અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરી વરસાદનું આગમન

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરી વરસાદનું આગમન

અમદાવાદઃ આખરે ફરી શહેરમાં વરસાદનું આગમન થયું છે. રાત્રે 9 કલાક બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. અમદાવાદના એસજી હાઈવે, બોપલ, સેટેલાઇટ, જોધપુર, શિવરંજની, આનંદનગર, ચાંદખેડા, ન્યુ રાણિપ, અખબાર ભવન, નારણપુરા, ગોતા, ચાંદલોડિયા સહિત અનેક વિસ્તારોમાં વરસાદનું આગમન થયું છે. 

અમદાવાદમાં મેઘરાજાએ રી-એન્ટ્રી થઈ છે. અમદાવાદના પશ્ચિમ ઝોન, નવા પશ્ચિમ ઝોન,મધ્ય ઝોન અને દક્ષિણ ઝોનમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદના ઉસ્માનપુરામાં એક કલાકમાં 41 મીમી વરસાદ પડ્યો તો આ તરફ ચાંદખેડામાં 20 મીમી, બોડકદેવમાં 7 મીમી વરસાદ પડ્યો છે. ત્યારે ગોતામાં 15 મીમી, વેજલપુરમાં 15મીમી વરસાદ પડ્યો છે. જ્યારે અમદાવાદના ઉત્તર ઝોન અને પૂર્વ જોનમાં વરસાદ નથી.

મહત્વનું છે કે, રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી લોકો વરસાદને કાગડોલે રાહ જોઈ રહ્યાં છે. વરસાદ ખેંચાવાને કારણે ખેડૂતો મુશ્કેલીમાં છે. પાક સુકાઇ રહ્યો છે. ત્યારે રાજ્યમાં વરસાદની ખૂબ જરૂર છે. આ સાથે ગાંધીનગરમાં પણ હળવો વરસાદ શરૂ થયો છે. 

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news