પોરબંદર : સરકારમાં ઊંચા હોદ્દા પર ફરજ બજાવતા અધિકારી પુરુષમાંથી બન્યા સ્ત્રી, છૂટાછેડા બાદ લીધો નિર્ણય

ગુજરાતમાં ઓપરેશન કરીને સેક્સ ચેન્જ કરવામાં લોકો હવે ખૂલીને આગળ આવી રહ્યાં છે. સુરતના કિસ્સા બાદ હવે પોરબંદરનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોરબંદરના નાયબ મામલતદાર નિલેશકુમાર હવે બિજલ નામથી ઓળખાશે. નિલેશકુમાર મહેતાએ સ્ત્રી બનવાની સર્જરી કરાવની તેઓ પૂરુષમાંથી સ્ત્રી બની ગયા છે. જોકે હજુ પણ તેમની સર્જરી ચાલુ જ છે. 
પોરબંદર : સરકારમાં ઊંચા હોદ્દા પર ફરજ બજાવતા અધિકારી પુરુષમાંથી બન્યા સ્ત્રી, છૂટાછેડા બાદ લીધો નિર્ણય

ઝી મીડિયા/બ્યૂરો :ગુજરાતમાં ઓપરેશન કરીને સેક્સ ચેન્જ કરવામાં લોકો હવે ખૂલીને આગળ આવી રહ્યાં છે. સુરતના કિસ્સા બાદ હવે પોરબંદરનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં પોરબંદરના નાયબ મામલતદાર નિલેશકુમાર હવે બિજલ નામથી ઓળખાશે. નિલેશકુમાર મહેતાએ સ્ત્રી બનવાની સર્જરી કરાવની તેઓ પૂરુષમાંથી સ્ત્રી બની ગયા છે. જોકે હજુ પણ તેમની સર્જરી ચાલુ જ છે. 

પોરબંદરમાં જન્મથી જ વિજાતીય અનુભૂતિને પગલે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા 33 વર્ષીય નિલેશકુમાર મહેતા બચપણથી જ જેન્ડર ડાયફરિયા ધરાવતા હતા અને પોતે પુરુષ હોવા છતાં સ્ત્રી હોવાની અનુભૂતિ કરતાં હતા. પરંતુ આ બાબતે પોતાની કઈ વિશેષ સમજાય તે પહેલા સામાજિક રીતિ રિવાજો મુજબ તેને પુરુષ હોવાના કારણે એક સ્ત્રી સાથે લગ્ન પણ કરી લીધા હતા અને તે લગ્નથી એક પુત્રીનો જન્મ પણ થયો હતો. પરંતુ સ્ત્રી હોવા અંગેની અનુભૂતિના કારણે  લગ્ન જીવન ખરાબ થઈ ગયું હતું અને છૂટા છેડા થયા. બાદમાં તેમણે આખરે સ્ત્રી બનવાનો નિર્ધાર કરી લીધો હતો અને જિલ્લા મેજિસ્ટ્રેટ પાસેથી તેમણે ટ્રાન્સજેન્ડર એક્ટ 2019 અંતર્ગત મંજૂરી મેળવી લીધી અને પોતાનું જેન્ડર બદલવાની ટ્રીટમેન્ટ શરૂ કરી દીધી છે. હાલ તેમની હોર્મોન ટ્રીટમેન્ટ ચાલી રહી છે અને આગામી સમયમાં તેઓ પુરુષના પ્રજનન અવયવના સ્થાને કૃત્રિમ સ્ત્રીનું પ્રજનન અવયવ મેળવવાની સર્જરી કરાવશે.

સુરતની આલિશા રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમન
તાજેતરમાં જ સંદીપમાંથી અલીશા બનેલી રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમનને આખરે રાજ્ય સરકાર દ્વારા પ્રથમ પ્રમાણપત્ર આપવામાં આવ્યું છે. સુરતની અલીશા રાજ્યની પ્રથમ ટ્રાન્સ વુમન બની છે. જે સર્જરી બાદ સંદીપ પટેલમાંથી અલીશા પટેલ (alisha patel) બની હતી. માત્ર 12 વર્ષની ઉંમરે તેને જાણ થઈ હતી કે, તે અંદરથી છોકરી છે, અને તેણે પુરુષમાંથી સ્ત્રી બનવાનો વિચાર કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2019 મા કાયદો બન્યો હતો કે, લિંગ પરિવર્તન (male  to female) કરાવ્યા બાદ નવી ઓળખ આપવામાં આવી શકે છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news