PM Modi Gujarat Visit: પીએમ મોદીએ કહ્યું; 'અમરેલીની કલમમાં પણ ધાર છે અને તલવારમાં પણ ધાર છે'

Gujarat Election 2022: દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સૌરાષ્ટ્રના ચુંટણી પ્રચારે છે ત્યારે બોટાદ ખાતે ગઢડા, બોટાદ, જસદણ, ધંધુકા ચાર ઉમેદવારોના સમર્થનમાં જંગી જાહેર સભાને સંબોધિત કરવાના છે.

 PM Modi Gujarat Visit: પીએમ મોદીએ કહ્યું; 'અમરેલીની કલમમાં પણ ધાર છે અને તલવારમાં પણ ધાર છે'

Gujarat Election 2022, ઉદય રંજન, અમરેલી: ગુજરાતના ચૂંટણી પ્રચાર માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ મોદી વેરાવળ, ધોરાજી બાદ હવે અમરેલીમાં એક જંગી સભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં તેમણે એક જંગી જનસભા સંબોધી.

અમરેલીમાં પીએમ મોદી Live:

  • અમરેલી આવું તો એવું લાગે કે ઘરે આવ્યો છું
  • હું એવો દાવો કરી શકું છું ... જીવરાજ મહેતા એવા મુખ્યમંત્રી અમરેલીના પણ આ મોદી એવો મુખ્યમંત્રી છે જેનું અમરેલી છે.
  • અમરેલીની કલમમાં પણ ધાર છે અને તલવારમાં પણ ધાર છે
  • ભાઇઓ આપડી આ ધરા સંતોની ધરા, કર્મયોગીઓની ધરા, સાહિત્યની ધરા
  • અમરેલી ના રોડ પર ઉમંગ અને ઉત્સાહ જોઈ ને વાહ આજે અમરેલી એ કમાલ કરી છે
  • આજ દ્ર્શ્ય દેખાડે છે કે ચૂંટણી ની કમાન આ જનતા ની હાથ માં છે, ગુજરાતનો વિજય સંકલ્પ છે આ..ફરી એક બાર મોદી સરકાર
  • ગયા 20 વર્ષમાં ગુજરાત માં વિકાસ થયો છે જેમાં અમરેલી નો ફાળો છે
  • કૃષિ વિભાગ જાણે અમરેલી માટે રિઝર્વ થઇ ગયો હોય
  • આપનું પીપાવાવ પોર્ટ એ નામ જૂનું પણ આંતરરાષ્ટ્રીય બજાર બન્યું છે અને અમરેલી નું સુરત શકલ બદલે છે
  • પાણી પરમેશ્વરની જેમ પૂજા કરો. આપને પાણી માટે જે કામો કર્યા એ વરુણ દેવતા એ પણ જોઈએ અમરેલીમાં વર્ષ..
  • અમરેલી જિલ્લો એ સમુદ્રી વ્યાપારનું કેન્દ્ર બનવાનું છે
  • કૃષિ ક્ષેત્ર પણ કાયાપલટ 
  • અમરેલી આવું એટલે લાગે કે ઘરે આવ્યો છું.. મોદી મોદીના નારા લાગ્યા.. 
  • અમરેલી જિલ્લાને ભૂતકાળમાં પાણીની તંગી જે હતી, જે હવે નહીં રહે.
  • પાણી માટે અમરેલીના લોકોની મહેનત બાદ વરુણદેવની કૃપા પણ અમરેલી ઉપર થઈ..
  • ગુજરાતના જીવનને એવું બનાવવું છે કે આવનારી પેઢીઓને પણ તકલીફ ન પડે..
  • સિંચાઈ માટેના પાણીને લઈને ગામો ખાલી થઈ જતા, આજે ભાજપની સરકારના સમયમાં પરિસ્થિતિ બદલાઈ ગઈ.. 
  • કૃષિ મહોત્સવ શરૂ કર્યો ભર તાપમાં લોકો વચ્ચે રથ ફર્યો.. 
  • 70 હજાર કિલોમીટર નહેરોનું નેટવર્ક ઉભું કર્યું.. 
  • અમરેલીએ ઉધોગમાં નવી છબી બનાવી છે
  • આંતરરાષ્ટ્રીય સ્તરે ઉધોગમાં અમરેલી દેખાય છે, નાના-મોટા કામો દ્વારા દુનિયાભરમાં નામ કર્યું છે.
  • અમરેલીના સેંકડોમાં પાઇપથી પાણી ઘરે ઘરે પહોંચે છે, કૃષિ ક્ષેત્રે પણ કાયાપલટ થઈ છે.
  • પહેલા ધારાસભ્ય હેન્ડપંપ લગાવી આપે તો 4 ચૂંટણી જીતાવી દે
  • ઉત્તર ભારત સમુદ્ર માર્ગે પીપાવાવ સાથે જોડાશે
  • આજે આપણે ખેતીને નફાના ઘોરણમાં લઈ જઈ રહ્યા છીએ,
  • ટ્રાન્સફોર્મર બદલવા વર્ષો નીકળી જતા, એક લાખથી વધારે ટ્રાન્ફફોર્મર આપણે લગાવ્યા છે.
  • પહેલા ખેડૂતો વિશે કોઈએ વિચાર્યું પણ નહોતું. આજે ખેડૂતો 3-3 પાક ઉગાડતા થયા છે.
  • પહેલા ખેડૂતો વિશે કોઈએ વિચાર્યું પણ નહોતું.ગામડે ગામડે આપણા કૃષિરથ ફરતા થયા છે. બીજથી લઈને બજાર સુધી ખેડૂતોને તૈયાર કરાયા છે.
  • સવા કરોડ સોઈલ હેલ્થ કાર્ડ યોજના થકી ખેતીમાં સુધાર આવ્યો.. 
  • પશુપાલકો- માછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ આપ્યા છે.છેલ્લા 20 વર્ષમાં અમરેલીમાં ઘણા બદલાવ આવ્યા છે. ખેડૂતોને દિવસે વીજળી મળે તેવી અમે ચિંતા કરી હતી
  • ગુજરાતમાં કૃષિ વિકાસનો દર ડબલ ડિઝીટમાં પહોંચ્યો છે. સવા કરોડ સોઈલ હેલ્થ કાર્ડનું આપણે કામ કર્યું છે.
  • પહેલા ડેરી ન બનાવવા માટેના નિયમો હતા, પણ અમે આવ્યા બાદ સ્થિતિ બદલાઈ ગઈ..
  • શાકભાજીનું ઉત્પાદન 4 ગણું, ફળોનું ઉત્પાદન 3 ગણું થયું છે.
  • આજે ખેડૂતોના ખાતામાં સીધા જ પૈસા જમા થાય છે.
  • 1 લાખ કરોડ રૂપિયા સિંચાઈની પરિયોજના પુરી કરવા વાપર્યા
  • કમલમની ખેતી આજે વિદેશમાં જઈ રહી છે.
  • કોરોનામાં ફક્ત લોકો માટે જ નહીં પણ પશુઓ માટે પણ ટીકાકરણ યોજના ચલાવી..
  • સવા બે લાખ કરોડ રૂપિયા ખેડૂતોના ખાતામાં જમા થયા.. 
  • યોજનાઓને કારણે ખેડૂતોની ખરીદ શક્તિ વધી છે.. 
  • યુરિયામાં અઢી લાખ કરોડ રૂપિયાની સબસીડી આપવામાં આવી છે.
  • ખેડૂતોએ નેનો યુરિયાનું સ્વાગત કર્યું
  • સરકારને યુરિયાની એક થેલી 2 હજારમાં પડે છે.
  • યુરિયાની એક થેલી ખેડૂતને 270 રૂપિયામાં પડે
  • બાજરાની વાત આવે એટલે જાફરાબાદની યાદ આવે, આજે જાફરાબાદની બાજરી દુનિયામાં ડંકો વગાડશે
  • શાળા પ્રવેશોત્સવ સહિતના કાર્યક્રમો આપણે કર્યા
  • પહેલા 100માંથી 60 બાળકો સાળા છોડી દેતા
  • દિકરી દીકરીઓને ભણાવવા આપણે પ્રયાસ કર્યા
  • ગુજરાતમાં હજારો સ્કૂલો આધુનિક બનાવવાનું કામ ચાલું છે
  • તમામ મકાન બહેનોના નામે જ બનાવ્યા હતા
  • હાલમાં સરકારે 3 કરોડ મકાન બનાવ્યા
  • ભારતને વિકસિત ભારત બનાવવામાં માતાઓનું યોગદાન મહત્વનું છે.
  • ડેરી ઉધોગમાં પણ બહેનો આગળ આવી છે
  • વિકાસ આવનારી પેઢી માટે જરૂરી છે.
  • ગુજરાતનો પાયો મજબૂત કરવાનું કામ આપણે કર્યું
  • કોંગ્રેસનો એક માણસ તમારું ભલુ નહીં કરી શકે
  • તમે કોંગ્રેસને આપેલા મત શું કામ આવ્યા
  • આ વખતે પોલિંગ બુથ જીતવાના છે
  • તમે કોંગ્રેસને આપેલા મત વેડફાઈ ગયા
  • શિક્ષણમાં ડ્રોપ રેટ રેશિયો માટે જૂન મહિનામાં ઘરે ઘરે જઈને શિક્ષણ માટે શાળા પ્રવેશોત્સવ અને અન્ય અભિયાનો કર્યા..
  • આજે ગુજરાતમાં દીકરી ભણતી થઈ
  • હું દિલ્લીમાં હોવ કે ગાંધીનગર હોવ હું તમારો છું અને ભાજપને જીતાડી
  • મારું એક નાનું કામ કરશો હવે મતદાન સુધી બેસવા નું નહિ ઘરે ઘરે જશો એ સિવાય મારું અંગત કામ છે કરશો બધા ને ઘરે જઈ ને કેજૉ કે આપણા નરેદ્ર મોદી આવ્યાતા અને બધા ને નમસ્તે કહેજો જે મને દિલ્લી દોડવા માં તાકાત આપે છે

દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સૌરાષ્ટ્રના ચુંટણી પ્રચારે છે ત્યારે બોટાદ ખાતે ગઢડા, બોટાદ, જસદણ, ધંધુકા ચાર ઉમેદવારોના સમર્થનમાં જંગી જાહેર સભાને સંબોધિત કરવાના છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે અમરેલી ખાતે આવી રહ્યા છે. ત્યારે સમગ્ર જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને આવકારવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે. મોટી સંખ્યામાં લોકો સભામાં હાજરી આપવા આવી રહ્યા છે

મહત્વનું છે કે, બોટાદ ઉપરાંત ભાવનગર અને અમદાવાદ જિલ્લાની વિધાનસભા બેઠકોને ધ્યાને રાખી સભાનું આયોજન કરવામાં આવ્યું છે.

સુરતના જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી સાથે વાતચીત
દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સૌરાષ્ટ્ર ના ચુંટણી પ્રચારે આવવાના છે. ત્યારે બોટાદ ખાતે ગઢડા, બોટાદ, જસદણ, ધંધુકા ચાર ઉમેદવારોના સમર્થનમાં જંગી જાહેર સભાને સંબોધિત કરવાના છે. દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે બોટાદ ખાતે આવી રહ્યા છે. ત્યારે સમગ્ર જિલ્લામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ને આવકારવા માટે તમામ તૈયારીઓ પૂર્ણ કરી છે, અને મોટી સંખ્યામાં લોકો છે સભામાં હાજરી આપવા આવી રહ્યા છે. તેમ બોટાદ બેઠકના ભાજપના ઉમેદવાર ઘનશ્યામ વિરાણીએ જણાવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news