ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક, ટેકાના ભાવ ઓછા હોવાથી ખેડૂતો નિરાશ


ભાવનગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થતાં મગફળીનું મબલખ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું જેના કારણે ઉત્પાદન પણ ખૂબ જ થવા પામ્યું છે. ત્યારે ખેતરોમાં પાકેલી મગફળીના વેચાણ માટે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળી લઈને વેચાણ અર્થે આવી રહ્યા છે. 
 

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક, ટેકાના ભાવ ઓછા હોવાથી ખેડૂતો નિરાશ

નવનીત દલવાડી, ભાવનગરઃ  ભાવનગર જિલ્લામાં આ વર્ષે મગફળીનું મબલખ પ્રમાણમાં ઉત્પાદન થયું છે જેના કારણે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળી લઈને વેચાણ અર્થે આવી રહ્યા છે. જેથી યાર્ડમાં મગફળીની પુષ્કળ આવક થઈ રહી છે. મગફળીની આવક થતા માર્કેટ યાર્ડ મગફળીથી છલકાઈ ઊઠ્યું છે. પરંતુ ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નિરસતા જોવા મળી રહી છે. કારણ કે સરકારના ટેકાના ભાવે વેચાણ કરવાના બદલે ખેડૂતો ખુલ્લા માર્કેટમાં મગફળી વેચવા માટે લાઇનો લગાવી રહ્યા છે. જેથી ખેડૂતોને સરકારી ટેકાના ભાવ કરતા ખુલ્લા માર્કેટમાં ખૂબ સારા ભાવ મળી રહ્યા છે. જ્યારે માર્કેટિંગ યાર્ડ મગફળીથી છલકાઇ ઉઠતા આગામી પાંચ દિવસ માટે ખેડૂતોને યાર્ડમાં મગફળી ન લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.

ભાવનગર જિલ્લામાં ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ખૂબ જ સારો વરસાદ થતાં મગફળીનું મબલખ પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હતું જેના કારણે ઉત્પાદન પણ ખૂબ જ થવા પામ્યું છે. ત્યારે ખેતરોમાં પાકેલી મગફળીના વેચાણ માટે ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળી લઈને વેચાણ અર્થે આવી રહ્યા છે. જ્યારે ખેડૂતોને મગફળીના સારા ભાવો મળી રહે તે માટે સરકાર દ્વારા ટેકાના રૂ. ૧૦૫૫ ના ભાવે મગફળી ખરીદ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નિરસતા જોવા મળી રહી છે. કારણ કે સરકારી ટેકાના ભાવો કરતા ખુલ્લા માર્કેટમાં ખેડૂતોને મગફળીના ખૂબ જ સારા ૧૨૦૦ રૂપિયાથી વધુ ભાવ મળતા હોવાથી ખેડૂતો પોતાની મગફળી ખુલ્લા માર્કેટમાં વેચાણ કરવાનું વધારે પસંદ કરી રહ્યા છે. 

અમદાવાદમાં કોરોના વેક્સિનની ટ્રાયલ શરૂ, આજે પાંચ લોકોને આપવામાં આવી રસી 

મોટાભાગના ખેડૂતો મંડળીઓ પાસેથી ધિરાણ મેળવી વાવેતર કરતા હોય છે, જ્યારે વાવેતર કર્યા બાદ દવાનો છંટકાવ, પાકના નિંદામણ, મજુરી અને માર્કેટયાર્ડમાં લઈ જવા સુધીમાં ખાસો એવો ખર્ચ ભોગવવો પડતો હોય છે. તેમજ નવી સીઝન ના વાવેતર માટે પણ ખેડૂતોને રૂપિયાની ખૂબ જ જરૂરિયાત પડતી હોય છે. ખેડૂતોને ધિરાણ ચૂકવવા તેમજ નવા પાકોનુ વાવેતર કરવા માટે રૂપિયા ઝડપથી હાથમાં આવે તે જરૂરી છે. ત્યારે સરકારે સરકારી ટેકાના ભાવે વેચાણ કરવામાં ખેડૂતોને મગફળીના સેમ્પલ ફેલ થવા, ઉતારો ઓછો આવવાના કારણે માલ રિજેક્ટ થવો તેમજ બધું થઇ ગયા પછી વેચાણ બાદ રૂપિયા હાથમાં આવતા ખૂબ વાર લાગે છે. જ્યારે ખુલ્લા માર્કેટમાં વેચાણ કરવામાં આવી કોઈ જ સમસ્યા નહીં હોવાનું તેમજ સરકારી ટેકાના ભાવ કરતાં ખુલ્લા માર્કેટમાં ખૂબ સારા ભાવો મળતા હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

માર્કેટિંગ યાર્ડમાં પાકના વેચાણ માટે આવતા ખેડૂતોનું ખેડૂતોને પોતાના વેચાણ થયેલ આ પાકનું ઝડપથી વળતર મળે તેવી આશા હોય છે. એટલે મોટાભાગના ખેડૂતો ખુલ્લા માર્કેટમાં વેચવાનું વધારે પસંદ કરતા હોય છે. સાથે પાકના વાવેતર સમયે ખેડૂતો એ લીધેલા ધિરાણ ચૂકવવાની મર્યાદા તેમજ નવા પાકનો વાવેતર કરવા માટે રૂપિયાની જરુરિયાત હોય જેથી પાકનું વેચાણ થતાં ઝડપથી રૂપિયા આવે ખેડૂતો માટે ખૂબ જરૂરી હોય છે. 

માતાપિતાની કબરની બાજુમાં સુપુર્દ-એ-ખાક થયા અહમદ પટેલ

ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીની પુષ્કળ પ્રમાણમાં આવક થતી હોવાથી માર્કેટિંગ યાર્ડમાં મગફળીની રાખવાની હાલ જગ્યાનો પ્રશ્ન ઉપસ્થિત થયો હોવાથી તેમજ હરાજી દરમિયાન માલ પડી રહેવાના કારણે મગફળી બગડવાની શક્યતા હોવાથી આગામી પાંચ દિવસ સુધી એટલે કે 27 નવેમ્બર થી 2જી ડિસેમ્બર સુધી મગફળી યાર્ડમાં વેચાણ અર્થે ન લાવવા ખેડૂતોને અનુરોધ કરવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news