PM મોદી બન્યા કાનપુર મેટ્રોમાં બેસનારા પહેલાં યાત્રી, સાથે સીએમ યોગી પણ હતા

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાનપુર મેટ્રો રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદી આઈઆઈટી કાનપુર મેટ્રો સ્ટેશન પર મેટ્રો ટ્રેનમાં સવાર થયા અને આ સેવાના પહેલા યાત્રી બન્યા.

PM મોદી બન્યા કાનપુર મેટ્રોમાં બેસનારા પહેલાં યાત્રી, સાથે સીએમ યોગી પણ હતા

કાનપુર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કાનપુર મેટ્રો રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું. પીએમ મોદી આઈઆઈટી કાનપુર મેટ્રો સ્ટેશન પર મેટ્રો ટ્રેનમાં સવાર થયા અને આ સેવાના પહેલા યાત્રી બન્યા. તેમની સાથે કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી અને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહ્યા હતા. 

કાનપુર મેટ્રોમાં હશે આ સુવિધાઓ
અત્રે જણાવવાનું કે કાનપુર મેટ્રો રેલવે પ્રોજેક્ટમાં બે કોરિડોર સામેલ છે અને તેની લંબાઈ 32.5 કિલોમીટર છે. પહેલો કોરિડોર આઈઆઈટી કાનપુરથી નૌબસ્તા સુધી 23.8 કિમી લાંબો છે. જ્યારે ચંદ્રશેક આઝાદ કૃષિ વિશ્વ વિદ્યાલયથી બર્રા-8 સુધી  બીજો કોરિડોર 8.6 કિમી લાંબો છે. બુધવારથી રોજ મેટ્રોની સેવા સવારે 6 વાગ્યાથી રાતે દસ વાગ્યા સુધી ઉપલબ્ધ રહેશે. શરૂઆતમાં ક્યૂઆર કોડ સાથે ટિકિટ ઉપલબ્ધ રહેશે અને બાદમાં મુસાફરો માટે સ્માર્ટ કાર્ડ પણ રજુ કરાશે. 

The completed 9 km long section of Kanpur Metro Rail Project stretches from IIT Kanpur to Moti Jheel. pic.twitter.com/ewovyLpSlA

— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 28, 2021

ગ્રીન બિલ્ડિંગ કોડ સાથે બનાવવામાં આવી છે કાનપુર મેટ્રો
અત્રે જણાવવાનું કે કાનપુર મેટ્રો પ્રાયોરિટી સેક્શન પર આઈઆઈટી કાનપુરથી મોતીઝીલ સુધી ત્રણ ડબ્બા સાથે  દોડશે. ગ્રીન બિલ્ડિંગ કોડ અને માપદંડો સાથે કડક અનુપાલનના કારણે આ પર્યાવરણ પ્રબંધન માટે આઈએસઓ-14001 પ્રમાણન અને સુરક્ષા પ્રબંધન માટે આઈએસઓ-45001 પ્રમાણન સાથે પ્રમાણિત કરાયો છે. આ પ્રોજેક્ટને ગ્રીન બિલ્ડિંગ કોડ મુજબ વિક્સિત કરાયો છે જે તેને પર્યાવરણ માટે સુરક્ષિત  બનાવે છે. 

UP CM Yogi Adityanath and Union Minister Hardeep Singh Puri also present along with him pic.twitter.com/Y24I6EQ4kI

— ANI UP/Uttarakhand (@ANINewsUP) December 28, 2021

બે વર્ષમાં તૈયાર થઈ કાનપુર મેટ્રો
નોંધનીય છે કે પ્રાયોરિટી કોરિડોરના તમામ નવ સ્ટેશનને ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ દ્વારા પ્લેટિનમ રેટિંગથી પ્રમાણિત કરાયા છે. 15 નવેમ્બર 2019ના રોજ યોગી આદિત્યનાથે કાનપુર મેટ્રોના સિવિલ નિર્માણ કાર્યનું ઉદ્ધાટન કર્યું હતું. આ વર્ષે 10 નવેમ્બરે મેટ્રોની ટ્રાયલ રન કરાઈ હતી. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news