રાજકોટના વિદ્યાર્થીની હિંમતને સો નહિ, પરંતુ એક હજાર સલામ, ડોક્ટરે ના પાડી છતાં પરીક્ષા આપવા પહોંચ્યો
Divyang Student In Board Exam : રાજકોટના આ દિવ્યાંગ બાળકની હિંમત જોઇને તમે દંગ રહી જશો!, હોસ્પિટલમાં એડમિટ હોવા છતાં બોર્ડની પરીક્ષા આપી...
Trending Photos
Divyang Student In Board Exam : તસવીરમાં દેખાઇ રહેલો બાળક જન્મજાતથી જ બિમાર છે. આ માસૂમ SMAની બિમારી એટલે કે ચાલી ન શકે તેવી બિમારીથી પીડાઇ રહ્યો છે. પરંતુ કહેવાય છે કે, મન મક્કમ હોય તો દુનિયાની કોઇ તાકાત તમને હરાવી શકે નહીં. રાજકોટમાં રહેતા આ વિદ્યાર્થીનું નામ દુષ્યંત રાઠોડ છે. દુષ્યંત હોસ્પિટલમાં દાખલ હોવા છતા ધોરણ 10 ની CSC બોર્ડની એક્ઝામ આપવા માટે હોસ્પિટલમાંથી રજા લઇને પહોંચ્યો હતો.
દુષ્યંત રાઠોડ છેલ્લા 1 વર્ષથી ધોરણ 10ની પરીક્ષાની તૈયારી કરે છે. જો કે, છેલ્લા અઠવાડિયાથી તેની હાલત ખરાબ હોવાથી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો છે. ડૉક્ટરે ના પાડી હોવા છતા આ વિદ્યાર્થી આખરે હોસ્પિટલમાંથી રજા લઇને એક્ઝામ આપવા માટે પહોંચ્યો હતો.
આ પણ વાંચો :
દુષ્યંત રાઠોડ નામનો વિદ્યાર્થી જન્મજાત એસ.એમ.એ(ચાલી ન શકે) તે બીમારીથી પીડાઈ રહ્યો છે. ધોરણ 10ની સી.એસ. સી બોર્ડની એક્ઝામ આપવા આ વિદ્યાર્થીઓ હોસ્પિટલમાં દાખલ હોવા છતાં રજા લઈ પરીક્ષા આપવા માટે પહોંચ્યો હતો. તે છેલ્લા એક વર્ષથી ધોરણ 10ની પરીક્ષાની તૈયારી કરી રહ્યો છે. પરંતું છેલ્લા એક સપ્તાહથી તેની હાલત ખરાબ હોવાથી આ બાળક હોસ્પિટલમાં દાખલ છે અને ડોક્ટરે મનાઈ કરી હોવા છતાં પણ પરીક્ષા આપવા માટે આવ્યો હતો. પોતાની મહેનત એળે ન થાય તે માટે તે પરીક્ષા આપવા પહોંચ્યો હતો.
દુષ્યંત ભણવામાં પણ ખૂબ હોશિયાર છે અને શાળાનો રેન્કર પણ છે. દુષ્યંતને જન્મજાત બિમારી હોવા છતા તેમણે ક્યારેય હાર માની નથી. આ બાળક જ્યારે પરીક્ષા આપવા પહોંચ્યો ત્યારે હાજર રહેલા અન્ય વાલીઓએ પણ દુષ્યંતને શુભકામનાઓ પાઠવી હતી. વિદ્યાર્થીનો બુલંદ વિશ્વાસ અન્ય દિવ્યાંગો માટે પ્રેરણારૂપ છે.
આ પણ વાંચો :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે