ચીન વિરુધ ઉદ્યોગ સ્ટ્રાઈક કરવા રાજકોટના ઉદ્યોગપતિઓ તૈયાર
Trending Photos
રક્ષિત પંડ્યા/રાજકોટ :ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ સરહદી વિવાદ બાદ આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લદ્દાખ પહોંચ્યા હતા. તો બીજી તરફ રાજકોટમાં અલગ અલગ 11 ઉદ્યોગોના 50 થી વધુ એસોસિએશનના હોદેદારો સાથે મળીને ચીન વિરુધ ઉદ્યોગ સ્ટ્રાઈક કરવા કેવી રીતે કરવી તે અંગે બેઠક મળી હતી.
રાજકોટ : કપાસની ખરીદી બંધ કરતા આગેવાનોએ રસ્તા પર કપાસ ઉડાવી વિરોધ કર્યો
રાજકોટ એન્જિનિયરીંગ એસોસિએશન હોલ ખાતે રાજકોટ એન્જિનિયરિંગ એસોસિયેશન, શાપર–વેરાવળ એસોસિયેશન, રાજકોટ ચેમ્બર, ઉપરાંત કાસ્ટિંગ, ફોર્જિંગ, ડીઝલ એન્જિન અને સ્પેરપાર્ટસ, મશીન ટુલ્સ, કિચનવેર, હાર્ડવેર, એગ્રિકલ્ચર ઈક્વિપમેન્ટ, એર કમ્પ્રેસર એન્ડ સ્પેરપાર્ટસ, સબમર્સિબલ પમ્પ, ઈલેક્ટ્રિક મોટર્સ એન્ડ સ્પેરપાર્ટસ, વાયર એન્ડ કેબલ, જેમ્સ એન્ડ જ્વેલરીના ઉદ્યોગકારો અને વેપારીઓ બેઠકમાં જોડાયા હતાં. તમામ ઉદ્યોગકારો મળી ચાઇનાને આર્થિક રીતે ઔદ્યોગિક ક્ષેત્રે પાછળ ધકેલી શકાય તે અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.
દેશમાં પહેલીવાર લગ્નની વાડીમાં COVID સેન્ટર ઉભું કરાયું, સુરતે કરી બતાવ્યું...
આ સાથે પ્રધાનમંત્રીની આત્મનિર્ભર બનવા માટે પહેલને આગળ ધપાવવા અને ચીનને આર્થિક રીતે પાછળ ધકેલવા સરકારની મદદ પણ માંગી રહ્યા છે. જેમાં સૌથી મોટો પડકાર એન્ટી ડંપિંગ ડ્યુટી અને ઈમ્પોર્ટ ડ્યુટી માટેનો છે. આ અંગે પણ આગેવાનો દ્વારા સરકારને મળી રજુઆત કરવામાં આવશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે