PM મોદીનું મિશન@દક્ષિણ ગુજરાત, સુરત એરપોર્ટ પહોંચ્યા, કરોડોના કામોનું કરશે લોકાર્પણ

વાઈબ્રન્ટ સમિટ બાદ આજે પીએમ મોદી જાન્યુઆરીમાં બીજીવાર ગુજરાતના મહેમાન બનવાના છે. આજે સુરત, દાંડીમાં કરોડોના કામોનું લોકાર્પણ કરવાના છે. ત્યારે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. તેઓ સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું શિલાન્યાસ કરશે, ત્યાર બાદ દાંડી જવા રવાના થશે. 

PM મોદીનું મિશન@દક્ષિણ ગુજરાત, સુરત એરપોર્ટ પહોંચ્યા, કરોડોના કામોનું કરશે લોકાર્પણ

ચેતન પટેલ/સુરત : વાઈબ્રન્ટ સમિટ બાદ આજે પીએમ મોદી જાન્યુઆરીમાં બીજીવાર ગુજરાતના મહેમાન બન્યા છે. આજે સુરત, દાંડીમાં કરોડોના કામોનું લોકાર્પણ કરવાના છે. ત્યારે એરપોર્ટ પર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. હાલ  તેઓ સુરતમાં ઈન્ટરનેશનલ એરપોર્ટનું શિલાન્યાસ કરશે, ત્યાર બાદ દાંડી જવા રવાના થશે. 

સુરતથી જુઓ Live

  • તેમણે કહ્યું કે, પૂર્ણ બહુમતની સરકારનું એક મહત્વ છે. આ સરકાર જવાબદેહી હોય છે. તોડજોડની સરકાર નિર્ણય લેવામાં પાછળ પડે છે. હાલ દેશ કેવો આગળ વધે છે તે સાડા ચાર વર્ષમાં લોકોએ જોયું. એક સમયે એરપોર્ટ માટે અહીં આંદોલન કરવા પડતા હતા. હું પણ તે સમયે દિલ્હી સરકારને મુખ્યમંત્રી નાતે ચિઠ્ઠીઓ લખીને થાકી ગયો હતો. પણ કામમાં રોડા અટકાવાતા હતા. જેમણે પોતાની ચિંતા કરી છે, તેઓ બદલતા આ ભારતને જોઈ શક્તા નથી. પણ અમે આગળ વધવાના છીએ. તમને બધાને આ યોજનાઓ માટે અભિનંદન. 
  • આ તમારા વોટની તાકાત છે, જે ગરીબને ઘર અપાવે છે. આ જે બદલાવ તમે જુઓ છો તે તમારા વોટની તાકાતને કારણે છે, મોદીની તાકાતને કારણે નથી. 30 વર્ષ દેશમાં અસ્થિરતા રહી. ત્રિશંકુ પરિણામ રહ્યું. જોડતોડ કરીને સરકાર ચલાવાઈ. દેશ ત્યાંનો ત્યાં અટકી ગયો, અને કેટલીક બાબતોમાં પાછળ પડી ગયો. દેશી જનતાએ સમજદારીથી વોટ આપ્યો અને પૂર્ણ બહુમતથી સરકાર બનાવી. નવી પેઢી જુએ છે કે, આ સરકાર મોટા નિર્ણય પણ લઈ શકે છે અને હિંમત સાથે દેશ આગળ વધારી શકે છે. 
  • વડાપ્રધાને કહ્યું કે, કેટલાક સવાલો પૂછે છે કે નોટબંધીથી શુ ફાયદો થયો.  આ સવાલ એ યુવાનોને પૂછો જેઓ નોટબંધી બાદ ઘરોની ઓછી કિંમતનો ફાયદો મળ્યો. નોટબંધી પહેલા રિયલ એસ્ટેટ સેક્ટરમાં કાળુ ધન ભરાયેલું હતું. સુરતીઓ આ વાતને સારી રીતે જાણે છે. અમારી સરકારે કાયદો બનાવીને નક્કી કર્યું કે, ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની કમાણી હાઉસિંગ પ્રોજેક્ટમાં ફસવી ન જોઈએ. એલઈડી બબ્લ પણ પહેલા 350માં વેચાતો, હવે 40માં વેચાય છે. વચ્ચેના રૂપિયા ક્યાં જાય છે તે મને ન પૂછશો. તેનો જવાબ રાજીવ ગાંધી આપીને ગયા છે. તેઓ કહેતા કે હું એક રૂપિયો મોકલું છું, તો 15 પૈસા મળે છે. 85 પૈસા ખવાઈ જાય છે. હવે 85 પૈસા કયો પંજો ખાતો હતો તે આખી દુનિયા જાણે છે.
  • ચાર વર્ષમાં આવાસ યોજનાના કામ અંગે પીએમએ કહ્યું કે, પહેલા 25 લાખ ઘર બન્યાસ આજે bjpની સરકારે 1.30 કરોડ મકાન બનાવ્યા. હું જેમ કામ કરું છું તેઓ તેવા કામ તેઓ કરતા તો તેમને વધુ 25 વર્ષ લાગી જાત. મધ્યવર્ગના એક પરિવારને ઘર બનાવાવમાં 6 લાખની બચત થાય છે. હિન્દસ્તાનમાં આવું ન તો કોઈ સરકારે કર્યું. 
  • વર્ષ 2014માં પાસપોર્ટ કેન્દ્રોની સંખ્યા 80 હતી. ગત ચાર વર્ષમાં આ આંકડો 400ને પાર કરી ગયો છે. મોટું વિચારવું, વધુ કરવું, સારુ કરવું, સમય પર કરવું.. ગુજરાતીઓ તો મને જાણે જ છે. આ ઉપરાંત પાસપોર્સ સેવા મોબાઈલ એપથી એપ્લિકેશન કરવું સરળ બન્યું છે. નિયમો સરળ કરવાથી દૂરી અને દેરી બંનેમાં ઘટાડો થયો છે. 

MOdi6565.JPG

  • તેમણે કહ્યું કે, આપણે સુરતને ભવિષ્ય માટે તૈયાર કરવા જોઈએ. આ વિચારે જ દેશની દરેક કનેક્ટિવિટીની શરૂ કરાયા છે. નવા ટર્મિનલનું કામ પૂરુ થશે તો 1200 ડોમેસ્ટિક અને 600 ઈન્ટરનેશનલ પેસેન્જર્સને મેનેજ કરી શકાશે. પેસેન્જર ઉપરાંત કાર્ગો ફેસેલિટી પણ વધારાશે. શારજહાની ફ્લાઈટ વેપારની હેતુથી મહત્વની બની રહેશે. હાલ સરકાર રાજ્યોને હવાઈ કનેક્ટિવિટીથી સમગ્ર દેશને જોડી રહી છે. 17 એરપોર્ટને અપગ્રેડ, એક્સટેન્ડ કરાયા છે. અમારો લક્ષ્યાક 50 એવા એરપોર્ટને વિકસાવવાનો છે, જે હાલ સેવામાં નથી અથવા બહુ જ ઓછો ઉપયોગ કરાય છે. 
  • તેમણે કહ્યું કે, અમારી સરકાર ઈઝ ઓફ લીવિંગ અને ઈઝ ઓફ ડુઈંગ બિઝનેસની સંસ્કૃતિના કામમાં જોતરાઈ છે. સુરત દેશના એ શહેરોમાં છે, જ્યાં આપણી અર્થવ્યવસ્થામાં ચાર ચાંદ લગાવે છે. તેમણે અહીં સુરતના વિકાસ વિશે આવેલ એક રિપોર્ટનો ઉલ્લેખ કર્યો. 
  • પીએમ મોદી સંબોધનની શરૂઆતમાં સુરતના પોંક અને ઊંઘિયુના સ્વાદની વાત કરી હતી. તેમણે કહ્યું કે, આજે બાપુની પુણ્યતિથિ છું. કર્મયોગીનું આ શહેર સુરતથી હું બાપુને શ્રદ્ધાસુમન કરું છું. સુરત સાથે બાપુનો અનેરો નાતો રહ્યો છે. સુરતે ગાંધીજીના મૂલ્યોને હંમેશાથી સન્માન્યા છે. સ્વચ્છતા, સ્વાવલંબન કે સ્વદેશી, ગાંધીજીના દર્શનને સુરતે જમીને પર ઉતાર્યા છે. આજે હીરા અને કપડાની સાથે અનેક નાના ઉદ્યોગોથી મેક ઈન્ડિયા ઈન્ડિયાથી આ શહેર સશક્ત કરે છે. સુરતની સ્પીરીટને મજબૂત કરવા માટે આજે સેંકડો કરોડોના પ્રોજેક્ટનું ઉદઘાટન અને શિલાન્યાસ કરાયું. 
  • એરપોર્ટના વિસ્તરણનો શિલાન્યાસ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરાયો. રિમોટથી પ્રધાનમંત્રીએ શિલાન્યાસ કર્યું. મનપાના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદઘાટન કર્યું.
  • મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું કે, સુરતને ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતમુહૂર્ત થઈ રહ્યું છે. ગુજરાતે વિકાસની હરણફાળ ભરી છે. વિકાસના કામ એટલા માટે શક્ય બન્યા છે કે પીએમ મોદી ખાતો નથી અને ખાવા દેતો નથી. આ કારણે સરકારી તિજોરીમાં લોકોના કરવેરાના રૂપિયા ભ્રષ્ટાચારથી બરબાદ થતા હતા. રાજીવ ગાંધી કહેતા કે 85 પૈસા ખવાઈ જાય છે અને 15 પૈસા પહોંચે છે. ત્યારે પીએમ મોદીએ લોકોના એક એક રૂપિયાનો સવાયો ઉપયોગ કર્યો. આ કારણે હજારો કરોડોના કામ ગુજરાતમાં ચારેતરફ ચાલી રહ્યા છે. સુરતના વિકાસને આ કારણે હરણફાળ પ્રગતિ જોવા મળી રહી છે. 
  • એરપોર્ટ પર પીએમ મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરાયું હતું.

2019-01-30.jpg

આગમન પહેલા અટકાયત

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સુરતની મુલાકાતે હોઈ તેમના આગમન પહેલા 12 જેટલા પાટીદારોની અટકાયત કરવામાં આવી છે. તેમજ કેટલાકને ઘરે જ નજર કેદ કરાયા છે. પોલીસની આ કામગીરીની સામે સુરત પાટીદારોમાં રોષ જોવા મળ્યો છે. તો ક્રાઈમ બ્રાન્ચ કોંગ્રેસ અને ભીમ સેનાના કાર્યકરોની અટકાયત કરી છે. આ કાર્યકર્તાઓ વિનસ હોસ્પિટલ પાસે મોદીના કાર્યક્રમમાં વિરોધ કરવાના હતા. કુલ 5 લોકોની અટકાયત કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, આજે મહાત્મા ગાંધીજીની 71મી પુણ્યતિથિ છે, ત્યારે આ પ્રસંગે દાંડીમાં બનેલ ભવ્ય દાંડી સ્મારક મ્યૂઝિયમને પીએમ મોદી લોકો માટે ખુલ્લુ મૂકશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news