લોકડાઉનમાં ફરી રહ્યા છીએ પોલીસ કાંઇ જ નથી: સરખેજ પોલીસે રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું

શહેરમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે અને તેના કડક અમલ માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે કેટલાક લોકોને હીરો બનવાની આદત હોય છે. અમદાવાદમાં આવો જ એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં બે વ્યક્તિ આખુ અમદાવાદ ફરીને આવ્યા છીએ કોઇને પોલીસ અટકાવતી નથી પોલીસ વાળા આરામથી બેઠેલા છે. આવો વીડિયો વાયરલ કરનારને પોલીસે પોતાનું રૌદ્ર રૂપ દેખાડ્યું છે.
લોકડાઉનમાં ફરી રહ્યા છીએ પોલીસ કાંઇ જ નથી: સરખેજ પોલીસે રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું

ઉદય રંજન/અમદાવાદ : શહેરમાં કોરોના વાયરસ ફેલાતો અટકાવવા માટે અને તેના કડક અમલ માટે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. જો કે કેટલાક લોકોને હીરો બનવાની આદત હોય છે. અમદાવાદમાં આવો જ એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં બે વ્યક્તિ આખુ અમદાવાદ ફરીને આવ્યા છીએ કોઇને પોલીસ અટકાવતી નથી પોલીસ વાળા આરામથી બેઠેલા છે. આવો વીડિયો વાયરલ કરનારને પોલીસે પોતાનું રૌદ્ર રૂપ દેખાડ્યું છે.

સરખેજ પોલીસ દ્વારા આ પિતા-પુત્રની ધરપકડ કરવામાં આવી છે. પોલીસ દ્વારા જાહેરનામાનો ભંગ, એપેડેમિક એક્ટ જેવી અનેક બાબતે ગુનો નોંધીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર સરખેજમાં રહેતા અકબર અલી અને તેનો પુત્ર સિકંદર ગાડી લઇને લોકડાઉનમાં પણ ફરવા માટે નિકળી પડ્યા હતા.

જો કે બંન્નેએ આટલું ઓછું હોય તેમ એક વીડિયો બનાવ્યો હતો અને તેને વાઇરલ કર્યો હતો. જેમાં તેમણે દાવો કર્યો હતો કે, બેય બાપ દીકરો લોકડાઉનમાં ફરી રહ્યા છીએ. આ જુઓ અમદાવાદ પોલીસ કાંઇ જ કરી રહી નથી. કોઇ રોકી રહ્યું નથી તેવા અર્થનો વીડિયો વાયરલ કર્યો હતો. જો કે પોલીસ દ્વારા આ વિસ્તારની ઓળખ કરીને તત્કાલ બંન્નેની ધરપકડ કરવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ શીતલ શાહ નામની એક મહિલા દ્વારા પણ આવો જ વીડિયો બનાવવામાં આવ્યો હતો જેમાં પોતે ફરી રહી છે અને પોલીસ કે કોઇનો ડર નહી હોવાનો દાવો કર્યો હતો. તેની પણ વસ્ત્રાપુર પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news