ભાવનગરમાં ભગવંત માને કહ્યું; 'ગુજરાતની ચૂંટણીમાં એટલા બધા મત નાંખો કે દિલ્હી-પંજાબનો રેકોર્ડ તૂટી જાય'
પંજાબના મુખ્યમંત્રી ભગંવત માને જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોને હવે કંઈક ચેન્જ જોઈએ છે. ત્યારે ગુજરાતમાં એક આંધી ઉઠી છે. ત્યારે તેમણે લોકોને જણાવ્યું હતું કે એક મોકો અમને આપો બીજા કોઈને મોકો આપવાની જરૂર જ નહિ રહે.
Trending Photos
નવનીત દલવાડી/ભાવનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે ફરી એક વખત આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે પધાર્યા છે. અરવિંદ કેજરીવાલ આજે ભાવનગર પહોંચ્યા છે, જ્યાં તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન પણ ભાવનગર પહોંચ્યા છે. બંને નેતાઓ એરપોર્ટથી સીધા સભા સ્થળે પહોંચી વિશાળ સભાને સંબોધન કર્યું છે. માર્કેટિંગ યાર્ડ નજીક જાહેર સભામાં ખૂબ મોટી સંખ્યામાં લોકોની ઉપસ્થિતિ જોવા મળી છે.
પંજાબના મુખ્યમંત્રી ભગંવત માને જણાવ્યું હતું કે, ગુજરાતના યુવાનોને હવે કંઈક ચેન્જ જોઈએ છે. ત્યારે ગુજરાતમાં એક આંધી ઉઠી છે. ત્યારે તેમણે લોકોને જણાવ્યું હતું કે એક મોકો અમને આપો બીજા કોઈને મોકો આપવાની જરૂર જ નહિ રહે. અત્યારે જેવી ગુજરાતની હાલત છે એવી જ પંજાબની હાલત હતી. પરંતુ કેજરીવાલની સરકારે બધુ જ બદલી નાંખ્યું છે.
માને વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસે હવે લડવાનું કામ છોડી દીધું છે. દિલ્હીમાં છેલ્લા 8 વર્ષથી એક પણ ધારાસભ્ય કોંગ્રેસનો નથી. કેજરીવાલની સરકારમાં શિક્ષણમાં કોઈ અંતર નહિ, હોસ્પિટલમાં ફ્રી ઈલાજ, અમે પંજાબમાં 50 લાખ લોકોને ફ્રી વીજળી આપી છે. અમે જ્યાં જ્યાં જઈએ છીએ ત્યાં અમને લોકોનો પ્રેમ મળે છે. એટલે ગુજરાતની ચૂંટણીમાં એટલા બધા મત નાખો જેથી દિલ્હી અને પંજાબનો પણ રેકોર્ડ તૂટી જાય. ગુજરાતના રસ્તાઓ પર ખાડા નહીં, ખાડામાં સડક છે.
તેમણે લોકોને જણાવ્યું હતું કે, ચૂંટણીના મતદાન વખતે એક જ ચિન્હ યાદ રાખજો, જાડું કા બટન આપકી કિસ્મત ચમકાયેગા. બગીચો માત્ર એક સરખા ફૂલોનો નથી હોતો. એમાં તમામ પ્રકારના રંગબેરંગી ફૂલો હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે