દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી ખેડૂતોની દયનીય સ્થિતિ, કરોડો રૂપિયાનું પાકને નુકસાન

સુરત છેલ્લા કેટલાક દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રૂ 10 કરોડની શાકભાજીઓ અને સો કરોડના ડાંગર નું નુકસાન થયું છે જોકે ૪૮ કલાકથી વધુ સમય થયો હોવા છતાં અત્યાર સુધી સરકાર તરફથી ખેડૂતોના થયેલ નુકશાનનો સર્વે ન થતા ખેડૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે.
દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદથી ખેડૂતોની દયનીય સ્થિતિ, કરોડો રૂપિયાનું પાકને નુકસાન

ચેતન પટેલ, સુરત: સુરત છેલ્લા કેટલાક દિવસથી સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદના કારણે ખેડૂતોની સ્થિતિ દયનીય બની છે. દક્ષિણ ગુજરાતના ખેડૂતોને રૂ 10 કરોડની શાકભાજીઓ અને સો કરોડના ડાંગર નું નુકસાન થયું છે જોકે ૪૮ કલાકથી વધુ સમય થયો હોવા છતાં અત્યાર સુધી સરકાર તરફથી ખેડૂતોના થયેલ નુકશાનનો સર્વે ન થતા ખેડૂત સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યું છે.

આ વર્ષે ભારે વરસાદના કારણે જગતના તાતને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને સુરત જિલ્લાના ખેડૂતો વરસાદી પાણીના કારણે તેના પાકને થયેલા નુકસાનથી ત્રાહિમામ પોકારી ઉઠયા છે. ભારે વરસાદથી તેમના ખેતરમાં પાણી ભરાયા હતા પરંતુ વરસાદ રોકાઈ જતા આ વરસાદી પાણી અત્યાર સુધી તેમના ખેતરમાંથી જેમ હતા તેમ જ છે. જેથી પાકને ભારે નુકસાન થયું છે.

કરોડોના નુકસાનના કારણે ખેડૂતો દયનીય સ્થિતિમાં આવી ગયા છે. દક્ષિણ ગુજરાત ખેડૂત સમાજ ના પ્રમુખ રમેશ પટેલે જણાવ્યું હતું કે દક્ષિણ ગુજરાતમાં શેરડી શાકભાજી અને ડાંગર નો પાક થતો હોય છે,  પરંતુ આ વર્ષે ભારે વરસાદના કારણે પાકને નુકસાન થયું છે. સાથે શાકભાજીને દસ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે બીજી બાજુ ડાંગરના પાકને પણ સો કરોડનો નુકસાન થતા ખેડૂતો તો ચિંતામાં છે.

પાણી ગેરકાયદેસર ઝીંગા તળાવ અને ડ્રેનેજ સિસ્ટમની સફાઈ ન કરવાના કારણે ખેતરમાં રહી ગયું છે. વરસાદ થંભી જતાં પણ આ પાણીનો નિકાલ ખેતરમાંથી થયો નથી. જેથી કરોડો રૂપિયાનું નુકસાન પાકને થયું છે એવું જ નહીં 48 કલાક થઈ ગયા છે. તેમ છતાં સરકાર તરફથી નુકસાનીનો સરવે અત્યાર સુધી કરવામાં આવયો નથી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news