Raid ફિલ્મ કરતા મોટી 'રેડ'! દિવાલો, છત, ભોંયરામાંથી જે નીકળ્યું એ જોઈ ચક્કર ખાઈ ગયો IT વિભાગ! જુઓ તસવીરો
આજે અમે તમને બોલિવુડ ફિલ્મ રેડ અને ઉત્તર પ્રદેશના કાનપુર અને કન્નોજમાં પડેલી રેડ વિશેના કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છે જે જોઈને તમારું મોઢું ખુલ્લું જ રહી જશે.
Trending Photos
ગૌરવ પટેલ/ અમદાવાદ: દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા GST-ITના દરોડો ઉત્તર પ્રદેશના કાનપુર અને કન્નોજમાં પાડવામાં આવ્યો છે. જેમાં પરફ્યુમના વેપારી પિયુષ જૈન પાસેથી 200 કરોડની રોકડ રકમ મળી આવી છે અને હજુ પણ દરોડાની કામગીરી ચાલુ છે. રેડની સ્થિતિ જોઈનને બોલિવુડના અજય દેવગનની રેડ ફિલ્મ જેવો વાસ્તવિક સીન જોવા મળ્યો છે. સોશિયલ મીડિયામાં રેડના ફોટા વાયરલ થયા છે, જે જોઈને કોઈનું પણ મન ભરમાઈ શકે છે. આજે અમે તમને બોલિવુડ ફિલ્મ રેડ અને ઉત્તર પ્રદેશના કાનપુર અને કન્નોજમાં પડેલી રેડ વિશેના કેટલીક તસવીરો બતાવવા જઈ રહ્યા છે જે જોઈને તમારું મોઢું ખુલ્લું જ રહી જશે.
કાનપુરમાં પડેલા દરોડામાં ગુજરાત કનેક્શન નીકળ્યું છે. ગુજરાતમાંથી DGGIની ટીમે પ્રથમ માહિતી મેળવી હોવાનું સામે આવ્યું છે. ચોક્કસ ઈનપુટના આધારે GST-IT દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં સ્થાનિક સ્તરે બીલ વિના સમાન લઇ જતી અનેક ટ્રકો ઝડપાઈ હતી. DGGI એડિશનલ DG વિવેક પ્રસાદ દ્વારા આ મેગા ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું. જેમાં પીયૂષ જૈન વિશે ગુપ્ત માહિતી મળી છે. જાણવા મળી રહ્યું છે કે બીજી બાજુ આ રેડમાં ગુજરાત કનેક્શન નીકળતા પીયૂષ જૈનને જરૂર પડશે તો ગુજરાત લાવવાની શક્યતા જોવામાં આવી રહી છે. પીયૂષ જૈન વિશે માહિતીના આધારે છેલ્લા 2 મહિનાથી કામ ચાલી રહ્યું હતું.
જાણો પિયુષ જૈન પાસેથી શું મળ્યું?
આ વિશે મળતી માહિતી પ્રમાણે ગુજરાતમાંથી DGGI ટીમે આ રેડની પ્રથમ માહિતી મેળવી હતી અને ચોક્કસ ઈનપુટના આધારે દરોડા પાડવામાં આવ્યા હતા. પરફ્યુમના વેપારી પિયુષ જૈન વિરુદ્ધ કરવામાં આવેલી કાર્યવાહી દરમિયાન સ્થાનિક સ્તરે બીલ વિના સમાન લઇ જતી ટ્રકો પણ ઝડપાઈ હતી. DGGI એડિશનલ DG વિવેક પ્રસાદના મેગા ઓપરેશનમાં પીયૂષ જૈનનો કાળો ચિઠ્ઠો ખોલ્યો હતો. દરોડામાં અત્યાર સુધીમાં 200 કરોડની રોકડ મળી આવી છે. રોકડ મળી આવતા દરોડામાં આઈટી વિભાગ પણ સામેલ છે. હવે ઝડપાયેલ રોકડ કસ્ટડી આવકવેરા વિભાગને સોપાશે. 194 કરોડની રોકડ રિકવર થઈ ગઈ છે. જેમાં કાનપુરમાંથી 177 કરોડ અને કન્નૌજમાંથી 17 કરોડની વસૂલાત કરવામાં આવી છે.
બેનામી સંપત્તિ વિશે મોટો ખુલાસાઓ થયા છે. જેમાં લગભગ 23 કિલો સોનું પણ મળી આવ્યું છે. આ રોકડ અને સોનું ઘરની દિવાલોમાં પોલાણ બનાવીને સંતાડવામાં આવ્યું હતું. પાણીની ટાંકી નીચે અને બેડ રૂમની અંદર ગુપ્ત દરવાજા બનાવવામાં આવ્યા હતા અને જેની નીચે પોલાણ બનાવી રોકડ અને સોનું રાખવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરફ્યુમરી કમ્પાઉન્ડના ઉત્પાદનમાં ઉપયોગમાં લેવામાં આવતા કાચામાલનો વિપુલ પ્રમાણમાં બેનામી જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભોંયરામાં છુપાવેલા 600 કિલોથી વધારે ચંદનના તેલનો જથ્થો પણ સામેલ છે.
આ જથ્થાનું બજાર મૂલ્ય અંદાજે 6 કરોડ રૂપિયા આંકવામાં આવ્યું છે. કન્નૌજ ખાતે સર્ચ પ્રક્રિયા હજુ પણ ચાલું છે. પિયુષ જૈન પાસેથી વિદેશી સિક્કા ધરાવતો સોનાનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો હોવાથી, જરૂરી તપાસ માટે મહેસુલ ઇન્ટેલિજન્સ નિદેશાલય (DRI)નો પણ સંપર્ક કરવામાં આવ્યો છે. DGGI એડિશનલ DG વિવેક પ્રસાદના મેગા ઓપરેશનમાં પીયૂષ જૈનના ઘરની અંદર દિવાલો અને ભોંયરામાં વચ્ચે સુરંગો હતી. ચોક્કસ ઇનપુટ્સ અને બાતમીદારોની માહિતીના આધારે છેલ્લા 2 મહિનાથી કામ ચાલી રહ્યું હતું. DGGI પાસે પિયુષ જૈન વિશે સંપૂર્ણ માહિતી હતી, તેના આધારે સમગ્ર રેકી કરી દરોડો પાડવામાં આવ્યા હતા.
તમને જણાવી દઈએ કે GST ઇન્ટેલિજન્સ (DGGI)ના અમદાવાદ એકમ દ્વારા 22.12.2021ના રોજ કાનપુર ખાતે શિખર બ્રાન્ડ પાન મસાલા/તમાકુ પ્રોડક્ટ્સના ઉત્પાદકોના પરિસર, કાનપુરના ટ્રાન્સપોર્ટ નગરમાં મેસર્સ ગણપતિ રોડ કેરિઅર્સની ઓફિસો/ગોદામો અને કાનપુના કન્નૌજ ખાતે આવેલ પરફ્યુમરી કમ્પાઉન્ડ્સના સપ્લાયર્સ મેસર્સ ઓડોકેમ ઇન્ડસ્ટ્રીઝના રહેણાંક/ફેક્ટરી પરિસરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યા હતા. જેમાં કથિત બ્રાન્ડના પાન મસાલા અને તમાકુની પ્રોડક્ટ્સનો જથ્થો GSTની ચુકવણી કર્યા વગર લઇ જતી મેસર્સ ગણપતિ રોડ કેરિઅર્સની ચાર ટ્રકને આંતર્યા પછી, ફેક્ટરીમાં ચોપડાઓમાં નોંધવામાં આવેલા સ્ટોક સાથે વાસ્તવિક સ્ટોકની સરખામણી કરતા કાચા માલ અને તૈયાર પ્રોડક્ટ્સના જથ્થામાં ઉણપ હોવાનું માલુમ પડ્યું હતું.
વધુમાં, ટ્રાન્સપોર્ટરની મદદથી ઉત્પાદક ચોરીછૂપીથી માલસામાનને પહોંચાડવામાં સંડોવાયેલા હોવાનું પણ જાણવા મળ્યું હતું. જેઓ કથિત માલસામાનના પરિવહન માટે બોગસ ઇનવોઇસનો ઉપયોગ કરી રહ્યા હતા. અધિકારીઓએ આવા 200થી વધારે બોગસ ઇનવોઇસ પણ જપ્ત કર્યા હતા. શિખર બ્રાન્ડના પાન મસાલા/તમાકુ પ્રોડક્ટ્સના ઉત્પાદકોએ કર ચોરી કરી હોવાનું કબુલ્યું હતું અને તેમની કરની બાકી ચુકવણી પેટે રૂપિયા 3.09 કરોડ જમા પણ કરાવ્યા હતા. મેસર્સ ઓડોકેમ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારોના રહેણાક પરિસરો, જે 143, આનંદપુરી કાનપુર ખાતે આવેલા છે ત્યાં 22.12.2021ના રોજથી સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી હતી જે સમાપ્ત થઇ ગઇ છે. આ પરિસરમાંથી પ્રાપ્ત થયેલી કુલ બેનામી રોકડ રકમ રૂ. 177.45 કરોડ છે. CBICના અધિકારીઓ દ્વારા અત્યાર સુધીમાં જપ્ત કરવામાં આવેલી આ સૌથી વધુ રોકડ રકમ છે. સ્થળ પરથી જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજોની હાલમાં તપાસ હેઠળ છે.
આ ઉપરાંત, DGGIના અધિકારીઓ દ્વારા કન્નૌજ ખાતે મેસર્સ ઓડોકેમ ઇન્ડસ્ટ્રીઝના રહેણાક/ફેક્ટરી પરિસરમાં પણ સર્ચ કામગીરી હાથ ધરવામાં આવી હતી જે હાલમાં ચાલુ છે. કન્નૌજ ખાતે સર્ચ દરમિયાન, અધિકારીઓએ અંદાજે 17 કરોડ રૂપિયા રોકડા જપ્ત કર્યા છે, જેની હાલમાં SBIના અધિકારીઓ દ્વારા ગણતરી કરવામાં આવી રહી છે.
અત્યાર સુધીમાં કરવામાં આવેલી તપાસ દરમિયાન પ્રાપ્ત થયેલા પુરાવાઓના આધારે, DGGIના અધિકારીઓ દ્વારા મેસર્સ ઓડોકેમ ઇન્ડસ્ટ્રીઝના ભાગીદાર પીયૂષ જૈનની પૂછપરછ કરવામાં આવી હતી. અધિનિયમની કલમ 70 હેઠળ તા. 25/26.12.2021ના રોજ તેમના નિવેદનો નોંધવામાં આવ્યા હતા. જેમાં પીયૂષ જૈને કબુલ્યું હતું કે, રહેણાક પરિસરમાંથી જપ્ત કરવામાં આવેલી રોકડ રકમ GSTની ચુકવણી કર્યા વગર માલસામાનના વેચાણ સાથે સંકળાયેલી છે. કન્નૌજ સ્થિત મેસર્સ ઓડોકેમ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા મોટાપાયે GSTની ચોરી કરવામાં આવેલી હોવાથી સજ્જડ પુરાવાઓ પ્રાપ્ત થયા હોવાનું ધ્યાનમાં રાખીને, CGST અધિનિયમની કલમ 132 હેઠળ સૂચિત ગુનાઓ આચરવા બદલ 26.12.2021ના રોજ પીયૂષ જૈનની ધરપકડ કરવામાં આવી હતી અને 27.12.2021ના રોજ સક્ષમ અદાલત સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
નોંધનીય છે કે, કર ચોરીનો વાસ્તવિક આંકડો જાણવા માટે છેલ્લા પાંચ દિવસમાં સર્ચ પ્રક્રિયા દરમિયાન એકત્ર કરવામાં આવેલા પુરાવાઓની સંપૂર્ણ તપાસ કરવામાં આવી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે