રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ.....
રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ જેવી સ્થિત ઉભી થઈ છે. રાજકોટ જિલ્લા બેંક ચૂંટણીમાં બેંકની 17 બેઠકમાંથી 15 બેઠકની ચૂંટણી બિનહરીફ થશે. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની પેનલ આજે ફોર્મ ભરવા જશે. વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરજાદા પણ ફોર્મ ભરશે. રાજકોટ તાલુકાની બેઠકમાં વિજય સખીયા અને ડી.કે સખીયા વચ્ચેની ખેંચતાણમાં શૈલેષ ગંઢીયા પર પસંદગી ઉતારવામાં આવી છે. શહેરની બેઠક પર અરવિંદ તાળા સામે યજ્ઞેશ જોશીએ ફોર્મ ભર્યું છે. તો જામકંડોરણા બેઠક પરથી લલિત રાદડિયા અને ઈતર બેઠક પરથી જયેશ રાદડિયા ફોર્મ ભરશે. જયેશ રાદડિયાની પેનલના ઉમેદવાર આજે 11.30 કલાકે ફોર્મ ભરશે.
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :રાજકોટ જિલ્લા સહકારી બેંકની ચુંટણીમાં ભાજપ-કોંગ્રેસ ભાઈ ભાઈ જેવી સ્થિત ઉભી થઈ છે. રાજકોટ જિલ્લા બેંક ચૂંટણીમાં બેંકની 17 બેઠકમાંથી 15 બેઠકની ચૂંટણી બિનહરીફ થશે. કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાની પેનલ આજે ફોર્મ ભરવા જશે. વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પીરજાદા પણ ફોર્મ ભરશે. રાજકોટ તાલુકાની બેઠકમાં વિજય સખીયા અને ડી.કે સખીયા વચ્ચેની ખેંચતાણમાં શૈલેષ ગંઢીયા પર પસંદગી ઉતારવામાં આવી છે. શહેરની બેઠક પર અરવિંદ તાળા સામે યજ્ઞેશ જોશીએ ફોર્મ ભર્યું છે. તો જામકંડોરણા બેઠક પરથી લલિત રાદડિયા અને ઈતર બેઠક પરથી જયેશ રાદડિયા ફોર્મ ભરશે. જયેશ રાદડિયાની પેનલના ઉમેદવાર આજે 11.30 કલાકે ફોર્મ ભરશે.
એક સમયના સ્ટાર ક્રિકેટર વડોદરાના ઈમરાન શેખ લારી ચલાવવા મજબૂર બન્યા
રાજકોટ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેંકની ચૂંટણીની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી. 26 જુલાઇના રોજ 17 બેઠક માટે મતદાન યોજાશે. હાલમાં ચૂંટાયેલી બોડીની મુદત પૂરી થઇ હતી, પરંતુ કોરોના મહામારી કારણે મુદતમાં વધારો કરાયો હતો. હાલમાં બેંકના ચેરમેન કેબિનેટ મંત્રી જયેશ રાદડિયા છે. બેંકના ડિરેકટર મગનભાઇ ઘોણીયા સાથે ખાસ વાતચીતમાં તેઓએ જણાવ્યું હતું કે, મોટાભાગની બેઠક બિનહરીફ થશે. ખેડૂત વિભાગની મોટા ભાગની બેઠક બિનહરીફ થશે. જ્યારે સહકારી વિભાગ બેઠક પર ચૂંટણી થાય તેવી શકયતા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે