હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલાએ ફોર્મ ભર્યું, હજ્જારોનું સમર્થન મળ્યું

Parsottam Rupala : વિવાદોની વચ્ચે પરશોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરશે......ફોર્મ ભરતા પહેલા રૂપાલા જંગી જનસભાને સંબોધિત કરશે....રાજકોટમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો, હાલ જનમેદની સાથે રાજકોટના રસ્તાઓ પર રૂપાલાની રેલી નીકળી છે 

હું તો રાજકોટથી લડીશ! વિરોધ વચ્ચે વટથી રૂપાલાએ ફોર્મ ભર્યું, હજ્જારોનું સમર્થન મળ્યું

Gujarat Poltics : એક તરફ ક્ષત્રિય સમાજ રાજકોટમાં રૂપાલાને હટાવવા મક્કમ છે. રાજકોટના રતનપરમાં મહાસંમેલનમાં લાખો લોકોની હાજરી વચ્ચે રાજપૂતોએ રૂપાલાને હટાવવા માંગ કરી છે. પરંતું બીજી તરફ, રૂપાલાનો પણ ઝુકેગા નહિ સાલાનો અંદાજ જોવા મળ્યો છે. વિવાદો વચ્ચે પરસોત્તમ રૂપાલા આજે રાજકોટથી ઉમેદવારી કરવાની નીકળ્યા છે. રાજકોટમાં રૂપાલાની રેલીને પ્રચંડ સમર્થન મળ્યું છે. મોટી સંખ્યામાં લોકો રૂપાલાની રેલીમાં જોડાયા છે. તો બીજી તરફ, ભાજપના અનેક દિગ્ગજ નેતાઓ રૂપાાલા સાથે જોવા મળી રહ્યાં છે. રાજકોટમાં રૂપાલાની રેલી અને સભાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે.

રેલી બાદ સભા સંબોધશે રૂપાલા
લોકસભા ચૂંટણીના ભાજપ અને કોંગ્રેસના અનેક ઉમેદવારો આજે વિજયમુહૂર્તમાં ફોર્મ ભરશે. ભાજપના 16, કોંગ્રેસના 9 ઉમેદવારો ઉમેદવારી નોંધાવશે. ત્યારે પરસોત્તમ રૂપાલા ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા રાજકોટમાં વિશાળ સભાને સંબોધન કરશે. આ પહેલા બહુમાળી ચોક ખાતે વિજય સંકલ્પ રેલી કાઢવામાં આવી છે. સભા સ્થળ ખાતે વિશાળ સ્ટેજ તૈયાર કરવામાં આવ્યો છે. રાજસ્થાનના નાયબ મુખ્યમંત્રી દિયા કુમારી પણ આ સભામાં આવે તેવી શક્યતા છે. રૂપાલાની વિશાળ સભામાં મોટી સંખ્યામાં સાધુ સંતો અને હજજારો કાર્યકર્તાઓ હાજર રહેશે. પરંતુ તે પહેલા રૂપાલાની જંગી રેલી ચર્ચા જગાવી રહી છે. 

રાજકોટ બેઠક રસપ્રદ કેમ?

  • રાજકોટમાં કેન્દ્રીય મંત્રી પરશોત્તમ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે
  • રાજકોટમાં કોંગ્રેસના નેતા પરેશ ધાનાણી ચૂંટણી લડી રહ્યા છે
  • રૂપાલાના એક વિવાદિત નિવેદને ચૂંટણીમાં ગરમાવો લાવી દીધો
  • ક્ષત્રિય સમાજ સતત રૂપાલાનો વિરોધ કરી રહ્યું છે
  • ભાજપ રૂપાલાને જ રાજકોટમાં લડવવા મક્કમ
  • ભાજપને ઉમેદવાર બદલવાથી પાટીદાર મત ગુમાવવાનો ડર
  • રાજકોટમાં પાટીદાર સમાજની વસ્તી સૌથી વધારે
  • રાજકોટમાં ભાજપ અને કોંગ્રેસના બંને ઉમેદવાર પાટીદાર
  • પરશોત્તમ રૂપાલા કડવા પાટીદાર
  • પરેશ ધાનાણી લેઉવા પાટીદાર
  • કડવા અને લેઉવા પાટીદારોના મત વહેંચાઈ જવાની આશંકા
  • જો કડવા અને લેઉવા પાટીદાર રૂપાલાને મત આપે તો રૂપાલાને રાહત
  • જો કડવા અને લેઉવા પાટીદારના મત વહેંચાય તો રૂપાલાને મૂશ્કેલી
  • પાટીદારોના મત વહેંચાય તો પરેશ ધાનાણીને ફાયદો મળી શકે
  • ક્ષત્રિયોના મત જો ધાનાણીને મળે તો કોંગ્રેસને ફાયદો થશે
  • ક્ષત્રિય, લેઉવા પાટીદાર, કોળી મત મળે તો કોંગ્રેસને ફાયદો
  • 22 વર્ષ પછી ફરી એક વખત રૂપાલા અને ધાનાણી વચ્ચે સીધો જંગ
  • 2002માં અમરેલી બેઠક પર ધાનાણીએ રૂપાલાને હરાવ્યા હતા
  • ભાજપ માટે ક્ષત્રિયોનો વિરોધ શાંત કરવો જરૂરી
  • જો વિવાદ શાંત નહીં થાય તો રાજકોટ બેઠક પર નવા-જૂનીના એંધાણ

રૂપાલા ક્ષત્રિય વિવાદ અંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કહ્યુ કે, કોઇ વ્યક્તિ ભુલ કરે પસ્તાવા સાથે દિલથી માફી માંગે તો તેને સમાજ કે વ્યક્તિ માફ કરે. રૂપાલાની જેમ માંગેલી માફીની જેમ નહી. જો કોઇ ગુનો કરે અને પછી અહંકારથી માફીનું નાટક કરે તો કોઇ માફ ન કરે. દેશના અને સંસ્કૃતિના રક્ષણ માટે તમામ જ્ઞાતિના રાજા રજવાડાઓઓ હતા. કોઇ રાજા રજવાડાએ અંગ્રેજો સાથે રોટી બેટીનો વ્યવહાર નહોતો કર્યો. છતાં રૂપાલાએ વાણી વિલાસ કરી રોટી બેટીનો વ્યવહાર કરતા હોવાનું નિવેદન કર્યું. આ નિવેદન થી કોઇ એક જ્ઞાતિ નહી દેશની દિકરીઓનુ અપમાન થયું છે. રોષ ઉભો થયા બાદ રૂપાલાએ દેશની તમામ દિકરીઓની માફી માંગવી જોઇએ. ભારતીય જનતા પાર્ટીએ રાજકીય પક્ષ તરીકે સક્રિય થવુ જોઇએ. જોકે બંને માંથી કંઇ પણ ન થયુ ભાજપે તેમના એક નેતા ને ત્યાં સંમેલન બોલાવ્યું. જ્યાં રૂપાલાએ માફી માંગતા કહ્યુ કે હુ જે બોલું છુ તેની ક્યારેય માંફી નથી માંગતો. પણ જો પક્ષને નુકસાન થતુ હોય તો માંફી માંગુ છું. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news