શા માટે ઝારખંડમાં ભાજપે ગુમાવી સત્તા, શરદ પવારે જણાવ્યું કારણ

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને કારણે દેશના કેટલાક જૂથમાં ધાર્મિત અંતર વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં વડાપ્રધાને ભાષણમાં કહ્યું કે, એનઆરસી પર અમે કોઈ ચર્ચા કરી નથી.
 

શા માટે ઝારખંડમાં ભાજપે ગુમાવી સત્તા, શરદ પવારે જણાવ્યું કારણ

મુંબઈઃ ઝારખંડ વિધાનસભા ચૂંટણી 2019  (Jharkhand assembly election result 2019)નું પરિણામ આવ્યા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના પ્રમુખ શરદ પવારે કહ્યું કે, જનતાએ રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્ર બાદ ઝારખંડમાં પણ ભાજપને સત્તાથી દૂર રાખવાનો નિર્ણય કર્યો છે. પવારે કહ્યું કે, દેશની અર્થવ્યવસ્થા સંકટમાં આવી ગઈ છે, મંદી દિવસેને દિવસે વધી રહી છે. આ તમામ વસ્તુઓને કારણે પણ લોકોએ ભાજપને નકારી દીધું છે. 

નાગરિકતા સંશોધન કાયદા (CAA)ને કારણે દેશના કેટલાક જૂથમાં ધાર્મિત અંતર વધારવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. દિલ્હીમાં વડાપ્રધાને ભાષણમાં કહ્યું કે, એનઆરસી પર અમે કોઈ ચર્ચા કરી નથી. તો દેશના ગૃહપ્રધાન અમિત શાહે સંસદમાં સ્પષ્ટ રૂપે તેના પર નિવેદન આપ્યું છે. આ પહેલા માનનીય રાષ્ટ્રપતિએ પણ પોતાના અભિભાષણમાં એનઆરસીને દેશભરમાં લાગૂ કરવાની વાત કરી હતી. બંન્ને ગૃહમાં ગૃહપ્રધાને તેના પર નિવેદન આપ્યું છે. આ કારણે અનેક રાજ્યના શહેરોમાં લોકો પરેશાન છે. 

પવારે કહ્યું કે, ઝારખંડમાં કોંગ્રેસ અને તેના ગઠબંધનને બહુમતી મળી રહી છે. ભાજપે કહ્યું હતું કે, તેની જીત થશે, પરંતુ જનતાએ તેને જવાબ આપી દીધો છે. આ પહેલા છત્તીસગઢ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ ભાજપ સત્તામાં હતું, પરંતુ હવે નથી. 

એનસીપી પ્રમુખે કહ્યું કે, ઝારખંડની સ્થિતિ અન્ય રાજ્યોથી અલગ છે. આદિવાસીની વસ્તી વધારે છે, ગરીબી ખુબ છે. તેવામાં financial state and government powerનો ઉપયોગ કરીને ભાજપ સત્તાને પોતાની તરફ ખેંચવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ તેમ થયું નથી. આ માટે ઝારખંડની જનતાનો આભાર. દેશ એક નવા માર્ગમાં જઈ રહ્યો છે. પવારે કહ્યું કે, અમે પણ ઝારખંડમાં 5-6 જગ્યાએ અમારા ઉમેદવાર ઉતાર્યા હતા, તે જીત્યા નથી. પરંતુ જનતાએ ભાજપ વિરુદ્ધ વિચારધારાને પોતાનું સમર્થન આપ્યું છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news