વરસાદે દિલ્હીની ઠંડી વધારી, આગામી બે દિવસમાં નીચે જશે પારો, આ રાજ્યોમાં કરા પડવાની શક્યતા

દિલ્હી (Delhi)માં ગુરૂવારે અટકી અટકીને ઘણા વિસ્તારોમાં વરસાદ (rain) પડી રહ્યો છે. વરસાદના લીધે દિલ્હીની ઠંડીમાં વધારો થયો છે. દિલ્હીને અડીને આવેલા નોઇડા, ગાજિયાબાદ અને ગુડગાંવમાં વરસાદ ચાલુ છે. તો બીજી તરફ ભારતમાં ટ્રેનો ધુમ્મસ (fog)ના લીધે ઓછી વિજિવિલિટીના લીધે મોડી ચાલી રહી છે. 

વરસાદે દિલ્હીની ઠંડી વધારી, આગામી બે દિવસમાં નીચે જશે પારો, આ રાજ્યોમાં કરા પડવાની શક્યતા

નવી દિલ્હી: દિલ્હી (Delhi)માં ગુરૂવારે અટકી અટકીને ઘણા વિસ્તારોમાં વરસાદ (rain) પડી રહ્યો છે. વરસાદના લીધે દિલ્હીની ઠંડીમાં વધારો થયો છે. દિલ્હીને અડીને આવેલા નોઇડા, ગાજિયાબાદ અને ગુડગાંવમાં વરસાદ ચાલુ છે. તો બીજી તરફ ભારતમાં ટ્રેનો ધુમ્મસ (fog)ના લીધે ઓછી વિજિવિલિટીના લીધે મોડી ચાલી રહી છે. 

દિલ્હીમાં શુક્રવારનું તાપમાન 8 સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 17 સેલ્સિયસ રહેવાની આશા છે જ્યારે ગુરૂવારે ન્યૂનતમ તાપમાન 9 સેલ્સિયસ અને મહત્તમ તાપમાન 16 સેલ્સિયસ હતું. 

દિલ્હીમાં શુક્રવારે ન્યૂનતમ તાપમાન 11 સેલ્સિયસ નોંધાયું છે તો બીજી તરફ મહત્તમ તાપમાન 17 સેલ્સિયસ સુધી જવાની આશા છે. દિવસભર શહેરમાં સામાન્ય ધુમ્મસ રહેશે. દિલ્હી સહિત ઉત્તરાખંડ, પશ્વિમી ઉત્તરાખંડ, પશ્વિમી રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, ચંદીગઢમાં આજે શીત લહેર જોવા મળશે. તેમાં મહત્તમ તાપમાન 16 સેલ્સિયસથી ઓછું રહેશે. 

હવામાન વિભાગનું અનુમાન છે કે દિલ્હીમાં શનિવારે ઠંડી વધી શકે છે. આગામી બે દિવસ દિલ્હીમાં ન્યૂનતમ તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે. સાથે જ ગાઢ ધુમ્મસ રહેવાની આશા છે. 

આ રાજ્યોમાં પડી શકે છે કરા
ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, પૂર્વી મધ્ય પ્રદેશ અને છત્તીસગઢમાં ભારે વરસાદના લીધે ઓલા વૃષ્ટિ થઇ શકે છે. પંજાબ, હરિયાણા, છત્તીસગઢમાં ગાઢ ધુમ્મસ જોવા મળશે, આ સાથે જ ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ઉત્તરી મધ્ય પ્રદેશ, પશ્વિમી બંગાળ, અસમ, મેઘાલય, મિઝોરમ અને ત્રિપુરામાં ધુમ્મસ છવાયેલું રહેશે. 

દિલ્હી એનસીઆરના ઘણા વિસ્તારોમાં મોડી રાત સુધી ભારે વરસાદ પડ્યો હતો ત્યારબાદ દિલ્હીમાં પવનમાં સુધારો આવ્યો છે. જોકે હજુ પણ પ્રદૂષણ ખરાબ સ્તર છે પરંતુ આજે અને કાલમાં Moderate થવાની સંભાવના છે. દિલ્હીમાં ક્યૂઆઇ 265 (ખરાબ) રહ્યો તો બીજી તરફ નોઇડામાં 326 અને ગુરૂગ્રામમાં 302 રહ્યો.  

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news