પોરબંદરની નિરમા કેમિકલ્સ કંપનીમાં બંકર તૂટી પડતા 5 લોકો દટાયા, બે લોકોના મોત
પોરબંદરની નિરમા કેમિકલ્સ (Nirma Chemicals) માં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. કંપનીમાં કામ દરમિયાન બંકર તૂટી પડતા એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે
Trending Photos
અજય શીલુ/ પોરબંદર: પોરબંદરની નિરમા કેમિકલ્સ (Nirma Chemicals) માં ફરી એકવાર અકસ્માતની ઘટના બની છે. કંપનીમાં કામ દરમિયાન બંકર તૂટી પડતા એક વ્યક્તિનુ ઘટના સ્થળે મોત નિપજ્યા છે. તો 4 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. તમામને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જેમાંથી એક કામદારનું મોત થયું હતું. ત્યારે આ ઘટનામાં કુલ 2 વ્યક્તિના મોત થયા છે.
પોરબંદર-સોમનાથ હાઈવે પર આવેલ સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીમાં આજે સવારે 11 વાગ્યાની આસપાસ લાઈમ કીલન વિભાગમાં એકાએક બંકર પડતા સ્થળ પર કામ કરી રહેલા 5 કર્મચારીઓ બંકર નીચે દબાયા હતા. આ અકસ્માતમાં અગ્રાવત હિરેન પ્રભુદાસ નામના 34 વર્ષિય એન્જીનયરનું મોત નિપજ્યુ છે.
જ્યારે 04 કામદારો ઈજાગ્રસ્ત થતા તેમને શહેરની સરકારી તેમજ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જેમાંથી સારવાર દરમિયાન એક કામદારનું મોત થયું હતું. ત્યારે આ ઘટનામાં કુલ 2 વ્યક્તિના મોત થયા છે. આ ઘટનાની જાણ થતા જ પોરબંદર એસપી, ડિવાયએસપી તેમજ સીટી મામલતદાર સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયા હતા.
ઉલેખ્ખનીય છે કે, આજની આ અકસ્માતની ઘટના સહિત પોરબંદરની આ સૌરાષ્ટ્ર કેમિકલ્સ કંપનીમાં આ પહેલા ક્રશર પડવા સહિતની છેલ્લા દોઢ માસ દરમિયાન અકસ્માતની ત્રણ ઘટનાઓ બની છે. જેમાં કુલ ચાર કર્મચારીઓના મોત નિપજ્યા છે. ત્યારે કંપનીમાં સેફ્ટી અને સુરક્ષાના પ્રશ્નોને લઈને પણ અનેક પ્રશ્નો થઈ રહ્યા છે.
હાલ તો આ અકસ્માત અંગે કંપની તેમજ તંત્ર દ્વારા કોઈ જાણકારી આપવામાં આવી નથી અને હાલ પુરતી કંપનીની અંદર તમામ કામગીરી છે તે બંધ કરી દેવામાં આવી છે. છેલ્લા દોઢ માસમાં આ રીતે ત્રણ બનાવો બનવા છતા કંપની વિરુદ્ધ કોઈ નક્કર કાર્યવાહી નહી થતા આ માટે જવાબદાર તંત્રની કામગીરી અંગે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે