હવામાન વૈજ્ઞાનિકએ કહ્યું હાલ અમદાવાદમાં નહી પડે, અહીં સામાન્ય વરસાદની શક્યતા

હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટર વૈજ્ઞાનિક મનોરમા મોહંતિએ કહ્યું હતું કે 14 જૂન સુધીમાં રાજ્યના 25 MM ના બદલે 12 MM વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી ગુજરાત (Gujarat) માં 13 MM ઓછો વરસાદ પડ્યો છે.

હવામાન વૈજ્ઞાનિકએ કહ્યું હાલ અમદાવાદમાં નહી પડે, અહીં સામાન્ય વરસાદની શક્યતા

અતુલ તિવારી, અમદાવાદ: નેઋૃત્વ ચોમાસું કેરળ (Keral) થઈ ને ગોવા (Goa) અને મહારાષ્ટ્ર (Maharashtra) ના મુંબઈ (Mumbai) બાદ દક્ષિણ ગુજરાત (South Gujarat) માં પ્રવેશે છે. ગુજરાત (Gujarat) માં ધીમે ધીમે ચોમાસા (Monsoon) ની શરૂઆત થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતમાં ચોમાસુ (Monsoon) સક્રિય થઇ ગયું છે. આ વર્ષે ચોમાસું છેલ્લા 8 વર્ષની સરખામણી વહેલું છે. 

ત્યારે હવામાન વિભાગના ઇન્ચાર્જ ડાયરેક્ટર વૈજ્ઞાનિક મનોરમા મોહંતિએ કહ્યું હતું કે 14 જૂન સુધીમાં રાજ્યના 25 MM ના બદલે 12 MM વરસાદ વરસ્યો છે. અત્યાર સુધી ગુજરાત (Gujarat) માં 13 MM ઓછો વરસાદ પડ્યો છે. હાલ સમગ્ર ગુજરાતની નહિવત શક્યતા છે. આગામી 5 દિવસમાં દક્ષિણ ગુજરાત (South Gujarat) માં વરસાદ પડી શકે છે. 

દક્ષિણ ગુજરાત (South Gujarat) ના વલસાડ, નવસારી, સુરત, ડાંગ અને તાપીમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. 5 દિવસ બાદ ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. આજે અને આવતીકાલે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હાલ અમદાવાદ (Ahmedabad) માં વરસાદની કોઇ શક્યતા નથી માત્રા વાતાવરણ વાછળછાયું રહેશે. 16,17 અને 18 જૂને દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્ય વરસાદ (Rain) ની શક્યતા છે. 

દક્ષિણ ગુજરાત (South Gujarat) માં ચોમાસું 5 દિવસ વેહલું બેઠું છે. 1 જૂનના રોજ કેરળમાં ચોમાસાની દસ્તક દે છે પરંતુ આ વર્ષે 3 જૂનના રોજ કેરળમાં ચોમાસાનું આગમન થયું હતું. પરંતુ બંગાળની ખાડીમાં ઉત્તર તરફ લો પ્રેસર અને અરબી સમુદ્રમાં દક્ષિણ પશ્ચિમના પવનો વધુ તેજ બનતાં નેઋત્વ ચોમાસું ઝડપી બન્યું હતું. 

રાજ્યમાં આગામી 5 દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, વલસાડ, નવસારી, દમણ, દાદરા નગર હવેલી સહિતના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ (Rain) ની આગાહી છે. તો અમદાવાદમાં 15 જૂનની આસપાસ પડી શકે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news