સુરત પોલીસ એક્શનમાં! પાંડેસરામાં માત્ર ત્રણ જ કલાકમાં 104થી વધુ ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી
પાંડેસરા ના વડોદ ગામ ખાતે આવાસમાં આવેલા 84 બિલ્ડીંગો નું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સરપ્રાઈઝ ચેકિંગમાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિત નો કાફલો કામે લાગ્યો હતો.જેમાં 60થી વધુ પોલીસ કર્મી કોમ્બિંગ કાર્યવાહીમાં જોડાયા હતા.
Trending Photos
પ્રશાંત ઢીવરે/સુરત: આગામી દિવસમાં આ આવનાર હોળી ધૂળેટીના તહેવારને લઈ સુરતમાં અસામાજિક તત્વો પર પોલીસે લાલાઆંખ કરી છે. પાંડેસરા વિસ્તારમાં પોલીસે સરપ્રાઈઝ કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં ત્રણ કલાકની પોલીસની સરપ્રાઈઝ ચેકિંગમાં 104 જેટલા ગુનાહિત પ્રવૃત્તિ ધરાવતા ઇસમો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અને ડઝનથી વધુ હથિયારો પોલીસે કબજે કર્યા હતા.
પાંડેસરા ના વડોદ ગામ ખાતે આવાસમાં આવેલા 84 બિલ્ડીંગો નું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. આ સરપ્રાઈઝ ચેકિંગમાં ઉચ્ચ પોલીસ અધિકારી સહિત નો કાફલો કામે લાગ્યો હતો.જેમાં 60થી વધુ પોલીસ કર્મી કોમ્બિંગ કાર્યવાહીમાં જોડાયા હતા. પાંડેસરા સહિત ખટોદરા અને અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારીઅને કર્મચારી ઓની સાથે મળી કુલ્લે અલગ અલગ 15 જેટલી ટીમો બનાવી હતી. જેમા 02 પોલીસ ઇન્સ્પેકટર, તથા 06 પોલીસ સબ ઈન્સપેકટર સાથે પાંડેસરા, ખટોદરા, અને અલથાણ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ મળી કુલ્લે 60 પોલીસ કર્મચારીઓ સાથે લાઠી- હેલ્મેટ તથા ટોર્ચ જેવી પુરતી સાધન સામગ્રી સાથે પાંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલ વડોદગામ ખાતે વડોદ એસ.એમ.સી આવાસમા સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું.
પોલીસ દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ દરમિયાન અનેક અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી અને પોલીસે સૌથી વધુ ઈસમોને ડિટેઇન કર્યા હતા.આ કોંબીંગમાં પોલીસે નાસતા ફરતા, 04 ,જામીન પેરોલ ફર્લો ઉપર છુટેલ 05 આરોપી, ભાડુઆત તરીકે રહેતા 89 ઘરો, શકમંદ 68 ઇસમો ,પ્રોહીબિશન અને જુગારી લિસ્ટેડ 19 ઈસમો અને બિનવારસી વાહનો 13ને ચેક કરવામાં આવ્યા હતા. જ્યારે હીસ્ટ્રીશિટર અને હથિયાર સાથેના 16 , તડીપરમના 02 , ટપોરી ગીરી સામે સી.આર.પી.સી. કલમ.151 મુજબ 32 , જુગાર સામે 54, ઈંગ્લીશ દારૂના કબ્જાનો 01, પ્રોહિબિશનના પીધેલાના 26 અને એમ.વી.એક્ટ કલમ.207 મુજબ વાહન ડિટેઇન કરી 57 સામે મળી પોલીસે કોમ્બિંગ દરમિયાન કુલ 104 ઈસમ વિરુદ્ધ કેશો કરી અટકાયતી પગલા ભરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે