કરોડોના ખર્ચે બનેલું રાજકોટનું બસ સ્ટેન્ડ બન્યું ઐયાશીનો અડ્ડો, સાંજ ઢળતા જ શરૂ થાય છે મહેફિલ
Rajkot News: બસ પોર્ટના ચોથા માળે દારૂની ખાલી બોટલો, બીયરના ટીન,દેશી દારૂની કોથળીઓ, ગ્લાસ, પાણી સોડાની ખાલી બોટલો , બાયટીગ કેમેરામાં કેદ થયા
Trending Photos
ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટમાં કરોડો રૂપિયાના ખર્ચે બેનલું બસ સ્ટેન્ડ દારૂડિયાઓ અને આવારા તત્વો માટે ઐયાશીનો અડ્ડો બન્યું છે. બસસ્ટેન્ડ પરિસરમાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી હોવાની એક ઘટનાથી ખળભળાટ મચી જવા પામ્યો છે. આ સ્થળેથી દારૂની ખાલી બોટલ પ્લાસ્ટિકના ગ્લાસ સહિતની વસ્તુ મળી આવી છે. એટલું જ નહીં, દારૂની ખાલી બોટલના વીડિયો પણ વાયરલ થયો છે.
રાજકોટનું બસસ્ટેન્ડ પરિસરમાં દારૂની મહેફિલ માણવામાં આવી રહી છે. બસપોટથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન માત્ર 300 મીટરના અંતરે છે. તેમ છતાં દારૂની ખાલી બોટલ પ્લાસ્ટિકના ગ્લાસ સહિતની વસ્તુ મળી આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. બસ સ્ટેન્ડમાં દરરોજ સાંજ ઢળતા બસ પોર્ટના ચોથા માળે આવી પ્રવૃત્તિઓ થાય છે. જ્યાં પાંચ સ્ક્રીનની સિનેમા બનવવાની હતી ત્યાં ખાલી દારૂની બોટલો જોવા મળી.
બસ પોર્ટના ચોથા માળે દારૂની ખાલી બોટલો, બીયરના ટીન,દેશી દારૂની કોથળીઓ, ગ્લાસ, પાણી સોડાની ખાલી બોટલો , બાયટીગ કેમેરામાં કેદ થયા હતા. જેના પરથી અહીં દરરોજ દારૂની પાર્ટીઓ તેમથ ઐયાશી થતી હશે તેવું અનુમાન વ્યક્ત કરવામાં આવી રહ્યું છે. બસ પોર્ટમાં 432 દુકાનો અને ઓફિસો આવેલી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ બસ સ્ટેડમાંથી દારૂની ખાલી બોટલો મળી આવતાં અનેક તર્ક વિતર્ક થઈ રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે