રાજકોટથી સારા સમાચાર : લાંબા સમય બાદ સિવિલ હોસ્પિટલમાં બેડ ખાલી જોવા મળ્યા

રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે રાજકોટથી સારા સમાચાર આવ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની લાઈનમાં આંશિક ઘટાડો થયો છે. સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા બેડ ખાલી જોવા મળ્યા છે. આ સાથે જ હોસ્પિટલની બહાર લાગતી લાંબી કતારોમાં ઉભેલા દર્દીઓને એડમિટ કરવામાં આવ્યા હતા. દરરોજ 80 થી 90 એમ્બ્યુલન્સ અને વાહનોની કતારો જોવા મળતી હતી. જેને બદલે હવે વાહનોની લાઈનો પણ ઓછી જોવા મળી રહી છે. 

રાજકોટથી સારા સમાચાર : લાંબા સમય બાદ સિવિલ હોસ્પિટલમાં બેડ ખાલી જોવા મળ્યા

ગૌરવ દવે/રાજકોટ :રાજકોટમાં કોરોનાના કહેર વચ્ચે રાજકોટથી સારા સમાચાર આવ્યા છે. રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓને દાખલ કરવાની લાઈનમાં આંશિક ઘટાડો થયો છે. સિવિલ હોસ્પિટલમાંથી દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવતા બેડ ખાલી જોવા મળ્યા છે. આ સાથે જ હોસ્પિટલની બહાર લાગતી લાંબી કતારોમાં ઉભેલા દર્દીઓને એડમિટ કરવામાં આવ્યા હતા. દરરોજ 80 થી 90 એમ્બ્યુલન્સ અને વાહનોની કતારો જોવા મળતી હતી. જેને બદલે હવે વાહનોની લાઈનો પણ ઓછી જોવા મળી રહી છે. 

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોનાનો કહેર યથાવત છે. છેલ્લાં 24 કલાકમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 66 દર્દીઓના મોત નિપજ્યા છે. જોકે, આ મોત અંગે આખરી નિર્ણય ડેથ ઓડિટ કમિટી લેશે. તો બીજી તરફ, રાજ્ય સરકારે પ્રતિબંધો લગાવતા ટેસ્ટિંગમાં પણ ઘટાડો નોંધાયો છે. 

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના વધુ એક અધ્યાપકનું કોરોનાથી નિધન થયું છે. કોમર્સ ભવનનાં અધ્યાપક અંજુબેન સોંદરવાએ કોરોનાની સારવાર દરમિયાન દમ તોડ્યો છે. મહિલા અધ્યાપક પહેલા અધ્યાપક કુટીરમાં સારવાર લઈ રહ્યા હતા. જે બાદ ઑક્સિજન ઓછું થતાં પહેલાં ખાનગી અને બાદમાં સિવિલમાં ખસેડાતા દમ તોડ્યો હતો. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news