પોરબંદર બેઠક ઉપર મહેર જ્ઞાતિના મતો બનશે નિર્ણાયક, કાંધલની રહેશે મહત્વપૂર્ણ ભૂમિકા?

રાજ્ય સહિત સમગ્ર દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજકીય પાર્ટીના જે ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. તેઓ મત મેળવવા માટે પ્રચારમાં લાગેલા જોવા મળી રહ્યા છે. પરંતુ પોરબંદર જિલ્લામાં એક લોકનેતા એવા પણ છે કે, જેઓ ફક્ત ચૂંટણી સમયે જ નહી પરંતુ હંમેશા પ્રજાની-સમસ્યાઓને પોતાની સમસ્યા ગણી કામગીરી કરતા આવ્યા હોવાથી તેઓ પ્રજામાં ભારે લોકચાહના ધરાવે છે.

પોરબંદર બેઠક ઉપર મહેર જ્ઞાતિના મતો બનશે નિર્ણાયક, કાંધલની રહેશે મહત્વપૂર્ણ ભૂમિકા?

અજય શીલુ/પોરબંગદર: રાજ્ય સહિત સમગ્ર દેશમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજકીય પાર્ટીના જે ઉમેદવારો ચૂંટણીના મેદાનમાં ઉતર્યા છે. તેઓ મત મેળવવા માટે પ્રચારમાં લાગેલા જોવા મળી રહ્યા છે. પરંતુ પોરબંદર જિલ્લામાં એક લોકનેતા એવા પણ છે કે, જેઓ ફક્ત ચૂંટણી સમયે જ નહી પરંતુ હંમેશા પ્રજાની-સમસ્યાઓને પોતાની સમસ્યા ગણી કામગીરી કરતા આવ્યા હોવાથી તેઓ પ્રજામાં ભારે લોકચાહના ધરાવે છે. ત્યારે ચાલો જોઈએ કોણ છે. આ અસાધારણ લોકનેતા અને લોકસભાની ચૂંટણીમાં શું હશે તેમની મહત્વની ભૂમિકા.

ચૂંટણી દરમિયાન પ્રજાના કાર્યો કરવાના વાયદાઓ કરીને ચૂંટણીમાં જીત મેળવ્યા બાદ કહેવાતા નેતાઓ આ વાયદાઓ ભુલી જતા હોય તેવી નેતાઓની એક સામાન્ય ઓળખ આપણે ત્યાં જોવા મળે છે. પરંતુ અમુક નેતાઓ એવા પણ હોય છે. જેઓ માત્ર ચૂંટણી સમય પુરતા નહી પરંતુ હરહંમેશ લોકોના કાર્યો કરવા માટે હંમેશા તત્પર રહેતા હોય છે. આજે આપણે વાત કરીએ રાણાવાવ-કુતિયાણા મતવિસ્તારના ધારાસભ્ય કાંધલ જાડેજાની જેઓ અન્ય ધારાસભ્ય-નેતાઓથી બિલકુલ અલગ જ તરી આવે છે. 

કાંધલ જાડેજાના રાજકીય અને કૌટુબિંક ઈતિહાસની વાત કરીએ તો તેઓના પિતા સરમણ મુંજા જાડેજા અને તેમના માતા સંતોકબેન જાડેજા પણ સૌરાષ્ટ્ર સહિત ગુજરાત ભરમાં ખુબ મોટી નામના ધરાવે છે. જે રાણાવાવ-કુતિયાણા બેઠક પર હાલમાં કાંધલ જાડેજા ધારાસભ્ય છે તે બેઠક પર સંતોકબેન જાડેજા તેમજ તેમના કાકા ભુરા મુંજા જાડેજા પણ ધારાસભ્ય રહી ચુક્યા છે. કાંધલ જાડેજાએ પ્રથમ વખત 2012માં એનસીપીમાંથી રાણાવાવ-કુતિયાણા બેઠક પરથી ચૂંટણીના મેદાનમાં ઉતર્યા હતા. જેમાં તેઓએ ત્રણ ટર્મથી જીતતા આવતા ભાજપના ઉમેદવારને 18 હજારથી વધુ મતોથી પરાસ્ત કર્યા હતા.

ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ ફરી એકવાર બોલ્યા વિવાદીત બોલ

જ્યારે 2017 વિધાનસભાની ચૂંટણીની વાત કરીએ આ ચૂંટણીમાં કોંગ્રેસ અને એનસપીનુ ગઠબંધન નહી થયુ હોવા છતા કાંધલ જાડેજાએ એકલા હાથે ભાજપ-કોંગ્રેસ અને અપક્ષો સહિતના 11 જેટલા ઉમેદવરોને કારમો પરાજય આપી 24 હજારથી વધુની જંગી બહુમતીથી જીત મેળવી હતી. લોકસભા ચૂંટણીની વાત કરીએ તો 2014માં કાંધલ જાડેજાએ પ્રથમ વખત પોરબંદર લોકસભા બેઠક પરથી એનસીપીમાંથી ચૂંટણી લડી હતી. જેમાં ભાજપના મોટા નેતા વિઠ્ઠલ રાદડીયા સામે તેઓની હાર થઈ હતુ.

અલ્પેશ ઠાકોર અંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આપ્યું નિવેદન, જાણો શું કહ્યું

પરંતુ પ્રથમ વખત લોકસભાની ચૂંટણી લડી હોવા છતા તેઓએ રાદડીયાને જોરદાર ટક્કર આપતા પોણા ત્રણ લાખ જેટલા મતો મેળવ્યા હતા.રાણાવાવ કુતિયાણાના યુવા ધારાસભ્ય કાંધલ જાડેજા આ વિસ્તારમાં એટલો દબદબો અને લોકચાહના ધરાવે છે કે,તેઓ કોઈપણ સ્થાનિક સંગઠન કે પ્રચાર-પ્રસાર કે જાહેરસભાઓ વગર જ એકલા હાથે જંગી મતોથી વિજેતા બનતા આવ્યા છે. રાણાવાવ-કુતિયાણા મત વિસ્તારને પોરબંદર,જામનગર અને જૂનાગઢ આ ત્રણેય લોકસભા બેઠકનો વિસ્તાર નજીક પડતો હોવાથી પોતે જે મહેર સમાજમાંથી આવે છે તે સિવાયના પણ તમામ જ્ઞાતિ અને સમુદાયમાં પણ કાંધલ જાડેજાની સારી એવી પકડ અને લોકચાહના હોવાથી આ ત્રણેય બેઠકો પર તેઓ જે રાજકીય પાર્ટી તરફ પોતાનો જુકાવ બતાવશે તેને ખુબજ મોટા પ્રમાણમાં ફાયદો પહોંચાડશે તે વાત પણ નિશ્ચિત મનાઈ રહી છે,

અલ્પેશ ગજબની પોલિટિક્સ શીખી ગયા છે અને રમી રહ્યા છે: હાર્દિક પટેલ

ફક્ત ચૂંટણી સમય દરમિયાન નહી પરંતુ હંમેશા લોકોના સુખ-દુ:ખના સમયમાં સાથે ઉભા રહેતા અને પોતાના સ્વખર્ચે લોકોને મદદરુપ થવાનો કાંધલ જાડેજાનો જે સ્વભાવ છે તે અન્ય નેતાઓથી તેને અલગ પાડે છે. ધારાસભ્ય પોતાના વિસ્તારમાં કોઈપણ પ્રકારના ધાર્મિક ભેદભાવ વગર તમામ ધર્મના લોકોના સામાજીક-ધાર્મિક પ્રસંગોમાં હાજરી આપીને ફાળાઓ લખાવવાને બદલે સ્થળ ઉપર જ આર્થિક અનુદાન કરવાનુ ક્યારેય ભુલતા નથી. ધારાસભ્ય કાંધલ જાડેજાની અન્ય એક ખાસ વાત એ પણ છે કે,તેઓ ક્યારેય પણ નાના માણસોને ત્યા થતા સામાજીક અને ધાર્મિક પ્રસંગે હાજરી આપવાનુ ચુકતા નથી કારણ કે,તેઓનુ માનવુ છે કે,મોટા માણસોને ત્યા તો જનારા અનેક લોકો હશે.

પરંતુ નાના માણસોને ત્યા જનારા ખુબ ઓછા હોય છે જેથી તેઓ નાના માણસોને પોતાના પરિવારના સભ્યોની જેમ ગણતા આવ્યા છે. દર વર્ષે પોતાના ખર્ચે ઉપલેટાથી લઈને કુતિયાણા વિસ્તારના ખેડૂતોને સિંચાઈનુ પાણી મળી રહે તે માટે 8 લાખથી વધુના સ્વખર્ચે સિંચાઈ વિભાગમાંથી પાણી છોડાવવાની વાત હોય કે,પછી પોતાના ખર્ચે કેનાલ સાફ કરવાની વાત હોય તેઓ જરુર પડ્યે હંમેશા ખેડૂતોને ખરા અર્થમાં મદદરુપ થતા આવ્યા છે. પોતાના પક્ષની સરકાર નહી હોવા છતા કાંઘલ જાડેજાએ પોતાના વિસ્તારમાં સૌથી વધુ રોડ,વિજળી,પાણીના કાર્યો પણ કરાવ્યા છે.

સન્માન અને વિશ્વાસઘાતનો ઉલ્લેખ કરી, જાણો અલ્પેશ ઠાકોરે શું લખ્યું રાજીનામા પત્રમાં

વિધાનસભાની ચૂટણી બાદ રાણાવાવ નગરપાલિકાની ચૂંટણીમાં પણ એનસીપીનો કબ્જો થતા આજે ધારાસભ્યની દેખરેખમાં રોડ,રસ્તા અને પાણી સહિતની તમામ સુવિધાઓ રાણાવવાવ વાસીઓેને મળતી થઈ છે. પ્રજા વચ્ચે રહેતા અને પોતાની આગવી કાર્ય પદ્ધતિથી લોકચાહના મેળવનાર આ લોકનેતાની આગામી લોકસભા ચૂંટણીમાં પણ ખુબજ મહત્વની ભૂમિકા રહેનાર છે. ત્યારે કાંધલ જાડેજા શુ નિર્ણય લે છે તેના પર બંન્ને મુખ્ય રાજકીયા પાર્ટીઓ મીટ માંડીને બેઠી છે કારણ કે,ત્રણ-ત્રણ લોકસભા બેઠક પર આ વખતે કાંધલ જાડેજા ફેક્ટર મહત્વનુ સાબિત થશે તે સૌ કોઈ જાણે છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news