રાજકોટમાં બનેલી આ ઘટના તે વાતનું ઉત્તમ ઉદાહરણ...! અસામાજિક તત્વોએ પોલીસ સાથે કર્યું અભદ્ર વર્તન
આમ જનતાને તકલીફ ન પડે એટલા માટે પોલીસ દ્વારા જાહેરનામાઓ બહાર પાડવામાં આવતા હોય છે. જોકે કેટલાક શખ્સો માટે જાહેરનામાનો ઉલાળીયો કરવો તે જ તેમનો શોખ હોય તેમ અવારનવાર જાહેરનામાનો ભંગ કરતા હોય છે.
Trending Photos
દિવ્યેશ જોશી/રાજકોટ: જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરવી મોંઘી પડી છે. ગઈકાલે શહેરના સ્વામિનારાયણ ચોક વિસ્તારમાં કેટલાક શખ્સો જાહેરમાં કાર ઊભી રાખી જન્મદિવસની ઉજવણી કરતા હતા. આ જાહેરનામાનો ભંગ થયાની જાણ પોલીસને થતાં પોલીસ ઘટના સ્થળે ગઈ હતી. જોકે આ સમયે પોલીસ સાથે પણ ઘર્ષણ થયું હતું.
આમ જનતાને તકલીફ ન પડે એટલા માટે પોલીસ દ્વારા જાહેરનામાઓ બહાર પાડવામાં આવતા હોય છે. જોકે કેટલાક શખ્સો માટે જાહેરનામાનો ઉલાળીયો કરવો તે જ તેમનો શોખ હોય તેમ અવારનવાર જાહેરનામાનો ભંગ કરતા હોય છે. ત્યારે રાજકોટમાં ગઈકાલે રાત્રે કેટલાક નબીરાઓ શહેરના સ્વામિનારાયણ ચોક પાસે જાહેરમાં કાર પાર્ક કરી કારના બોનેટ પર કેક રાખી સેલિબ્રેશન કરી રહ્યા હતા. આ સમયે કોઈએ પોલીસને જાણ કરી હતી. પોલીસની પીસીઆર વાન સ્વામિનારાયણ ચોક ખાતે પહોંચી હતી અને જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી રહેલા શખ્સોને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આ સમયે કેટલાક શખ્સોએ પોલીસ સાથે અભદ્ર વર્તન કર્યું હતું. જેથી પોલીસે તેમને અટકાયત કરી હતી. જો કે આ સમયે ઘર્ષણ થયું હતું ત્યારે પોલીસે આ ગુનામાં બે મહિલા સહિત કુલ 9 શકસો સામે ફરિયાદ દાખલ કરી છે.
રાજકોટ સ્વામિનારાયણ ચોક ખાતે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરતા યુવાનોની સાથે પોલીસને ઘર્ષણ થયું હતું. આ અંગે રાજકોટ એસીપીએ જણાવ્યું હતું કે, વિશાલ જોશી નામના જન્મદિવસ હતો. તેઓ જાહેરમાં નિયમોનો ઉલડીયો કરી જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. આ ગુનામાં બે મહિલા આરોપીની પણ પોલીસે અટકાયત કરી છે. મીતાબેન જોશી અને નયનાબેન જોશી નામની બે મહિલા આરોપીની પણ પોલીસે અટકાયત કરી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે જ્યારે માલવયા પોલીસ સ્ટાફ આરોપીને ઝડપવાના પ્રયાસો હતા, એ સમયે આ બે મહિલા આરોપીઓ વચ્ચે પડી હતી અને આરોપીને ભગાડવામાં મદદ કરી હતી.
પોલીસે વિશાલ જોશી, નયનાબેન જોશી, મિતાલીબેન જોશી, દર્શન નિલેશભાઈ ભટ્ટ, કિરીટ ઉર્ફે કિરો પીઠડીયા, વિનય ભટ્ટ,ગોપાલ બોળીયા, પ્રતીક માંલમ સહીત સકસો સામે ગુનો નોંધ્યો છે. હાલ ચાર આરોપીની પોલીસે અટકાયત કરી છે જ્યારે અન્ય ફરાર આરોપીને ઝડપવા તજવી હાથ ધરી છે. પોલીસે કેટલીક લક્ઝરીયસ કારને પણ કબજામાં લીધી છે. આરોપી વિશાલ એ અગાઉ પણ 10 જેટલા ગુનામાં સંડોવાયેલો છે. પોલીસે આરોપીઓને કાયદાનું ભાન કરાવવા રી-કન્ટ્રક્શન પણ કર્યું હતું. ઘટના સ્થળ પર લઈ જવાય અને સમગ્ર ઘટનાનું પુનરાવર્તન કરાયું હતું.
જન્મદિવસ એ દરેક વ્યક્તિ માટે ખાસ દિવસ હોય છે દરેક લોકો પોતાના અંદાજમાં અલગ અલગ રીતે જન્મ દિવસની ઉજવણી પણ કરતા હોય છે. આ ઉજવણી દરમિયાન જો નિયમોની ઉલ્લંઘન થાય તો જેલના સળિયા પણ ગણવા પડતા હોય છે. રાજકોટમાં બનેલી આ ઘટના તે વાતનું ઉત્તમ ઉદાહરણ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે