ગુજરાતમાં ફરી આવી રહ્યો છે વરસાદનો એક રાઉન્ડ : જાન્યુઆરીના આ દિવસોની અંબાલાલ પટેલની આગાહી
Weather Update Today : 10.2 ડિગ્રી સાથે કચ્છનું નલિયા રાજ્યનું સૌથી ઠંડુગાર શહેર,,, ડીસામાં 10.6 ડિગ્રી તાપમાન નોધાયું,,, રાજ્યના મોટા ભાગનાં શહેરોનો પારો સરક્યો 15 ડિગ્રીથી નીચે
Trending Photos
Gujarat Weather Forecast : ગુજરાતમાં ઠંડીનો ચમકારો એકાએક વધ્યો છે. અનેક શહેરોમાં ઠંડીનો પારો ગગડ્ય છે. જેને કારણે લોકો રીતસરના ઠુઠવાયા છે. આવામાં જો વરસાદ આવે તો શુ થાય. પરંતું જાન્યુઆરી મહિનાના અંતમાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. તેથી તે મહિનાના અંતમાં માવઠાથી બચી નહિ શકો.
જાન્યુઆરીના અંતમાં કમોસમી વરસાદ આવશે
જાન્યુઆરી મહિનામાં એકવાર તો માવઠું આવી ગયું, ત્યારે હવે ફરીથી કમોસમી વરસાદની આગાહી આવી ગઈ છે. ભૂમધ્ય સાગરમાં ફરી એકવાર ચક્રવાત આવવાનો છે. જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે, પરંતુ ગુજરાત પર તેની અસરથી કમોસમી વરસાદ આવશે. 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં જોવા મળશે. જેની અસરના ભાગ રૂપે કચ્છ, પશ્ચિમ સૌરાષ્ટ્માં વરસાદની શક્યતા છે. જયારે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 17-19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે. જેના કારણે રાજ્યમાં વાદળવાયુ વાતાવરણ રહેશે.
ગુજરાતના આ શહેરો ઠુઠવાયા
હાલ હવામાન વિભાગના લેટેસ્ટ અપડેટ પર નજર કરીએ તો, આજે નલિયામાં સૌથી ઓછું 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટમાં 10.6 ડિગ્રી, ડીસામાં 11.1 ડિગ્રી અને કોશોદમાં 11.3 ડિગ્રી તાપમાન પહોંચ્યું છે. પવનની દિશા બદલાતા ઠંડીનો અનુભવ થઈ રરહ્યો છે. હવામાન વિભાગનું કહેવુ છે કે, રાજ્યમાં ઠંડીનો ચમકારો વધઘટ થઈ રહ્યો છે. ગુજરાતના કેટલાક શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો તો કેટલાકમાં ગગડ્યો છે. ગુજરાતના ત્રણ શહેરોમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રીની આસપાસ પહોંચી ગયું છે. નલિયામાં સૌથી ઓછું 8.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો રાજકોટમાં 10.6 ડિગ્રી, ડીસામાં 11.1 ડિગ્રી અને કેશોદમાં 11.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં 14.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે.
ઉનાળા માટે અંબાલાલ પટેલની આગાહી
ઉનાળાને લઇ આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી એવી છે કે, આ વર્ષે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ નબળા આવવાને કારણે હિમ નદી ઉપર અસર થશે. હિમ નદીઓ ઉપર અસર થવાને કારણે ગ્લેશિયર પીગળવાને કારણે ઉનાળો વહેલો આવવાની શક્યતા છે. ઉનાળામાં કાળઝાળ ગરમી પડવાની શક્યતા છે. 19 ફ્રેબૃઆરીથી હળવી ગરમીની શરૂઆત થશે. 20 એપ્રિલથી વધુ અને 26 એપ્રિલથી આકરી ગરમી વેઠવાનો વારો આવશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે