કીર્તિદાન ગઢવીના ડાયરામાં રૂ.1 કરોડની નોટો ઉછળી, ઈતિહાસમાં પહેલીવાર સોના-ચાંદીના સિક્કાનો વરસાદ

પાલનપુરમાં જલારામ મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવમાં લોકગાયક કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. જેમાં રૂ.1 કરોડનો વરસાદ થયો હતો. એટલું જ નહીં કીર્તિદાન ગઢવી પર પહેલીવાર ચાંદીના અને સોનાના સિક્કાનો વરસાદ થયો હતો. 

કીર્તિદાન ગઢવીના ડાયરામાં રૂ.1 કરોડની નોટો ઉછળી, ઈતિહાસમાં પહેલીવાર સોના-ચાંદીના સિક્કાનો વરસાદ

ઝી બ્યુરો/બનાસકાંઠા: ગુજરાતમાં લોકગાયકો પર રુપિયાનો વરસાદ થવો સામાન્ય વાત છે. ત્યારે સોશિયલ મીડિયામાં રુપિયાનો વરસાદ થતો હોય તેવા અનેક વીડિયો સામે આવતા રહે છે. ત્યારે આવો જ વધુ એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. પાલનપુરમાં લોક ગાયક કિર્તીદાન ગઢવીના લોકડાયરામાં રૂ.1 કરોડની નોટો ઉછળી હતી. ઈતિહાસમાં પહેલીવાર સોના-ચાંદીના સિક્કાનો વરસાદ થયા હોવાની વાત સામે આવી છે. એટલું જ નહીં, સોના-ચાંદીના સિક્કાનો વરસાદ થવાનો વીડિયો વાયરલ થયો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, પાલનપુરમાં જલારામ મંદિરના પ્રાણ પતિષ્ઠા મહોત્સવમાં લોકગાયક કીર્તિદાન ગઢવીનો ડાયરો યોજાયો હતો. જેમાં રૂ.1 કરોડનો વરસાદ થયો હતો. એટલું જ નહીં કીર્તિદાન ગઢવી પર પહેલીવાર ચાંદીના અને સોનાના સિક્કાનો વરસાદ થયો હતો. આ જોઈને ખુદ કીર્તિદાન ગઢવી પણ ચોંકી ઉઠ્યા હતા. જેનો વીડિયો હાલમાં સામે આવ્યો છે. પહેલી વાર ડાયરામાં સોના ચાંદીના સિક્કા ઉડાવ્યા હતા. 

લોકડાયરામાં કીર્તિદાન ગઢવી, હાસ્યકલાકાર જગદીશ ત્રિવેદી, સાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, લોકગાયિકા ઉર્વશી રાદડિયા અને સાહિત્યકાર ચતુરદાન ગઢવીએ જમાવટ કરી હતી. લોકડાયરામાં કીર્તિદાન ગઢવી પર જલારામ માનવ સેવા ટ્રસ્ટ તથા સમસ્ત રઘુવંશી પરિવાર તરફથી લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રૂ.10, 20, 50, 100 સહિતની નોટોનો વરસાદ થયો હતો.

એટલું ઓછું હોય તેમ કીર્તિદાન ગઢવી પર ચાંદી અને સોનાના સિક્કાનો પણ વરસાદ કરવામાં આવ્યો હતો. ઈતિહાસમાં પહેલીવાર હશે જ્યારે લોકડાયરામાં કોઈએ આ રીતે સોના-ચાંદીના સિક્કાનો વરસાદ કર્યો છે. જેનો વીડિયો પણ સામે આવ્યો છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news