આવતીકાલે રાહુલ ગાંધી આખી લિગલ ટીમ સાથે સુરત આવશે, જાણો શું છે મામલો
Rahul Gandhi Surat Court : આવતીકાલે સોમવારે રાહુલ ગાંધી ફરી સુરત આવશે....રાહુલ ગાંધી અને તેમની લીગલ ટીમ સુરત કોર્ટમાં અપીલ કરશે....રાહુલ ગાંધી સુરત સેસન્સ કોર્ટમાં અપીલ કરાશે....માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલને ફટકારી છે બે વર્ષની સજા...
Trending Photos
Rahul Gandhi Parliament Membership Cancel : મોદી સરનેમ પર ટિપ્પણી કર્યા બાદ રાહુલ ગાંધીને મોટો ફટકો પડ્યો. સુરત કોર્ટે માનહાનિ કેસમાં તેમને સજા ફટકારી. જેના બાદ તેમણે સંસદ સભ્ય પદ ગુમાવ્યું. ત્યારે આવતીકાલે રાહુલ ગાંધી ફરી સુરત આવશે. રાહુલ ગાંધી અને તેમની લિગલ ટીમ સુરત કોર્ટમાં અપીલ કરશે. રાહુલ ગાંધી સુરત સેસન્સ કોર્ટમાં અપીલ કરશે. માનહાનિ કેસમાં સુરત કોર્ટે રાહુલને બે વર્ષની સજા ફટકારી છે. તેથી સોમવારે સુરત સેસન્સ કોર્ટમાં જ અપીલ કરવામાં આવશે. દિલ્હીના નિષ્ણાત વકીલોની ટીમ રાહુલ ગાંધીનો કેસ લડશે.
લિગલ ટીમ સાથે અપીલ કરશે
પ્રાપ્ત માહિતી અનુસાર, રાહુલ ગાંધી મોદી અટક માનહાનિ કેસ માટે સોમવારે ફરીથી સુરતમાં આવશે. તેઓ સોમવારે સુરતમાં ઉપલી કોર્ટમાં આ નિર્ણયને પડકારશે. બીજી બાજુ ચૂંટણી કેરળમાં ચૂંટણી આવવાની છે. ત્યારે ચૂંટણી પંચે પણ કેરળની વાયનાડ બેઠક માટે પેટાચૂંટણી જાહેર કરી નથી. કારણ કે, કોર્ટ તરફથી રાહુલને અપીલમાં જવા માટે 30 દિવસનો સમય આપવામાં આવેલો છે.
શુ હતો મામલો
ત્રણ વર્ષ પહેલા કર્ણાટક (Karnataka) ખાતે લોકસભાની ચૂંટણી પ્રચાર સભામાં કોગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ મોદી સમાજ વિરુદ્ધ ટીપ્પણી કરી હતી. જેને લઈને જેથી સુરતી મોઢવણિક સમાજના પ્રમુખ તથા સુરતના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ રાહુલ ગાંધી (Rahul Gandhi) વિરુદ્ધ માનહાનિનો દાવો કર્યો હતો. હાલમાં સુરતની ચીફ કોર્ટમાં ચાલતી આ કેસની કાર્યવાહી દરમિયાન અગાઉ આરોપી રાહુલ ગાંધીએ સુરત કોર્ટમાં હાજર રહીને ગુનાના આક્ષેપોને નકારી કેસ કાર્યવાહીનો સામનો કરવાની તૈયારી દાખવી હતી.
કોર્ટે 2 વર્ષની સજા ફટકારી હતી
ચાર વર્ષ પહેલા મોદી સરનેમ પર ટિપ્પણી કરનારા રાહુલ ગાંધીને સુરત કોર્ટ દ્વારા સજા કરાઈ છે. ઉપરથી રાહુલ ગાંધીને સંસદ સભ્ય પદ પરથી હાથ ધોવો પડ્યો છે. સાથે જ તેઓ આગામી 6 વર્ષ સુધી ચૂંટણી નહિ લડી શકે. આઝાદ ભારતમાં સંસદના ઈતિહાસમાં અગાઉ ઘણીવાર એવી ઘટના સામે આવી છે જેમાં સાંસદની સદસ્યતા રદ્દ કરવામાં આવી હોય. આ માટે જનપ્રતિનિધિ કાયદો અમલમાં છે. જેમાં નેતાઓના સભ્યપદને હટાવવાની જોગવાઈ છે. અગાઉ અનેક નેતાઓએ આ રીતે પોતાનું સભ્યપદ ગુમાવ્યુ છે.
શું છે નિયમ?
સંસદના નિયમાનુસાર કોઈપણ વ્યક્તિ જેને બે વર્ષ અથવા તેથી વધારે સજા થઈ હોય તેવી વ્યક્તિની સંસદની સદસ્યતા રદ્દ થઈ શકે છે. આવા મામલામાં સસદ દ્વારા જેતે વ્યક્તિ પર થયેલાં કેસ અંગે ગંભીર રીતે વિચાર કરવામાં આવે છે. લોકસભા અધ્યક્ષ આ મામલે જેતે સભ્યનું સભ્ય પદ રદ્દ પણ કરી શકે છે. તેના માટે સંસદમાં આ પ્રસ્તાવ પસાર કરવો પડે છે.
હવે રાહુલ પાસે શું વિકલ્પ?
કાયદાના નિષ્ણાંતોના મતે રાહુલ પાસે હજુ પણ બે વિકલ્પ છે. કાયદાની રીતે આગળ ન વધે તો રાહુલને જેલમાં જવું પડે. તો બીજી તરફ, સભ્યપદ બચાવવા માટે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટ જઈ શકે છે. માનહાનિ કેસમાં સજાથી રાહત મળે તો સભ્યપદ બચી શકે છે. આ માટે રાહુલ ગાંધીએ સજાની સામે સેશન્સ કોર્ટમાં જવું પડશે. હવે કોર્ટના નિર્ણય પર રાહુલ ગાંધીનું ભવિષ્ય નિર્ભર બન્યું છે. સેશન્સ કોર્ટમાં સજાથી રાહત મળે તો જ રાહુલ જેલમાં જતા બચી શકે છે. સેશન્સ કોર્ટમાંથી રાહત ન મળે તો રાહુલનું જેલમાં જવાનું નક્કી છે. સજાની સાથે આગામી 6 વર્ષ ચૂંટણી પણ નહીં લડી શકે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે