તિરુપતિ બાલાજી મંદિરમાં અચાનક કેવી રીતે મચી ભાગદોડ? જાણો કારણ..જેના કારણે 6 લોકોના જીવ ગયા
તિરુમાલા સ્થિત ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં બુધવારે રાતે દુખદ ઘટના ઘટી. અચાનક ભાગદોડ મચી જવાથી 6 શ્રદ્ધાળુઓના મોત થયા અને અનેક લોકો ઘાયલ થયા. અચાનક એવું શું થયું કે ભાગદોડ મચી ગઈ? જાણો વિગતો....
Trending Photos
તિરુમાલા સ્થિત ભગવાન વેંકટેશ્વર સ્વામી મંદિરમાં બુધવારે રાતે ભાગદોડ મચી જવાના કારણે 6 જેટલા શ્રદ્ધાળુઓના જીવ ગયા છે. જ્યારે અનેક લોકો ઘાયલ થયા. તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (ટીટીડી) પ્રમુખે આ જાણકારી આપી. આ ભાગદોડ એવા સમયે મચી જ્યરે વૈકુંઠ દ્વાર દર્શનમ માટે સેંકડો લોકો ટિકિટ મેળવવાની કોશિશ કરી રહ્યા હતા. દેશભરમાંથી સેંકડો શ્રદ્ધાળુ 10 જાન્યુઆરીથી શરૂ થનારા 10 દિવસ વૈકુંઠ દ્વાર દર્શનમ માટે અહીં આવ્યા છે. તે પહેલા પોલીસે 3 મહિલાઓ સહિત ચાર લોકોના મોત થવાની જાણકારી આપી છે.
કેવી રીતે મચી ભાગદોડ?
તિરુપતિ વૈકુંઠ દ્વારથી દર્શન ટોકન જારી કરવા દરમિયાન દુર્ઘટના ઘટી. વૈકુંઠ દ્વાર દર્શન ટોકન માટે ભક્તની ભીડ ઉમટવાથી ભાગદોડ મચી ગઈ. ગુરુવારે સવારે પાંચ વાગ્યાથી એસએસડી ટોકન જારી કરવાની વ્યવસ્થા કરાઈ હતી. પરંતુ ભક્તો આ વૈકુંઠ દ્વારના દર્શન ટોકન માટે બુધવારે સાંજથી જ કાઉન્ટર પર પહોંચી ગયા. એસએસડી ટોકન ઈશ્યુ કરવા માટે તિરુપતિમાં 8 કેન્દ્ર સ્થાપિત કરાયા છે. આઠ કેન્દ્રો પર 90 કાઉન્ટર બનાવવામાં આવ્યા છે. પરંતુ આ કાઉન્ટરો પર શ્રદ્ધાળુઓની લાઈન લાગી રહી છે.
પહેલા ટોકન મેળવવા માટે પડાપડી
સ્થળ પર હાજર એક મહિલાએ જણાવ્યું કે ભારે ભીડના કારણે ભાગદોડ મચી ગઈ. જેવો પોલીસ અધિકારીઓએ ગેટ ખોલ્યો કે તીર્થયાત્રીઓ ટોકન ખરીદવા માટે દોડ્યા. પહેલા ટોકન મેળવવા માટે આવી કોઈ વ્યવસ્થા નહતી. મારા પરિવારના 20 સભ્યોમાંથી 6 લોકો ઘાયલ થયા છે. અમે 11 વાગ્યાથી લાઈનમાં ઊભા હતા. લાઈનમાં રાહ જોતા સમયે અમે દૂધ અને બિસ્કિટ ખાધા. જો કે મોટી સંખ્યામાં પુરુષ તીર્થયાત્રી ટોકન માટે દોડી પડ્યા. તેનાથી અનેક મહિલાઓ ઘાયલ થઈ ગઈ. ત્યારબાદ હોસ્પિટલ લઈ જવાયા
એમ્બ્યુલન્સ ચાલકોની બેદરકારી
આ કડીમાં શ્રીનિવાસમ, વિષ્ણુનિવાસમ, અને બૈરાગી પટ્ટેદા કેન્દ્રો પર ભાગદોડ મચી ગઈ. અત્રે જણાવવાનું કે લાઈનોમાં એક ભક્તના પડ્યા બાદ ભાગદોડ મચી ગઈ હતી. પરંતુ એવા રિપોર્ટ્સ પણ આવ્યા છે કે જીવ ગુમાવનારાઓ પાછળ એમ્બ્યુલન્સ ચાલકોની બેદરકારી પણ છે. ભક્તોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા ટીટીડીએ ટોક્ન બહાર પાડનારા કેન્દ્રો પર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરેલી છે. જો કે જણાવવામાં આવ્યું કે ભાગદોડ દરમિયાન એમ્બ્યુલન્સના ડ્રાઈવરો હાજર નહતા.
છ લોકોના મોત
ડોક્ટરોનું કહેવું છે કે લોકોના મોત એટલા માટે થઈ ગયા કારણ કે તેઓને સમયસર હોસ્પિટલ પહોંચાડી શકાયા નહીં. એ વાતને લઈને પણ ભક્ત આરોપ લગાવી રહ્યા છે. આરોપ છે કે ઘાયલોને હોસ્પિટલ લઈ જવા માટે અડધા કલાકથી વધુની રાહ જોવી પડી. ઘટનાસ્થળ પર શ્રદ્ધાળુઓએ એક ડીએસપી વિરુદ્ધ પણ વિરોધ પ્રદર્શન કર્યું. એવું પણ કહેવાય છેકે મૃતકોમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે.
તપાસના આદેશ
બીજીબાજુ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુના કાર્યાલયે પણ તિરુપતિ ભાગદોડની ઘટનાની જાણકારી લીધી. કલેક્ટર, એસપી, ટીટીડી અધિકારીઓ સાથે વાત કરી અને ઘટનાની સમીક્ષા કરી. અધિકારીઓને ઘટનાસ્થળ પર રાહત ઉપાય કરવાના આદેશ અપાયા. સીએમ ચંદ્રબાબુ નાયડુએ ઘટના પર દુખ વ્યક્ત કરતા કહ્યું કે તેઓ ખુબ પરેશાન છે. અધિકારીઓને એ સુનિશ્ચિત કરવાના આદેશ અપાયા કે પીડિતોને સારી સારવાર મળે. ઘાયલોની સારવાર હાલ રૂયા હોસ્પિટલમાં ચાલી રહ્યો છે. ઘાયલોની સંખ્યા વધુ હોવાનું કહેવાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે