આ તે કેવી કામગીરી! રાજકોટ પોલીસે લોકોની સુવિધા વધારવાની બદલે કર્યું બુદ્ધિનું પ્રદર્શન
રાજકોટ પોલીસે અમદાવાદ અને સુરત પોલીસ પાસેથી બૌદ્ધ પાઠ લેવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે. ચાર રસ્તા પર ગરમીમાં સિગ્નલ ઉપર ઉભા રહેતા લોકોએ કહ્યું હતું કે, ગરમી તો ચારેય સાઈડ પર સિગ્નલમાં ઉભા રહેતા વાહન ચાલકોને લાગે છે પણ તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગે છે.
Trending Photos
ગૌરવ દવે/રાજકોટ: રાજકોટમાં હિટવેવને કારણે ટ્રાફિક સિગ્નલો પર લૂ લાગી જવાની ઘટનાઓ સામે આવતી હોય છે. જોકે રાજકોટ પોલીસે લોકોની સુવિધા વધારવાની બદલે બુદ્ધિનું પ્રદર્શન કર્યું છે. જિલ્લા પંચાયત ચોકમાં ચાર રસ્તા પર મંડપ નાખવાને બદલે માત્ર એક તરફ જ મંડપ નાંખી સંતોષ માની લીધો છે. જોકે પોલીસ કમિશ્નર કચેરી સામે હોવાથી ક્યાંય ટ્રાફિક પોલીસ માત્ર દેખાવ પૂરતી જ કામ કરતી હોય તેવું લાગી રહ્યું છે.
રાજકોટ પોલીસે અમદાવાદ અને સુરત પોલીસ પાસેથી બૌદ્ધ પાઠ લેવાની જરૂર હોય તેવું લાગી રહ્યું છે. ચાર રસ્તા પર ગરમીમાં સિગ્નલ ઉપર ઉભા રહેતા લોકોએ કહ્યું હતું કે, ગરમી તો ચારેય સાઈડ પર સિગ્નલમાં ઉભા રહેતા વાહન ચાલકોને લાગે છે પણ તંત્ર ભૂલી ગયું હોય તેવું લાગે છે. માત્ર કામગીરી દેખાડવા જ પોલીસ તંત્રએ મંડપ નાખ્યા હોઈ તેવું પણ લોકો માની રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાઈ રહ્યું છે. ત્યારે પોલીસે જો ખરા અર્થમાં કોઈ વ્યવસ્થા કરવી હોય તો બપોરે 1 થી સાંજે 4 સુધી ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેતા લોકોને પાણી વિતરણ અથવા તો છાસ વિતરણ કરવું જોઈએ. જેને બદલે માત્ર એક જ રસ્તા પણ દેખાવ પૂરતી કામગીરી કરી પોલીસે બુદ્ધિનું પ્રદર્શન ન કરવું જોઈએ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે