Gujarat Election 2022: PM મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી સૌરાષ્ટ્રમાં 4 સભા ગજવશે, જાણો શું છે આજનો કાર્યક્રમ?

PM Modi In Gujarat: પીએમ મોદી આજે સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચશે. અહીં મહાદેવના પૂજા અભિષેક કર્યાં બાદ જનસભા સંબોધશે. તેમજ 21 નવેમ્બરે PM મોદીની સુરેન્દ્રનગરમાં જનસભા આયોજન કરાયું છે તો 21 નવેમ્બરે PM મોદી નવસારી અને જંબુસરમાં પણ જનસભાને સંબોધશે.

Gujarat Election 2022: PM મોદી સોમનાથ મહાદેવના દર્શન કરી સૌરાષ્ટ્રમાં 4 સભા ગજવશે, જાણો શું છે આજનો કાર્યક્રમ?

Gujarat Election 2022: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ પોતાનો લક્ષ્યાંક પાર પાડવા માટે 40 સ્ટાર પ્રચારકો દ્વારા ચૂંટણી પ્રચાર કરાવી રહ્યું છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એક દિવસમાં રાજ્યમાં 4 ચૂંટણી સભા ગજવશે. પીએમ મોદી સવારે વેરાવળમાં, બપોરે ધોરાજી અને અમરેલીમાં તો સાંજે બોટાદમાં ચૂંટણી સભા સંબોધશે. PM મોદી આજે સોમનાથ મહાદેવના દર્શન કર્યાં બાદ સૌરાષ્ટ્રમાં 4 જનસભાને સંબોધશે.

પીએમ મોદી આજે સોમનાથ મહાદેવના દર્શનાર્થે પહોંચશે. અહીં મહાદેવના પૂજા અભિષેક કર્યાં બાદ જનસભા સંબોધશે. તેમજ 21 નવેમ્બરે PM મોદીની સુરેન્દ્રનગરમાં જનસભા આયોજન કરાયું છે તો 21 નવેમ્બરે PM મોદી નવસારી અને જંબુસરમાં પણ જનસભાને સંબોધશે.

આજે PM મોદીનો કાર્યક્રમ
PM મોદી બીજા દિવસે રવિવારે સોમનાથ મંદિરમાં પૂજા કરશે. ત્યારબાદ PM મોદી સવારે 11 વાગ્યે વેરાવળમાં, 12:45 વાગ્યે ધોરાજીમાં, બપોરે 2:30 વાગ્યે અમરેલીમાં અને 6:15 વાગ્યે બોટાદમાં રહેશે. આ પછી પીએમ મોદી ગાંધીનગર પરત ફરશે અને રાજભવનમાં રાત્રી રોકાણ કરશે. 

ગુજરાત ચૂંટણીને લઈને પીએમ મોદી ઉપરાંત પાર્ટીએ 40 સ્ટાર પ્રચારકોના નામની જાહેરાત કરી છે. જેમાં જેપી નડ્ડાથી લઈને અમિત શાહ, નીતિન ગડકરી, રાજનાથ સિંહ, સ્મૃતિ ઈરાની, ભૂપેન્દ્ર પટેલ, મનોજ તિવારી જેવા નામ સામેલ છે. PM મોદીને આવકારવા માટે આજે વલસાડ જિલ્લા ભાજપના કાર્યકરો અને સંગઠને ખાસ તૈયારીઓ કરી છે. PM મોદીની સુરક્ષાને ધ્યાનમાં રાખીને 9 SP, 17 DSP, 40 PI, 90 PSI સહિત 15000 પોલીસ જવાનો તૈનાત રહેશે.

21 નવેમ્બર, 2022
21 નવેમ્બરે સોમવારે બપોરે 12 વાગ્યે સુરેન્દ્રનગરમાં, બપોરે 2 વાગ્યે જંબુસર અને 4 વાગ્યે નવસારીમાં જનસભા સંબોધશે. પીએમ નરેન્દ્ર મોદી વેરાવળ, ધોરાજી, અમરેલી અને બોટાદમાં ચાર રેલીઓને સંબોધશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news