હાટકેશ્વર બ્રિજ મુદ્દે ફરી ગરમાયું રાજકારણ! કોંગ્રેસે કહ્યું, ભ્રષ્ટાચારી કંપની પાસેથી ખર્ચ વસૂલો

Hatkeshwar Bridge : હાટકેશ્વર બ્રિજ મુદ્દે ફરી ગરમાયું રાજકારણ... ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કોંગ્રેસને ગણાવ્યો જુઠ્ઠાણો પક્ષ... સ્પષ્ટતા કરતા લખ્યું, બ્રિજ તોડવાની સાથે નવો બનાવવાનો ખર્ચ છે 52 કરોડ રૂપિયા.. 

હાટકેશ્વર બ્રિજ મુદ્દે ફરી ગરમાયું રાજકારણ! કોંગ્રેસે કહ્યું, ભ્રષ્ટાચારી કંપની પાસેથી ખર્ચ વસૂલો

Ahmedabad News : અમદાવાદ શહેરના વિવાદિત હાટકેશ્વર બ્રિજનું ભૂત પુનઃ ધુણ્યું છે. જૂનો બ્રિજ તોડી અને નવો બનાવવા માટે 52 કરોડનો ખર્ચ થશે. ત્યારે હાટકેશ્વર બ્રિજ મામલે ફરી રાજકારણ ગરમાયું છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ટ્વીટ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા. તો બીજી તરફ, Amc વિપક્ષી નેતા અને કોંગ્રેસ કોર્પોરેટરોએ લીધી જર્જરિત બ્રિજની મુલાકાત લઈને ભાજપ પર આકરા પ્રહારો કર્યા. વિપક્ષ નેતા શહેઝાદ ખાન પઠાણે કહ્યું કે, AMC માં વાયરસની જેમ ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યો છે.

હાટકેશ્વર બ્રિજ મામલે ફરી રાજકારણ ગરમાયું
ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કરી કોંગ્રેસ પર પ્રહાર કર્યા. ગૃહ રાજ્યમંત્રીએ ટ્વીટ કરી લખ્યું કે, જુઠ્ઠી ગેંગ સાંભળો!! કોંગ્રેસના લોકો જૂઠ્ઠાણુ ફેલાવી રહ્યા છે. કોંગ્રેસ જૂઠ્ઠાણું ફેલાવી રહી છે કે ડિમોલેશન માટે 52 કરોડ ખર્ચ્યા. સરકારે બ્રિજ નવો બનાવવા માટે 52 કરોડનો ખર્ચ કર્યો. 

કોંગ્રેસનો ભાજપને જવાબ
Amc વિપક્ષી નેતા શહેઝાદખાન પઠાણે amc તંત્ર અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે, અગાઉ અજય ઇન્ફ્રા દ્વારા બ્રિજ 40 કરોડનાં ખર્ચે બનાવવામાં આવ્યો હતો. માર્ચ 2021 માં બ્રિજ પર પહેલો ખાડો પડ્યો, બ્રિજનું આયુષ્ય 100 વર્ષ હોવાનું કહેવાયું હતું. પરંતું વર્ષ 2022 માં જ બ્રિજ બંધ કરવાની ફરજ પડી. આવામાં લોકડાઉન આવ્યું, અમદાવાદના લોકોને ટ્રાફિક સમસ્યા ઊભી થઈ. 2022 થી 2024 સુધી AMC લાચાર બન્યું. ભાજપનાં રાજમાં આ મુદ્દે મોટો ભ્રષ્ટાચાર થયો છે. આ મહિનામાં ટેન્ડર બહાર પાડ્યું અને 52 કરોડનાં ખર્ચે નવો બનાવશે. 40 કરોડ નાં ખર્ચે બનેલા બ્રિજમાં ભ્રષ્ટાચાર નાં હોત તો નવો બનાવવો જ ના પડ્યો હોત. હવે આ બ્રિજ 92 કરોડનાં ખર્ચે તૈયાર થશે.

ઘાટ કરતા ઘડામણ મોંઘી! અમદાવાદનો બહુચર્ચિત હાટકેશ્વર બ્રિજ નવો બનાવવાના 42 કરોડ, પણ જૂનો તોડવાના 52 કરોડ

ભ્રષ્ટાચારી કંપની પાસેથી ખર્ચ લો
કોંગ્રેસના નેતા દ્વારા ભ્રષ્ટાચારી કંપની પાસેથી ખર્ચ લેવાનું સૂચન કરવામા આવ્યું. વિપક્ષ નેતાએ કહ્યું કે, અજય ઇન્ફ્રા કંપની સામે સામાન્ય કાર્યવાહી થઈ અને બાદમાં બધું પૂરું કરી દેવામાં આવ્યું. નવા બ્રિજનો બધો ખર્ચ આ કંપની પાસેથી ખર્ચ લેવો જોઈએ.

તો હર્ષ સંઘવીની ટ્વીટ પર કોંગ્રેસે કહ્યું કે, 40 કરોડનાં બ્રિજને નવો બનાવવા 52 કરોડનો ખર્ચ થશે. અત્યાર સુધી કોઈ ટ્વીટ નહોતું આવતું, ભ્રષ્ટાચાર મુદ્દે કોઈ ટ્વીટ નહોતું આવતું. કોંગ્રેસનું ટ્વીટ છે કે યોગ્ય રીતે કામ કર્યું હોત તો નવો 52 કરોડનાં ખર્ચ નવી જરૂર નાં પડતી. AMC માં વાયરસ ની જેમ ભ્રષ્ટાચાર ફેલાઈ રહ્યો છે. આ બ્રિજ મુદ્દે નાનાં અધિકારીને પકડી મોટા અધિકારીઓને છોડી દેવામાં આવ્યા છે. 

ટ્વિટ કરીને હિસાબો આપતા ગૃહમંત્રી હર્ષ સંઘવી અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રવક્તા હિરેન બેંકરે નિવેદનમાં જણાવ્યું કે, ભાજપ લાજવાને બદલે ગાજી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે બનેલો હાટકેશ્વર બ્રિજ કે ભ્રષ્ટાચારનો નમૂનો બન્યો છે. અમદાવાદનાં ટેક્ષ પેયર નાગરિકોના કરોડો રૂપિયાના ખર્ચ પછી પણ અમદાવાદનાં નાગરિકોને સેવા,સુવિધા મળી રહી નથી. મંત્રીશ્રી ટ્વીટ કરીને હિસાબ આપવાની જગ્યાએ જનતાને જણાવે કે કરોડો રૂપિયાના માનવશ્રમ, નાણાં, કિંમતી સમય, સ્થાનિક લોકોને પડેલી અપાર મુશ્કેલીનો જવાબદાર કોણ? તે જણાવે. નાગરિકો રોડ, રસ્તા, ગટર અને ટ્રાફિકની સમસ્યાઓથી તો પીડાઈ જ રહ્યા છે પણ વધુમાં ભાજપના ભય મુક્ત ભ્રષ્ટાચારથી પણ ત્રસ્ત બન્યા છે. ભાજપના સત્તાધીશો અને અધિકારીઓની મિલી ભગત અને ભ્રષ્ટાચારી નીતિરીતિનો ભોગ નાગરિકો બની રહ્યાં છે. કરોડો રૂપિયાનો માનવશ્રમ, સમય અને સરકારી મશીનરીનો વ્યય માટે જવાબદાર કોણ? જનતા જાણવા માંગે છે કે કમલમનાં કયા મેનજરો હાટકેશ્વર બ્રિજમાં હતા.માત્ર જાહેરાતોમાં રચાતી ભાજપ જાહેર હિતમાં કામ કરે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news