આણંદના બોચાસણમાં ગરીબ કલ્યાણ મેળો, મહેસુલ મંત્રીએ કહ્યું દરેકને ધંધો-રોજગાર મળે તે માટે સરકાર કટિબદ્ધ

શહેરનાં બોચાસણ ખાતે આજે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે સહાય અર્પણ કરવામાં આવી હતી. બોચાસણ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને સહાયના ચેક અને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. 
આણંદના બોચાસણમાં ગરીબ કલ્યાણ મેળો, મહેસુલ મંત્રીએ કહ્યું દરેકને ધંધો-રોજગાર મળે તે માટે સરકાર કટિબદ્ધ

આણંદ : શહેરનાં બોચાસણ ખાતે આજે જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો હતો. જેમાં વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે સહાય અર્પણ કરવામાં આવી હતી. બોચાસણ ખાતે યોજાયેલા ગરીબ કલ્યાણ મેળામાં રાજ્યના મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી રાજ્ય સરકાર દ્વારા વિવિધ યોજનાઓનાં લાભાર્થીઓને સહાયના ચેક અને સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

રાજ્યની વિવિધ યોજનાઓનાં લાભ મેળવી બેરોજગરો રોજગારી મેળવી શકશે. જેથી વિવિધ રોજગારીની સહાય અને સાધનો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે સરકારની વિવિધ અંતર્ગત સહાય મેળવી લાભાર્થીઓ દ્વારા રાજ્ય સરકાર પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મોરબીથી મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પ્રવચનનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું હતું.

બોચાસણ ખાતે રાજયના મહેસૂલ મંત્રી રાજેન્‍દ્રભાઇ ત્રિવેદીના અધ્‍યક્ષસ્‍થાને યોજાયેલા જિલ્‍લા કક્ષાના ગરીબ કલ્‍યાણ મેળાના કાર્યક્રમમાં જિલ્‍લાના ૩૭ હજારથી વધુ લાભાર્થીઓને સરકારની વિવિધ લોકકલ્‍યાણકારી યોજનાઓની રૂા. ૩પ કરોડથી વધારેની સાધન-સહાયના લાભો એનાયત કરવામાં આવ્યા હતા. જેના પ્રતિકાત્મક રૂપે સ્ટેજ ઉપરથી ૬૦ લાભાર્થીઓને મંત્રીશ્રી તથા મહાનુભાવના હસ્તે સાધન-સહાય વિતરીત  કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news