રક્ષા યુનિવર્સિટીમાં PM મોદીએ વિદ્યાર્થીઓને કહ્યું, પોલીસના યુનિફોર્મની છબી બદલવાનો સમય હવે આવી ગયો છે
દહેગામથી ભવ્ય રોડ શો પૂરો કરીને પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચ્યા છે, PM મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કેમ્પસનું લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રીના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા
Trending Photos
ઝી મીડિયા/બ્યૂરો :રાજભવનથી દહેગામ સુધીનો રોડ શો પૂર્ણ કરીને પીએમ મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી પહોંચ્યા છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીમાં પદવીદાન સમારોહ આયોજિત કરાયો છે. જેમાં ગૃહમંત્રી અમિત પણ હાજર રહ્યાં છે. PM મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કેમ્પસનું લોકાર્પણ કર્યું. પ્રધાનમંત્રીના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા. આ કાર્યક્રમમાં કુલ 1090 વિદ્યાર્થીઓને પદવી આપવામાં આપવામાં આવી. જેમાંથી 13 વિદ્યાર્થીઓને માનદ ડૉક્ટરેટની પદવી, 38 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ એનાયત કરાયા.
આજે વિદ્યાર્થીઓને કહેવા માગું છું કે, તમારા મનમા વિચાર આવ્યો હોય કે એકવાર યુનિફોર્મ પહેરી લીધો તો આખી દુનિયા મુઠ્ઠીમાં છે. આ કામથી યુનિફોર્મની ઈજ્જત ત્યારે વધે છે, જ્યારે માતાઓ-બહેનો માટે દલિત-પીડિત માટે કંઈક કરવાની આકાંક્ષા મનમાં જાગે છે. ત્યારે યુનિફોર્મની તાકાત વધશે. તમારા જીવનમાં યુનિફોર્મ આવવાનો જ છે. તેથી માનવતાના મૂલ્યોને જીવનમાં સર્વોપરી માનીને ચાલવુ પડશે. મેં જોયુ કે, આજે પદવીદાનમાં દીકરીઓની સંખ્યા વધુ છે, જેમ રક્ષા ક્ષેત્ર દીકરીઓનુ સ્થાન બની રહ્યુ છે. સેના, એનસીસી કેડેટમાં પણ મોટા પદ પર દીકરીઓ આવી રહી છે. સીમાવર્તી સ્કૂલમાં પણ એનસીસી કેડેટ મોટુ યોગદાન આપી શકે છે. સૈનિક સ્કૂલમાં દીકરીઓના પ્રવેશનો મોટો નિર્ણય લેવાયો છે. તેથી દીકરીઓની શક્તિ જીવનના દરેક ક્ષેત્રમાં છે. સુરક્ષામાં દીકરીઓનુ પ્રભુત્વ વધશે તો દેશની માતા અને બહેનોને સુરક્ષાનો અહેસાસ થશે. આ ઈનિશિયેટિવને સફળ બનાવવાનુ કામ પહેલી બેચનું પહેલા હોય છે.
આજના સમયમાં રક્ષાના એટલા ક્ષેત્ર ફેલાયા છે કે, એ દરેક દિશામાં આપણે કામ કરવુ પડશે. મને ખુશી છે કે આજે આ ભવ્ય ભવનનું લોકાર્પણ થયું. આજે નવુ બનેલુ ભવન શાનદાર અને તેના દાયિત્વને જાળવી રાખવુ વિદ્યાર્થીઓ અને એક્સપર્ટસનું કામ છે. 50 વર્ષ પહેલા અમદાવાદમાં આઈઆઈએમ બન્યુ હતુ તો તે દેશભરમાં મોડલ બન્યુ હતું. તેમ આગામી દિવસોમાં રક્ષા યુનિ પણ લોકોના આકર્ષણનુ કેન્દ્ર બનશે. મને વિશ્વાસ છે કે અહી નવી ઉર્જા આવશે. દેશભરના વિદ્યાર્થીઓ આગળ આવે અને દેશની સેવા કરે. આ કોઈ પોલીસ યુનિવર્સિટી નથી, પણ રક્ષા યુનિવર્સિટી છે, જે સંપૂર્ણ રાષ્ટ્રની સુરક્ષા માટે મેનપાવર તૈયાર કરતી યુનિવર્સિટી છે. તેઓ દરેક ફિલ્ડમાં જશે. આજે ખાનગી સિક્યુરિટીનુ ક્ષેત્ર પણ વિકસી રહ્યુ છે. તમારી ટ્રેઈનિંગ નવા ક્ષેત્રમાં આવવા કામ આવશે. અહીથી તમે ગ્લોબલ લેવલના નેગોશિયેટર બની શકો છો. મોબ સાયકોલોજી, ક્લાઉડ સાયકોલોજી બરાબર શીખ્યા હોય તો તે આગળ કામ આવશે. દેશની રક્ષા માટે ડેડિકેટેડ વર્કફોર્સ તૈયાર કરવુ પડશે.
- PM મોદી રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના કેમ્પસનું લોકાર્પણ કર્યું
- પ્રધાનમંત્રીના હસ્તે વિદ્યાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા
PM મોદીનું સંબોધન #LIVE
— Zee 24 Kalak (@Zee24Kalak) March 12, 2022
ગુજરાતની બે ઘટનાઓની વાત કરતા પીએમ મોદીએ કહ્યુ કે, એક સમયે ગુજરાતમાં સરકારનો રોલ ન હતો. તે સમયે ગુજરાતના મહાજન લોકો હતા તેમણે નક્કી કર્યુ કે, રાજ્યમાં ફાર્મસી કોલેજ હોવુ જોઈએ. 50 વર્ષ પહેલા ફાર્મસી કોલેજ બન્યુ. આજે ગુજરાત ફાર્મા બિઝનેસમાં લીડ કરે છે. તેનુ મૂળ નાનકડી ફાર્મસી કોલેજ હતી. ભારત ફાર્માનું હબ બનવાનુ કામ ગુજરાતની નાનકડી કોલેજથી થયુ. આઈઆઈએમ અમદાવાદ બન્યુ ત્યારે લોકો વિચારતા હતા. પણ તેણે દુનિયાના ટોપ સીઈઓ આપ્યા. પહેલી પેઢીની જવાબદારી વધુ હોય છે. તમારી ભૂમિકા સમાજનું મોટુ યોગદાન આપશે. દેશ આઝાદીના 100 વર્ષ ઉજવશે, ત્યારે આપણે તાકાતની સાથે ઉભા રહીશું.
તેમણે કહ્યું કે, દેશનું દુર્ભાગ્યપૂર્ણ એ છે કે ફિલ્મ બને કે અખબારમાં પોલીસની ગંદી છબી બનાવાય છે. કોરોનાકાળમાં જોયુ કે પોલીસ ભૂખ્યાને ભોજન આપી રહી છે. દરેક લોકો પોતાનુ જીવન સારી રીતે જીવી શકે, તે માટે ટ્રેઈન્ડ મેનપાવરની જરૂર છે. હવે પરિવાર નાના થઈ રહ્યા છે, પોલીસવાળા પહેલા ઘરે જતા તો સંયુક્ત પરિવારમાં બધુ સચવાઈ જતુ હતું. તેથી પોલીસ કર્મી મનથી હળવા થઈ જતા. માઈક્રો ફેમિલીમાં પોલીસ જવાન વિપરિત પરિસ્થિતિમા નોકરી કરે છે. સેના-પોલીસમાં હવે યોગા અને રિલેક્શેસન એક્સપર્ટની જરૂર ઉભી થઈ છે. તેવી જ રીતે ટેકનોલોજીમાં એક્સપર્ટ નથી તો સમય પર જે ગુના ઉકેલી શકાય તેમાં મોડુ થાય છે. જે રીતે સાયબર સિક્યોરિટી અને ક્રાઈમમાં ટેકનોલોજી વધી રહી છે, તે રીતે ક્રાઈમ ડિટેક્શનમાં ટ્કનોલોજી મદદરૂપ બની રહી છે. સીસીટીવી કેમેરા ગુનો ઉકેલવામાં મોટો રોલ ભજવે છે. આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના નેટવર્કથી સરળતાથી આરોપીને પકડી શકાય છે. દુનિયા જે રીતે ટ્કનોલોજીનો ઉપયોગ કરે છે, તેવુ જ સુરક્ષા દળોમાં પણ હોવુ જોઈએ. આ બધુ ટ્રેઈનિંગ સિવાય સંભવ નથી. ટ્રેનિંગ માત્ર સવારે પરેડ કરવુ નથી રહ્યું. દિવ્યાંગ ભાઈબહેન પણ જો રક્ષા યુનિમાં ટ્રેઈન થાય તો તેઓ પણ મોટુ યોગદાન આપી શકે છે. જેથી આખો દાયરો બદલી શકે છે. આ યુનિ. દ્વારા દાયરાને અનુકૂળ વ્યવસ્થાને કેવી રીતે બનાવી શકાય તે દિશામાં જવુ જોઈએ.
પીએમએ કહ્યુ કે, ગાંધીનગર આજે શિક્ષાની દ્રષ્ટિએ વાઈબ્રન્ટ એરિયા બન્યો છે. એક વિસ્તારમાં આટલી બધી યુનિવર્સિટી એ પણ એવી કે વિશ્વની પહેલી યુનિ હોય. આખી દુનિયામાં ક્યાય ફોરેન્સિક સાયન્સ, ચિલ્ડ્રન યુનિવર્સિટી નથી. ગાંધીનગરમાં વિશ્વમાં એકમાત્ર છે, જેની પાસે આવી યુનિ. છે. આપણી પાસે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી, નેશનલ લો યુનિવર્સિટી, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ત્રણ યુનિવર્સિટી છે. મારો આગ્રહ છે કે, વર્ષમા દર ત્રણ મહિને જો આ ત્રણેય યુનિવર્સિટીની મીટિંગ થાય, અને રક્ષા ક્ષેત્રે નવુ મોડલ લઈને આવે. ક્રાઈમ ડિટેક્શનથી લઈને જસ્ટિસ સુધીના માળખામાં મોટો ફેરફાર આવશે. આવુ કરવાથી મારે જે પરિણામ લાવવુ છે તે લાવી શકીશ. ત્રણેય યુનિવર્સિટી સંલગ્ન થઈને કામ કરી શકે છે. જ્યારે ન્યાયતંત્ર સમય પર ન્યાય આપે અને સજા આપે તો ગુનેગારોમાં ભયનો માહોલ પેદા થાય છે. મારી ઈચ્છા છે કે, આ યુનિ.માં એવા લોકો તૈયાર થાય, જે જેલ વ્યવસ્થાને આધુનિક બને. ગુનેગારોના એક્સપર્ટાઈઝને કેવી રીતે મદદમાં લેવાય, ક્રિમીનલ મેન્ટાલિટી સમજી શકે અને ગુનેગારોને યોગ્ય રસ્તે વાળી શકે, જેલના માહોલને બદલી શકે તેવા એક્સપર્ટસની જરૂર છે.
PM મોદીએ વિદ્યાર્થીઓને સંબોધન કરતા કહ્યું કે, અહી આવવુ મારા માટે વિશેષ આનંદનો અવસર છે. દેશભરમા રક્ષાના ક્ષેત્રમાં જે લોકો કરિયર બનાવવા માંગે છે, આ ક્ષેત્ર માત્ર દંડો અને ગન નથી. આ ક્ષેત્ર વિશાળ છે. તેમાં વેલ ટ્રેઈન્ડ મેનપાવર સમયની માંગ છે. 21 મી સદીની ચેલેન્જિસના અનુકૂળ વ્યવસ્થા વિકસિત થાય, અને તેને સંભાળનારા લોકોનો પણ વિકાસ થાય. તેને જોતા આ યુનિવર્સિટીનો જન્મ થયો. આજે તે દેશનો દાગીનો બન્યો છે. જે રાષ્ટ્રીય સુરક્ષાને લઈને દેશમાં નવો વિશ્વાસ પેદા કરે છે. જે વિદ્યાર્થીઓ આજે અહીંથી ડિગ્રી લઈને નીકળ્યા છે, તેમને શુભકામનાઓ. આજના જ દિવસે આ જ ધરતીથી દાંડી યાત્રા નીકળી હતી. અંગ્રેજોની સામે ગાંધીજીના નેતૃત્વમાં જે આંદોલન ચાલ્યુ, તેમાં અંગ્રેજોને ભારતીયના સામ્યર્થનો અહેસાસ કરાવ્યો. તે સમયના વીર સેનાનીઓને હુ આદર કરુ છું.
તેમણે કહ્યું કે, મારા માટે આજનો દિવસ યાદગાર છે. આ યુનિવર્સિટીની કલ્પનાથી શરૂ કરીને અમે ઘણુ રિસર્ચ કર્યું. અંગ્રેજોનુ કામ ભારતના નાગરિકો પર દંડો ચલાવવાનુ હતું. જેથી તેઓ સુખચેનથી પોતાની દુનિયા ચલાવી શકે. પરંતુ આઝાદી બાદ તેમાં રિફોર્મની જરૂરિયાત હતી. પરિવર્તનની જરૂર હતી. પરંતુ દુર્ભાગ્યવશ એ દિશામાં જે કામ થવુ જોઈતુ હતુ તેમાં પાછળ રહી ગયા. પોલીસના ક્ષેત્રમાં જે પરસ્પેશન બહાર આવ્યુ તે એહતુ કે તેમનાથી દૂર રહો. સેના માટે લોકો વિચારે છે કે, સંકટના સમયે સેના દેખાય તો લોકો વિચારે છે કે હવે કોઈ સંકટ નથી. તેથી જ ભારતમાં આવા મેનપાવરને સુરક્ષા ક્ષેત્રમાં તૈયાર કરવાની જરૂર છે, જેથી સામાન્ય માનવીના મનમાં મિત્રતા, વિશ્વાસની અનુભવતા કરે. તેથી ટ્રેઈનિંગ મોડ્યુલને બદલવાની જરૂર છે.
વધુમા જણાવ્યુ કે, રક્ષા મતલબ યુનિફોર્મ, પાવર, હાથમાં દોડ એવુ લાગતુ. પણ હવે એ જમાનો ગયો. આજે આ વિસ્તારે અનેક રંગ રૂપ લીધા. ચેલેન્જિસ આવ્યા. પહેલાના સમયે એક ખબરને બીજે પહોંચતા દિવસો લાગી જતા. પરંતુ કમ્યુનિકેશનની ઝડપ વધી છે, આવામાં વ્યવસ્થા સંભાળવી અઘરી છે. તેથી દરેક સંસ્થામાં સામ્યર્થ, બળની જરૂર છે. તેથી સંખ્યાબળ કરતા ટ્રેઈન્ડ મેનપાવરની જરૂર છે. જે ટેકનોલોજી, હ્યુમન સાયકોલોજી, યંગસ્ટર્સ સાથે કમ્યુનિકેશન, આંદોલન સમયે લીડર સાથે ડીલ કરવાની તાકાત, નેગોશિયેશનની કલાની જરૂર છે. ટ્રેઈન્ડ મેનપાવર ન હોય તો બનેલી બાજી પણ બગડી શકે છે. તેથી હવે એવુ હ્યુમન રિસોર્સિસની જરૂર છે, જે આ બધુ સંભાળી શકે.
આ પ્રસંગે અમિત શાહે કહ્યું કે, પીએમ મોદીએ પહેલા પોલીસનં આધુનિકરમ કર્યું, અને બાદમાં રક્ષા યુનિવર્સિટી બનાવી. આ યુનિવર્સિટી થકી તેમણે દેશભરમાં એક મોડલ તૈયાર કર્યું. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી હવે પોતાનો વ્યાપ વધારી રહી છે. આ યુનિ તમામ ક્ષેત્રમાં જઈને પોતાના કેમ્પસ ખૂલે તે દિશામાં કામ કરી રહી છે. લો એન્ડ ઓર્ડરના લેવલે કામ કરનારા લોકોને પહેલેથી જ પ્રોફેશનલી તૈયાર કરે છે. તેઓને કર્મયોગી બનાવવા સારુ ઈન્ફ્રાસ્ટ્રાક્ચર પુરૂ પાડે છે.
1019 વિદ્યાર્થીઓને ડિગ્રી અપાશે
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ખાતે યોજાનાર પદવીદાન સમારોહમાં 10 યુનિવર્સિટીના વડાને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો આ પદવીદાન સમારોહ છે. જેમાં 1090 વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરાશે. દેશના 18 રાજ્યોમાંથી 822 વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરી રહ્યાં છે. આ યુનિવર્સિટીની 10 શાખાઓમાં પોલીસ વિજ્ઞાન તથા સુરક્ષા સર્ટિફિકેટ અને ડિપ્લોમા અભ્યાસ આપવામાં આવે છે. લોકસભામાં બિલ પાસ કરીને ગુજરાતની રક્ષા શક્તિ યુનિવર્સિટીને રાષ્ટ્રીય યુનિવર્સિટી જાહેર કરવામાં આવી હતી. રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી ડિપ્લોમાથી લઈને ડૉક્ટરેટ સ્તર સુધી, પોલીસ વિજ્ઞાન અને વ્યવસ્થાપન, ફોજદારી કાયદો અને ન્યાય, સાયબર મનોવિજ્ઞાન, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને સાયબર સિક્યુરિટી, ક્રાઇમ ઇન્વેસ્ટીગેશન, વ્યૂહાત્મક ભાષાઓ, આંતરિક સંરક્ષણ અને વ્યૂહરચનાઓ, શારીરિક શિક્ષણ અને રમતગમત, દરિયાઇ અને દરિયાઇ સુરક્ષામાં 38 શૈક્ષણિક કાર્યક્રમો પ્રદાન કરે છે.
રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી સ્થાપનાનો હેતુ
પોલીસ યુનિવર્સિટી ઑફ ઇન્ડિયાની અગ્રણી રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટી રાષ્ટ્રીય મહત્વની સંસ્થા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની સ્થાપના ભારતીય સંસદ અધિનિયમ નંબર 31, રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એક્ટ, 2020 દ્વારા કરવામાં આવી હતી. આ યુનિવર્સિટીનું લક્ષ્ય રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ માટે શૈક્ષણિક-સંશોધન-તાલીમ ઇકોસિસ્ટમ બનાવવાનું હતું. રાષ્ટ્રીય સુરક્ષા, પોલીસ શિક્ષણ, સંશોધન અને તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઊંચી લાયકાત ધરાવતી ફેકલ્ટી, પ્રતિબદ્ધ માનવ સંસાધનો દ્વારા પ્રેરિત સહભાગીઓ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. બૌદ્ધિક રીતે ઉત્તેજીત કરી વ્યાવસાયિક રીતે શિસ્તબદ્ધ વાતાવરણ અને વિશ્વવ્યાપી નેટવર્ક વહેંચણી અને આદાનપ્રદાનનો હેતુ આ સંસ્થાનો છે.
(ઈનપુટ : સપના શર્મા, મૌલિક ધામેચા)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે