ઉપલેટા-ધોરાજી બાયપાસ રોડ પર આવેલ રેલવેનો પુલ જર્જરિત હાલતમાં, સમારકામ મુદ્દે તંત્રનું મૌન

આ પુલ ઉપરના તથા બંને સાઈડના રસ્તામાં મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. પુલ ઉપરના ખાડાઓમાં ખિલાસરીઓ બહાર દેખાઈ આવી છે. આ સમસ્યાઓ અંગે લોકોએ તેમજ આગેવાનોએ અનેકવાર તંત્રને રજૂઆત કરેલ છે. છતાં તંત્ર કોઈ જ કામગીરી કરતું નથી.

  ઉપલેટા-ધોરાજી બાયપાસ રોડ પર આવેલ રેલવેનો પુલ જર્જરિત હાલતમાં, સમારકામ મુદ્દે તંત્રનું મૌન

દિનેશ ચંદ્રવાડિયા/ઉપલેટાઃ રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના જૂના ઉપલેટા - ધોરાજી બાયપાસ રોડ પર આવેલ સ્વામિનારાયણ ગુરુકુળની સામેના સાંઢિયા પુલ તરીકે ઓળખાતા રેલવેના આ પુલ પર હાલ મોટા-મોટા ખાડાઓ અને બાવળ સાથે નાના ઝાડને કારણે દીવાલોમાં મોટી મોટી તિરાડો પડી ગયેલ છે અને આ દીવાલો રેલ્વે ટ્રેક તરફ નમી ગયેલ છે. જે ગમે ત્યારે ગંભીર અકસ્માત સર્જી શકે છે. આ મોટા મોટા ખાડાઓ પડી ગયા છે. લોખંડની ખિલાસરીઓ બહાર નીકળી આવી છે અમુક ખિલાસરીઓ તો તૂટીને ઊંચી આવી જતા અનેક વાહનોને નુકશાન પણ થયેલ છે. 

આ પુલ ઉપરના તથા બંને સાઈડના રસ્તામાં મોટા-મોટા ખાડાઓ પડી ગયા છે. પુલ ઉપરના ખાડાઓમાં ખિલાસરીઓ બહાર દેખાઈ આવી છે. આ સમસ્યાઓ અંગે લોકોએ તેમજ આગેવાનોએ અનેકવાર તંત્રને રજૂઆત કરેલ છે. છતાં તંત્ર કોઈ જ કામગીરી કરતું નથી તેવું લોકો જણાવી રહ્યા છે. ઉપલેટા શહેરમાંથી રાજકોટ, અમદાવાદ, જુનાગઢ, સોમનાથ, તરફ જતા આ જુના બાયપાસ રોડ પર રસ્તાઓની બંને બાજુ બાવળની ઝાડીઓ ગામડાની ગારીઓની જેમ રસ્તાઓમાં ફેલાઈ ગઈ છે. જે સમસ્યાઓ સર્જે છે. અત્યારે રોડની હાલત જોતા કોઈપણ ન કહી શકે કે આ જૂનો નેશનલ હાઇવે છે. 

ચીન સાથે ટ્રેડવોરમાં સૌરાષ્ટ્રના ઉદ્યોગોને ફાયદો, યુરોપ, અમેરિકા, આફ્રિકા સહિતના દેશ સાથેના વ્યવહારો વધ્યા

આ અંગે અવારનવાર રજૂઆતો કરવા છતાં કોઈપણ તંત્ર દ્વારા રસ્તો રીપેર કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી નથી. ઉપલેટા નગરપાલિકાને જાણ કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી. કોઈ મોટી દુર્ઘટના બને તો એ માટે જવાબદારી કોની ? શું તંત્ર કોઈ દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યું છે ? મોટરસાયકલ ચાલકો દરરોજ બે-ત્રણ વખત પડે છે. અને ખાડાઓથી બચવા જો સાઈડમાં લે અથવા  કોઈપણ બ્રેક મારે તો બીજા વાહન પાછળથી કે આગળથી અથડાઈ જાય છે અને બંધ પણ પડી જાય છે. જેથી પાછળ આવતા વાહનો સાથે અથડાવાનો પણ ભય રહેલો છે. તેમજ અવારનવાર વાહનો અથડાવા બાબતે ઘણા વાહન ચાલકો વચ્ચે માથાકુટો પણ થયેલી છે. 

વારંવાર રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. રસ્તાની બન્ને બાજુઓ બાવળની ઝાડીઓ થઈ ગઈ છે. રસ્તાઓ એકદમ ખરાબ હાલતમાં છે. આ અંગે અનેક રજૂઆતો ચીફ ઓફિસરને કરેલી છે. તંત્રએ વહેલી તકે પુલની બંને તરફના રોડ, પુલ પર પડી ગયેલા ખાડાઓ તેમજ બેસી ગયેલા રસ્તાને રીપેર કરી યોગ્ય બનાવે તેવી જનતાની ઘણા સમયથી માગણી છે. અહીં અગાઉ પણ રીપેરને લઈને કામગીરી માટે રસ્તાઓ બંધ કરેલ પણ કોઈ રીપેરીંગ ન થતા લોકો એ જાતે જ આ કામગીરી કરેલ જેને પાલિકા તંત્ર દ્વારા ઉપાડવાની પણ તસ્દી નથી લેવાઈ. સતત નાના-મોટા હજારો વાહનોની અવરજવર રહેતી હોય એવા આ રોડ પર  ઉપલેટા-ધોરાજી તાલુકાના ગામડાના લોકો તે દ્વારા પણ અવરજવર થતી હોય. કોઈ અઘટિત ઘટના બને એની રાહ જોવાને બદલે વહેલી તકે ઘોર નિંદ્રામાં સુતું તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની લાગણી સાથે માગણી પણ છે.

સુરતઃ વધારે બીલ આવતા રોષે ભરાયા લોકો, ટોરેન્ટ પાવર સામે ખોલ્યો મોરચો

ઘણા સમયથી લોકોની ફરિયાદ હતી કે જૂનો બાયપાસ નો રસ્તો રીપેર કરવામાં આવે. અમે લોકોએ મંજૂરી મંગેલી જે પુલ ઉપરનો સિમેન્ટનો ભાગ છે એ દોઢ ફૂટની ઉંડાઈ સુધી ખોદીને ૨૦ મીટર જેટલી લંબાઈમાં આરસીસીનું કામ કરવામાં આવશે જેના 35 લાખ રૂપિયા મંજૂર થયેલા છે તેમજ નાગનાથ ચોકથી બાયપાસ સુધી નો ડામર રોડ ૨૨ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે જે ચોમાસા બાદ શરૂ થશે એને અમે ખાતરી આપીએ છીએ.

છેલ્લા ઘણા સમયથી આ રસ્તો ખુબ જ  બિસ્માર હોય. વાહનચાલકો ખૂબ જ પરેશાન છે. વહેલી તકે રસ્તો યોગ્ય રીતે બનાવી આપે એવી લોકોની માંગણી છે.

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news