બેડમિન્ટનમાંથી બ્રેક લઈ પીવી સિંધુએ અજમાવ્યો હીરા ઘસવાની ઘંટી પર હાથ, જુઓ VIDEO

બેડમિન્ટનમાંથી બ્રેક લઈ પીવી સિંધુએ હીરા ઘસવાની ઘંટી પર હાથ અજમાવ્યો હતો અને હીરા કલાકારો પાસેથી હીરા ઘસવાની ટેકનિક જાણી હતી. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે.

બેડમિન્ટનમાંથી બ્રેક લઈ પીવી સિંધુએ અજમાવ્યો હીરા ઘસવાની ઘંટી પર હાથ, જુઓ VIDEO

સુરત: 36મી નેશનલ ગેમ્સનું આયોજન લાંબા સમય બાદ ગુજરાતમાં કરવામાં આવ્યું છે. ત્યારે સુરતમાં બેડમિન્ટનની સ્પર્ધા આજથી શરૂ થઈ છે. ત્યારે બે વખતની ઓલિમ્પિય ચેમ્પિયન પીવી સિંધુના હસ્તે બેડમિન્ટન ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું.

બેડમિન્ટનમાંથી બ્રેક લઈ પીવી સિંધુએ હીરા ઘસવાની ઘંટી પર હાથ અજમાવ્યો હતો અને હીરા કલાકારો પાસેથી હીરા ઘસવાની ટેકનિક જાણી હતી. હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે પીવી સિંધુ હીરા ઘસવાની ઘંટી પર બેઠી છે અને તેની આસપાસ કલાકારો તેને હીરા ઘસવાની ટેકનિક વિશે માહિતી આપી રહ્યા છે.

— Zee 24 Kalak (@Zee24Kalak) October 1, 2022

પીવી સિંધુએ ટી-શર્ટનું અનાવરણ કર્યું હતું. આજે મિક્સ ટીમ ઇવેન્ટ યોજાય હતી. જેમાં ગુજરાતે નેશનલ ગેમ્સના ઇતિહાસમાં પ્રથમ વાર મેડલ નિશ્ચિત કર્યો છે જેથી ગુજરાત ટીમ સહિત એસોસિએશને પણ ખુશી અને ગર્વની લાગણી વ્યક્ત કરી છે. મિક્સ ટીમ ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી બેડમિન્ટનની સ્પર્ધામાં ગુજરાતનો શાનદાર પરફોર્મન્સ રહ્યો છે. ખેલાડીઓ દ્વારા કોર્ટ પર આક્રમક પ્રદર્શન કરતા ઉત્તરાખંડની ટીમને હરાવી હતી. ઉતરાખંડની ટીમ મજબૂત હોવા છતાં ગુજરાતના ખેલાડીઓએ અપસેટ સર્જવામાં સફળતા મેળવી હતી. 

નેશનલ ગેમ્સમાં ગુજરાતને બેડમિન્ટનમાં પ્રથમવાર મેડલની સ્થિત થયો છે. બેડમિન્ટન ખેલાડી તસનીમ મિરે જણાવ્યું હતું કે અમે ખૂબ ખુશ છીએ રાજ્યમાં આવે બેડમિન્ટનનું સ્થળ ઊંચું આવી રહ્યું છે જે આ દર્શાવે છે અમે હજુ પણ વધુ સારું પર્ફોર્મન્સ કરવાની આશા રાખીએ છીએ સુરતમાં તમામ ખેલાડીઓને ખૂબ પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે લોકો જીએસ કરે છે અને નારાઓ લગાવે છે જેથી ખેલાડીઓનું મનોબળ મજબૂત બને છે. હવે આવતીકાલે કેરળ સામે સેમિફાઇનલ યોજાશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news