અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં પલટો, ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો

રાજ્યમાં કેટલાક સ્થળોએ ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે. જેની અસર અમદાવાદમાં પણ જોવા મળી છે. શિવરંજની, પ્રહલાદનગર, સેટેલાઈટ, બોપલ, એસ જી હાઈવેના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ખુબ પવન ફૂંકાયો અને કેટલાક સ્થળો પર વરસાદ પડ્યો છે. જો કે આ કમૌસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. 

અમદાવાદ સહિત ગુજરાતના કેટલાક વિસ્તારોના હવામાનમાં પલટો, ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો

અમદાવાદ: રાજ્યમાં કેટલાક સ્થળોએ ભર ઉનાળે વરસાદી માહોલ સર્જાયો છે. જેની અસર અમદાવાદમાં પણ જોવા મળી છે. શિવરંજની, પ્રહલાદનગર, સેટેલાઈટ, બોપલ, એસ જી હાઈવેના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ખુબ પવન ફૂંકાયો અને કેટલાક સ્થળો પર વરસાદ પડ્યો છે. જો કે આ કમૌસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી દીધી છે. 

રાજ્યના વાતાવરણમાં અચાનક આવ્યો પલટો આવી ગયો છે. જો કે તેની આગાહી અગાઉ કરવામાં આવી હતી. બનાસકાંઠા, અમરેલી અને ભાવનગરમાં ભારે પવન સાથે પડ્યો. વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. આ બાજુ બનાસકાંઠામાં પણ વાતાવરણમાં પલટો આવી ગયો છે. ધાનેરા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો છે. આ વરસાદે જો કે ખેડૂતોની ચિંતા વધારી છે. 

અમરેલીના નાગેશ્રી ગામમાં કરા સાથે વરસાદ પડ્યો છે. ખાંભા તાલુકાના  બારમણ,ભૂંડણી ચોંત્રા સહિતના ગામોમાં કમોસમી વરસાદના ઝાપટાં પડવાથી સમગ્ર પંથકમાં થંડક પ્રસરી છે તો બીજી તરફ ભારે પવનના કારણે વૃક્ષો પણ ધરાશાયી થયા હોવાના અહેવાલ છે. ભર ઉનાળામાં વરસાદના કારણે ખેડૂતોના ઉનાળું પાકમાં નુકસાનની ભીતિઓ સર્જાઈ છે. 

અમદાવાદના પશ્ચિમ વિસ્તારોમાં પણ સર્જાયો વરસાદી માહોલ

અમદાવાદના હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો છે.  પશ્ચિમ અમદાવાદના કેટલાક વિસ્તારો જેવા કે સેટેલાઈટ, આનંદનગર, બોપલ, એસજી હાઈવેમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે. બોપલમાં વરસાદી ઝાપટું પણ થયું છે. ખુબ પવન ફૂંકાઈને વરસાદ પડ્યો છે. રિંગ રોડ, પ્રહલાદ નગર, સેટેલાઈટ, ગોતા, સેટેલાઈટ, થલતેજ, બોડકદેવમાં હવામાનમાં પલટો જોવા મળ્યો છે. 

અત્રે જણાવવાનું કે ગઈ કાલે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનું વાતાવરણ પલટાવાની સાથે ગાજવીજ સાથે વરસાદ વરસી પડ્યો હતો. ત્યારે આજે પણ હવામાન ખાતા દ્વારા બનાસકાંઠા અને સાબરકાંઠામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી હતી. વિભાગ દ્વારા ભારે પવન સાથે, કરા અને વીજળી પડવાની આગાહી કરવામાં આવી હતી.

જુઓ LIVE TV

રાજસ્થાન પર સર્જાયેલા હવાના દબાણને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. પાકિસ્તાન અને રાજસ્થાનમાં સર્જાયેલ અપર એર સાયક્લોનિક સિસ્ટમના કારણે રાજ્યમાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો છે. ગઈકાલે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, પાટણ અને અરવલ્લી તેમજ બનાસકાંઠામાં તોફાવીન પવન સાથે વરસાદ વરસ્યો હતો. તો બીજી તરફ સૌરાષ્ટ્રના અમરેલી, રાજુલા, ભાવનગર, મહુવા, ગરિયાધર, વલભીપુર સહિતના વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ વરસી પડ્યો હતો. ત્યારે આજે શનિવારે પણ વરસાદ પડવાની શક્યતા હવામાન ખાતા દ્વારા આગાહી કરાઈ છે. તો વરસાદની સાથે પ્રતિ કલાકે 40 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાશે. આગામી દિવસોમાં હિટવેવની આગાહી પણ કરાઈ નથી, તો બીજી તરફ, ગરમી મહત્તમ  41 ડિગ્રી રહેશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news