PM મોદીએ કેડિલા પ્લાન્ટમાં બનેલી કોરોના રસીનું ક્લિનિકલ ડેવલપમેન્ટ પ્રેઝન્ટેશન નિહાળ્યું,
Trending Photos
- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસીની પ્રોસેસની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે ત્રણ મોટા શહેરોની મુલાકાત કરશે.
ઝી મીડિયા/બ્યૂરો :પ્રધાનમંત્રી મોદી (Narendra Modi) આજે મિશન વેક્સીન પર છે. આજે એક જ દિવસમાં તેઓ કોરોના વેક્સીન મામલે પૂણે, અમદાવાદ અને હૈદરાબાદની મુલાકાત કરવાના છે. ત્યારે તેમણે શરૂઆત અમદાવાદની ઝાયડસ કેડિલા કંપનીના પ્લાન્ટ સાથે કરી હતી. જ્યાં કંપની દ્વારા બનાવવામાં આવેલી ઝાયકોવ-ડી વેક્સીન (Corona Vaccine) નું પ્લાન્ટમાં નિરીક્ષણ કર્યું હતું. ઝાયડસ કેડિલા (zydus cadila) ના ચેરમેન પંકજ પટેલ એમડી શર્વિલ પટેલે પ્રધાનમંત્રીનું સ્વાગત કર્યું હતું. જેના બાદ પીએમ મોદીએ વેક્સીનનું ક્લિનિકલ ડેવલપમેન્ટ પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. મુલાકાત બાદ તેઓ અમદાવાદ એરપોર્ટ જવા રવાના થયા હતા. જ્યાંથી તેઓ હૈદરાબાદ જશે.
હેલિકોપ્ટરમાં બેસતા પહેલા લોકોનું અભિવાદન ઝીલ્યું
હંમેશની જેમ પ્રધાનમંત્રી મોદી હંમેશા લોકોની વચ્ચે જવાનું રાખે છે. ત્યારે પ્લાન્ટથી તેમના કાફલો હેલિપેડ તરફ જવા રવાના થયું હતું. ત્યારે હેલિકોપ્ટર પર બેસતા પહેલા તેઓએ કારમાંથી ઉતરીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. તેઓએ રોડ પર આવીને લોકો સામે હાથ ઉંચો કરીને અભિવાદન ઝીલ્યું હતું. ત્યારે ચારેતરફ પીએમ મોદીના નામની ચીચીયારીઓ સંભળાઈ હતી. લોકો પણ તેમને જોવા માટે ટોળે વલ્યા હતા. લોકોએ રસ્તા પર મોદી મોદીના નારા લગાવ્યા હતા.
કેડિલામાં 40 મિનીટ બેઠકમાં કોરોના રસી પર ચર્ચા કરી
ઝાયડસ કેડિલાના પ્લાન્ટ પર પીએમ મોદીએ 40 મિનીટ સુધી બેઠક કરી હતી, જેમાં પ્રધાનમંત્રી સાથે ચેરમેન પંકજ પટેલ અને વૈજ્ઞાનિકો હાજર રહ્યા હતા. તેના બાદ પ્લાન્ટનું નિરીક્ષણ કર્યું હતું. તેઓએ કંપનીના બાયોલોજિકલ પ્લાન્ટમા ફરીને નિરીક્ષણ કર્યું હતું. જેમાં કોરોના વેક્સીનના ક્લિનિકલ ડેવલપમેન્ટ પર પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું. પંકજ પટેલે તેઓને કંપની દ્વારા બનાવાયેલી વેક્સીનની સમગ્ર માહિતી આપી હતી. વેક્સીનની બનાવટથી લઈને તે કેવી રીતે કામ કરશે તે તમામ માહિતી મેળવી હતી. રસીના પરીક્ષણ અને ડિસ્ટ્રીબ્યુશન અંગે પણ ચર્ચા કરી હતી.
પીએમ મોદીએ પ્લાન્ટમાં પંકજ પટેલ, શર્વિલ પટેલ તથા વૈજ્ઞાનિકો સાથે બેઠક કરી. જેમાં તેઓએ કંપની દ્વારા બનાવવામાં આવેલી ઝાયકોવ-ડી વેક્સીન વિશેની માહિતી મેળવી છે.
અમદાવાદ એરપોર્ટ પર આગમન બાદ હેલિકોપ્ટર દ્વારા પીએમ મોદી ચાંગોદરમાં આવેલ હેલિપેડ પર પહોંચ્યા હતા. જ્યાંથી બાય રોડ તેઓ પ્લાન્ટ પર પહોંચ્યા હતા. પ્રધાનમંત્રીના આગમનને પગલે કેડિલા જતો રસ્તો સામાન્ય લોકો માટે બંધ કરી દેવાયો છે. પ્લાન્ટ પર પહોંચ્યા બાદ પંકજ પટેલના પરિવાર દ્વારા પ્રધાનમંત્રીનું સ્વાગત કરાયું હતું. તો શર્વિલ પટેલના બાળકો સાથે પ્રધાનમંત્રીએ નાનકડો વાર્તાલાપ કર્યો હતો. પ્રધાનંમંત્રીને બાળકો પહેલેથી જ વ્લાહા છે, તેથી તેઓ પ્લાન્ટમાં શર્વિલ પટેલના બાળકો સાથે જોવા મળ્યા હતા.
ટ્વીટ કરીને પીએમઓએ માહિતી આપી હતી
પીએમઓ દ્વારા ટ્વીટ કરાઈ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસીની પ્રોસેસની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે ત્રણ મોટા શહેરોની મુલાકાત કરશે. તેઓ અમદાવાદના ઝાડયસ કેડિડા પાર્ક (zydus cadila), હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં જશે.
કેડિલા કંપનીની વેક્સીનની બે ટ્રાયલ પૂરી થઈ
અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસ કેડિલા કંપનીનો પ્લાન્ટ આવેલો છે. ઝાયડસ કેડિલા કંપનીમાં બનતી ઝાયકો-ડી નામની દવા મામલે પીએમ મોદી પ્લાન્ટની વિઝીટ કરવાના છે. ઝાયકોવ-ડી નામની દવા પ્લાઝમીડ ડીએનએ વેક્સીન છે. કંપની દ્વારા ઝાયકોવ-ડી દવાની 2 ટ્રાયલ પૂર્ણ કરી લેવાઈ છે. ડિસેમ્બર સુધીમાં આ દવાની ત્રીજી ટ્રાયલ શરૂ કરવામાં આવશે. કંપની દ્વારા 10 કરોડ દવાઓનો ડોઝ અગાઉથી જ બનાવીને તૈયાર કરાયો છે. ડોઝ બનાવવા માટે એક નવો પ્લાન્ટ પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે.
કેડિલા જતો રસ્તો બંધ
પીએમ મોદીના આગમને પગલે કેડિલા જતા હાઈવે પર વાહન વ્યવહારને બંધ કરાવવામાં આવ્યો છે. ચાંગોદર હેલિપેડથી ઝાયડસ બાયોટેક પાર્ક સુધી તમામ રસ્તા પર પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં 500થી વધુ પોલીસ કર્મીઓ ગોઠવાયા છે. 4 SP, 10 DYsp, 12 PI, 40 PSI સહિત BDDS અને LCB,SOG ની ટીમ પણ વડાપ્રધાનના બંદોબસ્ત માં ખડેપગે રહેશે.
અમદાવાદ બાદ પૂણે અને હૈદરાબાદ જશે પીએમ
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે 28 તારીખે અમદાવાદથી પૂણે જવા નીકળે. બપોરે 12:30 વાગે તેઓ પૂણે જશે. અહીં પ્રધાનમંત્રી પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટની મુલાકાત લેશે. જ્યાં લગભગ એક કલાક સુધી રહેશે. આ દરમિયાન પ્રધાનમંત્રી કોરોના વેક્સીન પર તમામ જાણકારીઓ મેળવશે. પૂણે બાદ તેઓ હૈદરાબાદ માટે જવા રવાના થશે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે