોટમાં રહેતા એક વેપારી સાથે પેટીએમના નામથી છેતરપિંડી થઇ હતી. જોકે વેપારીની સમયસૂચકતાને કારણે શાપરથી જમતારાના કનેકશનનો પર્દાફાશ થયો છે. 

રવિવારે ગુજરાતમાં કેસનો આંકડો 14 હજારને પાર, 6412 રિકવર દર્દીઓની સામે કુલ મોત 858 

રાજકોટ પોલીસના સકંજામાં રહેલા આ બંન્ને શખ્સોના નામ છે ડાર્વીન માંકડીયા અને અમીતસીંગ માન. આ બંન્ને શખ્સો ઝારખંડના જમતારા ગેંગ સાથે જોડાયેલા છે અને ગુજરાતમાં ઓનલાઇન છેતરપિંડીનો ગોરખધંધો કરી રહ્યા હતા. રાજકોટના જલારામ સોસાયટીમાં રહેતા નિરવ ઉદેશી નામના વેપારીને એક ફોન આવ્યો હતો, જેમાં પેટીમ (Paytm) નામની એપ્લિકેશનના કેવાયસી અપડેટ કરવા માટે ફોન આવ્યો હતો અને એક એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનું કહ્યુ હતુ. નિરવભાઇએ આ એપ્લિકેશન ઈન્સ્ટોલ કરતાની સાથે જ તેના એકાઉન્ટમાં રહેતા 5 હજાર રૂપિયા ઉપડી ગયા હતા. જોકે જ્યારે આ રૂપિયાથી પેટીએમ મારફતે મોબાઇલ રિચાર્જ અને વીજ બીલ ભરવામાં આવ્યુ હતુ. જે મોબાઇલ રિચાર્જ કરવામાં આવ્યુ હતુ તે
શાપરની પટેલ ટેલિકોમ નામની કંપની દ્વારા કરવામાં આવ્યુ, જેના આધારે નિરવભાઇએ પોલીસનો સંપર્ક કર્યો અને ડાર્વીન માંકડિયા નામના શખ્સને પોલીસે ઝડપી પાડ્યો. પોલીસની કબૂલાતમાં ડાર્વીને જામનગર રહેતા તેના સાગરિત અમીતસિંગ માનનું નામ કબૂલાત આપી હતી. જેના આધારે પોલીસે તેને પણ પકડી પાડ્યો હતો.

કેવી છે મોડસ ઓપરેન્ડી..?

પોલીસના કહેવા પ્રમાણે ડાર્વીન માંકડિયા જામનગર રહેતા અમીતસિંગ નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતો અને અમીતસિંગ ઝારખંડના જમતારા રહેતા ઋષિ નામના શખ્સ માટે કામ કરતો હોવાની કબૂલાત આપી છે. અમીતસિંગના કહેવા પ્રમાણે આખો વહીવટ વોટ્સઅપના માઘ્યમથી થાય છે. એક ચોક્કસ ડેટાના આધારે જમતારા રહેતો ઋષિ નામનો શખ્સ અલગ અલગ ફોન કરીને તેના ઓટીપી લઇને અથવા તો એપ્લિકેશનના આધારે માહિતી લઇને રૂપિયા લે છે. બાદમાં આ રૂપિયા મોબાઇલ બિલ, ઇલેકટ્રીક બિલ, ઓનલાઇન ખરીદી જેવી વસ્તુઓ માટે વાપરવામાં આવે છે. પોલીસની કબૂલાતમાં મોબાઇલ બિલ માટે શાપરના ઘંઘાર્થીને 8 ટકા, જ્યારે જામનગરના શખ્સને 10 ટકા કમિશન મળતુ હતું. જ્યારે બાકીની રમક ઋષિ નામનાવ્યક્તિના ખાતામાં જમા કરાવવામાં આવતી હતી.

આ શખ્સો દર મહિને લાખો રૂપિયાનું ચીટીંગ કરતા હોવાનું સામે આવ્યુ છે. એટલુ જ નહિ આ ગેંગ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં હજુ પણ કાર્યરત છે. હાલ તો પોલીસે આ બંન્ને શખ્સોની ધરપકડ કરીને ઝારખંડ ખાતે તપાસ શરૂ કરી છે. જ્યારે આ શખ્સોએ હજુ કેટલા લોકોને શિકાર બનાવ્યા છે તે દિશામાં પણ તપાસ તેજ કરી છે. પોલીસે આ મોડસ ઓપરેન્ડીથી કોઇ વ્યક્તિઓ ભોગ બન્યા હોય તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news