ગુજરાતમાં જમીન અને મકાનોના વધી જશે ભાવ, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

Property Rate In Gujarat : ગુજરાત સરકારના એક નિર્યણથી હવે રાજ્યમાં જમીનોના ભાવમાં વધારો થઈ જવાનો છે. રાજ્ય સરકારે 12 વર્ષ બાદ મોટો નિર્ણય લેતા જંત્રીના ભાવમાં વધારો કર્યો છે. એટલે કે મકાન, દુકાન, સહિત તમામ વસ્તુના ભાવ વધી જશે. 

ગુજરાતમાં જમીન અને મકાનોના વધી જશે ભાવ, રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારની ભવ્ય જીત બાદ સરકાર પોતાની આવક વધારવા માટે 11 વર્ષ પછી જંત્રીના નવા દર અમલમાં લાવી છે. આ મામલે ,સરકારે જાહેરાત કરી દીધી છે. સરકારે જંત્રીના દર સુધારો કર્યો છે. સરકારના આ નિર્ણય બાદ રાજ્યભરમાં જમીનના ભાવ વધી જશે. એટલે કે દુકાન, મકાન, જમીન સહિત તમામના ભાવમાં વધારો થશે. 

લોકોને શું ફાયદો થશે
હવે તમને લાગશે કે સરકારના આ નિર્ણયથી શું ફેર પડશે. રાજ્ય સરકાર દ્વારા જંત્રીના ભાવમાં વધારો કરવાથી જમીનના ભાવ વધી જશે. એટલે કે જે લોકો પાસે દુકાન, મકાન કે કોઈ વસ્તુ છે તો તેનો ભાવ વધી જશે. એટલે કે લોકોના મકાન, દુકાન, જમીન દરેકની વેલ્યૂ વધી જશે. બીજીતરફ સરકારને પણ તેનાથી ફાયદો થશે. એટલે કે જ્યારે દસ્તાવેજ કરવાનો હોય તો સરકારને સ્ટેમ્પ ડ્યુટીથી સરકારની આવકમાં વધારો થશે. 

નવા ઘરના ભાવમાં વધારો થશે
રાજ્ય સરકારના આ નિર્ણય બાદ રાજ્યભરમાં બની રહેલા નવા મકાનો, દુકાનો, કોમર્શિયલ કોમ્પ્લેક્સ સહિત તમામ વસ્તુના ભાવમાં વધારો થશે. એટલે કે હવે લોકો નવું ઘર કે દુકાન લેવા જશે તો તેણે એરિયા પ્રમાણે વધારે ભાવ ચુકવવો પડશે. સાથે જે જૂના મકાનો છે તેની કિંમતમાં પણ વધારો થશે. 

શું કોઈ લોકોએ મકાન કે દુકાન બુક કરાવી દીધું તો કોઈ ફેર પડશે?
જો તમે પહેલાથી કોઈ મકાન, દુકાન કે કોઈ જમીનની ડીલ ફાઇનલ કરેલી છે. તો તમારે વધારે ભાવ આપવો પડશે નહીં. કારણ કે તમારી ડીલ જૂની મંત્રીના આધારે થઈ છે. એટલે તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. તમે બુકિંગ સમયે જે ભાવ નક્કી કર્યો હતો તેજ ભાવે તમને મળશે. 

તો સૌપ્રથમ સમજીએ કે, જંત્રી એટલે શું?
જંત્રી એટલે જમીન કે કોઇ પણ પ્રોપર્ટીના ખરીદ વેચાણ માટેને સરકાર દ્વારા નિર્ધારીત કરવામાં લઘુતમ ભાવ છે. જો તમારો વેચાણ દસ્તાવેજ જંત્રી દર કરતાં વધુ હશે તો જ સરકારી ચોપડે તમે તે મિલકતના માલિક તરીકે નોંધણી થશે. તે એક કાનૂની પુરાવો છે, જે નિશ્ચિત સમય વચ્ચે જમીન કે મિલકતનો દર દર્શાવે છે. જંત્રીના ભાવથી પ્રોપર્ટીનો દસ્તાવેજ કરતી વખતે કેટલી સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવી અને કેટલો રજિસ્ટ્રેશન ચાર્જ ચૂકવવો તે નક્કી કરવામાં મદદ મળે છે. જંત્રીને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ગુજરાતમાં આપણે જંત્રી કહીએ છીએ, તેને અન્ય રાજ્યોમાં સર્કલ રેટ અથવા રેડી રેકનર તરીકે પણ ઓળખવામાં આવે છે.

જંત્રીનો દર કોણ નક્કી કરે છે?
તો તમને જણાવી દઇએ કે, ગુજરાત સરકાર દ્વારા નિયમિત સમયાંતરે જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. જમીન અને મિલકતની બજાર કિંમતના આધારે નિયમિત સમયે સરકાર દ્વારા સમીક્ષા કરવામાં આવે છે અને ત્યારબાદ જંત્રીનો દર નક્કી થાય છે.

કેવી રીતે નક્કી થાય છે જંત્રીનો રેટ
જંત્રી નક્કી કરવા માટે વિવિધ પરિબળને ધ્યાને લેવામાં આવે છે. જેમકે, જમીન અને મિલકતનો પ્રકાર, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને લોકાલિટીને આધાર બનાવીને જંત્રીનો દર નક્કી કરવામાં આવે છે. આ સિવાય પ્રોપર્ટીની બજાર કિંમત પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. પ્રોપર્ટીની માર્કેટ વેલ્યુ જેટલી વધારે હશે, જંત્રીનો રેટ પણ તેટલો વધારે થશે. જો રહેણાંક સંપત્તિ હોય તો જંત્રીનો રેટ ઓછો હોય છે જ્યારે ધંધાકીય સંપત્તિ માટે જંત્રીનો રેટ વધારે હોય છે. એટલે કે, ફ્લેટ, પ્લોટ, ઓફિસ સ્પેસ અને ઔદ્યોગિક વસાહતના જંત્રીના રેટ અલગ-અલગ હોય છે. જો આસપાસ શોપિંગ કોમ્પ્લેક્સ કે મોલ હોય, સારા રોડ-રસ્તા હોય, હોસ્પિટલ, સ્કૂલ, બાગબગીચા જેવી સવલતો હોય તેવા વિસ્તારનો જંત્રી રેટ ઊંચો હોય છે.

જંત્રીની ફોમ્યુલા
ગુજરાતમાં જંત્રીના રેટ નક્કી કરવા માટે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની પેટર્નનું અનુકરણ કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્રમાં દર વર્ષે જંત્રીના દર બદલવામાં આવે છે. જો બજાર કિંમતમાં સતત વધારો થતો રહે તો જંત્રીના દર વધે છે અને બજારમાં કોઈ નેગેટિવ ઇફેકટ આવે તો દરમાં ઘટાડો પણ થઈ શકે છે. ગુજરાતમાં ૨૦૦૬માં સર્વે કરાયેલી જંત્રીનો અમલ ૨૦૦૮માં થયો હતો. ૨૦૧૧માં ફરીથી સુધારો થયો અને કેટલીક ભૂલો સુધારવામાં આવી. વેલ્યુ ઝોનના આધારે જંત્રીનો રેટ નક્કી કરવામાં આવે છે.

જંત્રીનું શું મહત્વ છે
બેન્કમાંથી લોન લેવા માટે
લોન ક્રેડિટ નો સમયગાળો વધારવા
કોન્ટ્રાક્ટર તરીકે રજીસ્ટર કરવામાટે
ઇનકમ ટેક્સ ફાઈલ કરવામાટે
વિઝા મેળવવા માટે
આવકવેરા કે કેપિટલ ગેઇન ના ફાઇલિંગ માટે

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news