IPL 2019: ઘરઆંગણે ચેન્નઈ સામે બદલો લેવા ઉતરશે રાજસ્થાન રોયલ્સ

ચેન્નઈની વિરુદ્ધ વાપસી કરવા માટે રાજસ્થાને એડી-ચોટીનું જોર લગાવવું પડશે કારણ કે ચેન્નઈએ પોતાના ગત મેચમાં ઘરમાં કોલકત્તાને સાત વિકેટે પરાજય આપ્યો હતો.
 

IPL 2019: ઘરઆંગણે ચેન્નઈ સામે બદલો લેવા ઉતરશે રાજસ્થાન રોયલ્સ

જયપુરઃ વિજય રથ પર સવાર ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ ગુરૂવાર (11 એપ્રિલ) અહીં સવાઈ માન સિંહ સ્ટેડિયમમાં રમાનારા ઈન્ડિયન પ્રીમિયર લીગના મુકાહલામાં રાજસ્થાન રોયલ્સના પડકારને ધ્વસ્ત કરવા ઉતરશે. તો બીજીતરફ ઘરમાં પોતાના છેલ્લા મુકાબલામાં કોલકત્તા નાઇટ રાઇડર્સના હાથે હાર મેળવ્યા બાદ રાજસ્થાનની ટીમ મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની વાળી ચેન્નઈ વિરુદ્ધ વાપસી કરવા ઈચ્છશે. 

ચેન્નઈની વિરુદ્ધ વાપસી કરવા માટે રાજસ્થાને એડી-ચોટીનું જોર લગાવવું પડશે કારણ કે ચેન્નઈએ પોતાના ગત મેચમાં ઘરમાં કોલકત્તાને સાત વિકેટે પરાજય આપ્યો હતો. ચેન્નઈ લીગમાં અત્યાર સુધી છ મેચોમાંથી પાંચમાં જીત મેળવી અને એકમાં પરાજય થયો છે. ટીમના ખાતામાં 10 પોઈન્ટ છે.

ટીમના બોલરો શાનદાર બોલિંગ કરી રહ્યાં છે અને તેણે પોતાના ગત મુકાબલામાં કોલકત્તાને 108 રનમાં રોકી દીધું હતું. ફાસ્ટ બોલર દીપક ચહરની સાથે અનુભવી હરભજન સિંહ અને ઇમરાન તાહિર પણ શાનદાર બોલિંગ કરી રહ્યાં છે. બેટિંગમાં અંબાતી રાયડૂ ફોર્મ પાછુ મેળવવા માટે પ્રયાસ કરશે. રાયડૂને છોડીને ફાફ ડુ પ્લેસિસ, શેન વોટસન ફોર્મમાં ચાલી કગ્યાં છે. ડેથ ઓવરોમાં ધોની પણ ધમાકેદાર બેટિંગ કરી રહ્યો છે. 

બીજીતરફ રાજસ્થાનની બેટિંગનો આધાર જોસ બટલર અને અંજ્કિય રહાણે પર છે. યુવા બેટ્સમેન સંજૂ સૈમસને એક મેચમાં જરૂર સદી ફટકારી હતી, પરંતુ ત્યારબાદ તે પણ મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ રહ્યો છે. આ સિવાય સ્ટીવ સ્મિથ અને બેન સ્ટોક્સે પણ ચેન્નઈ વિરુદ્ધ સારૂ પ્રદર્શન કરવાની જરૂર છે. રાજસ્થાન પાંચ મેચમાંથી માત્ર એક જીત્યું છે અને પોઈન્ટ ટેબલમાં સાતમાં ક્રમે છે. 

સંભવિત ટીમ
રાજસ્થાનઃ અંજ્કિય રહાણે (કેપ્ટન), કૃષ્ણપ્પા ગૌતમ, સંજૂ સૈમસન, શ્રેયસ ગોપાલ, રાહુલ ત્રિપાઠી, બેન સ્ટોક્સ, સ્ટીવ સ્મિથ, જોસ બટલર, જોફ્રા આર્ચર, ધવલ કુલકર્ણી, એમ મિધુન. 

ચેન્નઈઃ અંબાતી રાયડૂ, શેન વોટસન, સુરેશ રૈના, મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, દીપક ચહર, હરભજન સિંહ, ઇમરાન તાહિર, ફાફ ડુ પ્લેલિસ અને કુગ્લિન. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news