Navratri 2022: GMDCના ગરબામાં PM મોદી આપી શકે છે હાજરી, માં અંબાની ઉતારશે આરતી! શું છે સંભવિત કાર્યક્રમ?
મહત્વનું છે કે, પીએમ નરેન્દ્ર મોદી નવરાત્રિ ટાણે અમદાવાદમાં આવનાર છે, એટલે કે 29 સપ્ટેમ્બરથી ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ સુરત, અમદાવાદ અને ભાવનગરની મુલાકાત લેવાના છે.
Trending Photos
અમદાવાદ: ગુજરાતમાં હવે ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે, ત્યારે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ હવે ગુજરાતના પ્રવાસે આવીને લોકોને આકર્ષી રહ્યા છે. ત્યારે સમાચાર એવા છે કે પીએમ નરેન્દ્ર મોદી નવરાત્રિ ટાણે ગુજરાત પ્રવાસે આવનાર છે, ત્યારે ગુજરાત પ્રવાસે આવી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમદાવાદમાં GMDC ખાતે નવરાત્રિ મહોત્સવમાં હાજરી આપશે. સૂત્રો જણાવી રહ્યા છે કે GMDCના ગરબામાં PM મોદી માં અંબાની આરતી પણ કરી શકે છે.
મહત્વનું છે કે, પીએમ નરેન્દ્ર મોદી નવરાત્રિ ટાણે અમદાવાદમાં આવનાર છે, એટલે કે 29 સપ્ટેમ્બરથી ગુજરાત પ્રવાસે આવવાના છે. તેઓ સુરત, અમદાવાદ અને ભાવનગરની મુલાકાત લેવાના છે. પીએમ મોદી નવરાત્રિમાં અમદાવાદીઓને મેટ્રોની ભેટ આપવાના છે. PM મોદી પાંચમા નોરતે એટલે કે 30 સપ્ટેમ્બરે મેટ્રોના બંને રૂટને લીલી ઝંડી આપશે. આ સાથે જ નવરાત્રીના પર્વ નિમિત્તે તેઓ અમદાવાદના GMDC ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે. જેને લઈને પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
પીએમ નરેન્દ્ર મોદી 29 સપ્ટેમ્બરે બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે, ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે PM મોદી અમદાવાદના GMDC ખાતે નવરાત્રી મહોત્સવમાં હાજરી આપે તેવી શક્યતા છે. પીએમ મોદી નવરાત્રી મહોત્સવમાં અંબાજી માતાની આરતી પણ ઉતારશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 2019માં નવરાત્રી મહોત્સવમાં પણ ઉપસ્થિત રહ્યાં હતા. આ વર્ષે ફરી તેઓ નવરાત્રી મહોત્સવમાં હાજરી આપી શકે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે