સાચવજો! ATMમાં ખાસ પ્લેટ ફીટ કરી ગ્રાહકના નાણા ખંખેરતા ગેંગનો પર્દાફાશ, આ રીતે આપતા અંજામ?

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ATM ચોરીનો ભેદ ઉકેલાયો છે. તસ્કરો નવી ટેક્નિકથી ચોરી કરતા હતા. રાજસ્થાની બેલડી પોલીસ સકંજામાં આવી ગઈ છે.

સાચવજો! ATMમાં ખાસ પ્લેટ ફીટ કરી ગ્રાહકના નાણા ખંખેરતા ગેંગનો પર્દાફાશ, આ રીતે આપતા અંજામ?

ગૌરવ દવે/રાજકોટ: રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ATM માંથી થતી ચોરીનો ભેદ ઉકેલી બે શખ્સોની ધરપકડ કરી છે. તસ્કર બેલડી ATM ચોરીને અંજામ આપવા નવી ટેક્નિક અજમાવી હતી. તસ્કરો ATMમાં રૂપિયા ઉપાડવાના બહાને મશીનમાં એક પ્લેટ લગાવી ચોરીને અંજામ આપતા હતા. પોલીસે સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ એનાલિસિસના આધારે રાજસ્થાની બેલડીને ઝડપી પાડી 5 ગુનાના ભેદ ઉકેલી કાર્યવાહી હાથ ધરી છે. પકડાયેલ આરોપીઓએ રાજકોટ ઉપરાંત ભરૂચ,સુરત અને વડોદરા સહીત શહેરોમાં 17 જેટલા ATM ને નિશાન બનાવ્યાની કબૂલાત પોલીસ સમક્ષ આપી છે. 

ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ
રાજકોટ શહેરમાં તાજેતરમાં ATM ચોરી પ્રયાસ તેમજ ATM ચોરીની બનેલી ઘટનામાં સીસીટીવી કેમેરાની મદદથી ક્રાઇમ બ્રાન્ચની ટીમો દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી રહી હતી. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે રાજસ્થાની બેલડી બલવીર ઉર્ફે બીરબલ ચૌહાણ અને દિનેશ ભાટીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી 30,000 રૂપિયા રોકડ તેમજ 3 અલગ અલગ પતરાની પ્લેટ બે મોબાઈલ એક મોટરસાયકલ મળી કુલ 70,000 નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે

કેવી રીતે આપતા ચોરીને અંજામ ?
સીસીટીવી ફુટેજમાં સામે આવ્યા મુજબ પકડાયેલ આરોપીઓ પ્રથમ ATM માં પ્રવેશ કરે છે અને પાસવર્ડ નાખી પ્રથમ તેઓ રૂપિયા ઉપાડે છે દરમિયાન રૂપીયા મશીનમાંથી કાઢતી વખતે તુરંત એ પ્લેટ પકડી રાખી સાથે તેમની પાસે રહેલ પતરાની પ્લેટને અંદર ફિટ કરી દે છે જેના થકી આગળ અન્ય કોઈ વ્યક્તિ ATM માં રૂપિયા ઉપાડવા આવે તો તેમના એકાઉન્ટમાંથી રૂપિયા ઉપડી જાય છે પરંતુ તે મશીનમાં બહાર આવવાના બદલે પ્લેટમાં ફસાયેલ રહે છે અને આ રકમ બાદમાં આરોપીઓ પરત આવી ઉપાડી લેતા હોય છે. 

આરોપીઓએ પોલીસ પુછપરછમાં કબૂલાત
પોલીસ પુછપરછમાં આરોપીઓએ રાજકોટ શહેરમાં 4 તેમજ અંકલેશ્વરમાં મળી કુલ 5 ATM મશીનમાં ચોરી અને ચોરીના પ્રયાસ કર્યા હોવાની નોંધાયેલ ફરિયાદના ભેદ ઉકેલાયા છે જયારે છેલ્લા એક મહિનામાં સુરત, રાજકોટ, વડોદરા, ટંકારા અને વાંકાનેરમાં મળી કુલ 17 ATM માંથી ચોરી અને ચોરીનો પ્રયાસ કરેલ જેમાં ચોરીમાં તેમને 18,800 રકમ ચોરી થયાની કબૂલાત આરોપીઓએ પોલીસ પુછપરછમાં આપી હતી. 

ચોર બેલડી કેટલા ગુનાઓ અંગે કબૂલાત આપે છે તે જોવું રહ્યું?
આ અગાઉ પણ પકડાયેલ આરોપીઓ પૈકી બલવીર ઉર્ફે બીરબલ વિરુધ્ધ 2017માં દુષ્કર્મ અને 2019 માં ટ્રેકટર ચોરી અંગે રાજસ્થાનના અલગ અલગ બે પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાઈ ચુક્યા હોવાનું સામે આવ્યું છે. જયારે ગુનામાં સંડોવાયેલ અન્ય બે આરોપી બહાદુર અને સૂરજ ચૌહાણ નામના ફરાર શખ્સોની શોધખોળ હાથ ધરી છે. પોલીસ તપાસમાં ચોર બેલડી કેટલા ગુનાઓ અંગે કબૂલાત આપે છે તે જોવું રહ્યું
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news